Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘મોદીને મળ્યો ત્યારે મને અનોખી ઉર્જાનો થયો અનુભવ’: બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ...

    ‘મોદીને મળ્યો ત્યારે મને અનોખી ઉર્જાનો થયો અનુભવ’: બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને લખ્યું ‘Unleashed’ નામક પુસ્તક: ભારતીય PMનો ‘ચેન્જમેકર લીડર’ તરીકે ઉલ્લેખ

    PM મોદીના વખાણ કરતા લખ્યું છે કે, “અમે લંડનમાં ટાવર બ્રિજ પાસે હતા. સામે મોદીના સમર્થકોની ભીડ હતી. ત્યારે મોદીએ મારો હાથ પકડીને ઊંચો કર્યો. તેમણે હિન્દીમાં કંઈક કહ્યું. જોકે હું તેને સમજી શક્યો નહીં, પરંતુ મને એક અનોખી ઊર્જાનો અનુભવ થયો. ત્યારથી તે મારા મિત્ર છે."

    - Advertisement -

    પૂર્વ બ્રિટિશ PM બોરિસ જોન્સને (Boris Johnson) પોતાના જીવનની ઘટનાઓ પર ‘અનલીશ્ડ’ (Unleashed) નામક એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) વખાણ કર્યા છે. તેમણે લખ્યું કે મોદી એવા ‘ચેન્જમેકર લીડર’ છે જેની આપણને જરૂર છે. તેમનું આ પુસ્તક 10 ઓક્ટોબરે પ્રકાશિત થયું હતું. જોન્સને પુસ્તકમાં ભારત માટે એક પ્રકરણ લખ્યું છે. આ પ્રકરણનું નામ છે ‘બ્રિટન અને ભારત’ (Britain and India) છે. જેમાં તેણે બંને દેશોના સંબંધો વિશે જણાવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, 24 જુલાઈ 2019થી 6 સપ્ટેમ્બર 2022 સુધી બોરિસ જોન્સને યુકેના વડાપ્રધાન તરીકે ફરજ બજાવી હતી. મીડિયા રીપોર્ટસ અનુસાર નવેમ્બર 2015માં જયારે જોન્સન લંડનના મેયર હતા ત્યારે તેમણે PM મોદી સાથે પ્રથમ મુલાકાત કરી હતી. જોન્સને લખ્યું છે કે જ્યારે તેઓ પહેલીવાર મોદીને મળ્યા ત્યારે તેમને એક અનોખી ઉર્જાનો અનુભવ થયો હતો.

    જોન્સને તેમના પુસ્તકમાં તેમની પ્રથમ મુલાકાત યાદ કરીને PM મોદીના વખાણ કરતા લખ્યું છે કે, “અમે લંડનમાં ટાવર બ્રિજ પાસે હતા. સામે મોદીના સમર્થકોની ભીડ હતી. ત્યારે મોદીએ મારો હાથ પકડીને ઊંચો કર્યો. તેમણે હિન્દીમાં કંઈક કહ્યું. જોકે હું તેને સમજી શક્યો નહીં, પરંતુ મને એક અનોખી ઊર્જાનો અનુભવ થયો. ત્યારથી તે મારા મિત્ર છે. ત્યારથી મેં તેમના સાથનો આનંદ માણ્યો છે – કારણ કે મને લાગે છે કે તે આપણા સંબંધોની જરૂરિયાતોના ‘ચેન્જમેકર’ છે.”

    - Advertisement -

    તેમણે તેમના સંસ્મરણોમાં નોંધ્યું છે કે, કેવી રીતે યુકેના વિદેશ મંત્રાલયે 2012માં ભારતના મેયર વ્યાપાર પ્રતિનિધિમંડલને તેમને હિંદુ રાષ્ટ્રવાદી નેતાને (PM મોદી) મળવાની ના પાડી હતી. જોન્સને જાન્યુઆરી 2022માં તેમની ભારતની મુલાકાતને ‘જબરદસ્ત સફળતા’ તરીકે પણ વર્ણવી હતી, જે ઝડપી ગતિશીલ સ્થાનિક રાજકારણથી દૂર ‘મોરલ બૂસ્ટર’ અને ‘આત્મા માટે મલમ’ સમાન હતી.

    જોન્સને બંને દેશો વચ્ચે મુક્ત વ્યાપાર કરાર શરૂ કરવા માટે પોતાને શ્રેય આપ્યો હતો. બોરિસ જોન્સન જાન્યુઆરી 2022માં ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે કહ્યું કે આ મુલાકાત ખૂબ જ સફળ રહી અને તેમનું મનોબળ વધાર્યું હતું. જોન્સને કહ્યું કે આ મુલાકાત દરમિયાન તેઓ PM મોદી સાથે યુક્રેન અને રશિયા વચ્ચેના વિવાદ અંગે પણ વાત કરવા માગે છે.

    જોન્સનની ભારત મુલાકાતના એક મહિના બાદ જ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. જોન્સને લખ્યું છે કે તેઓ ભારતની બિનજોડાણની નીતિને સમજે છે. ભારત સાથે રશિયાના દાયકાઓ જૂના સંબંધો છે. ભારત હાઇડ્રોકાર્બન માટે રશિયા પર નિર્ભર છે, પરંતુ મને લાગે છે કે હવે પરિવર્તનનો સમય આવી ગયો છે.

    બોરિસે આગળ લખ્યું હતું કે, “ભારતની રશિયા સાથેની નિકટતા અંગે હંમેશા ચિંતિત રહેતા MoD (સંરક્ષણ મંત્રાલય)ના કારણે અમે સબમરીનથી લઈને હેલિકોપ્ટરથી લઈને દરિયાઈ પ્રોપલ્શન યુનિટ સુધી તમામ પ્રકારની સૈન્ય ટેકનોલોજી પર સાથે મળીને કામ કરવા સંમત થયા છીએ.” તેમણે પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે, જોન્સન જ્યારે પીએમ હતા ત્યારે તેમની કેબિનેટમાં બ્રિટિશ ભારતીયોને પણ સામેલ કર્યા હતા. તેમણે ઋષિ સુનક અને પ્રીતિ પટેલને પોતાની કેબિનેટનો ભાગ બનાવ્યા હતા. બાદમાં ઋષિ બ્રિટનના પીએમ પણ બન્યા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં