Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતોડ કર્યા બાદ મળેલી રકમનો ઉપયોગ યુવરાજસિંહ જાડેજાએ દહેગામમાં પ્લૉટ ખરીદવા માટે...

    તોડ કર્યા બાદ મળેલી રકમનો ઉપયોગ યુવરાજસિંહ જાડેજાએ દહેગામમાં પ્લૉટ ખરીદવા માટે કર્યો હતો- રિપોર્ટ્સ: વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર

    હાલ પોલીસ અધિકારીઓ માહિતીની ખરાઈ માટે દહેગામ પહોંચ્યા છે અને અહીં સરકારી રેકોર્ડ્સ તપાસવામાં આવશે.

    - Advertisement -

    ડમી કાંડ ઉજાગર કરવા માટેની પ્રેસ કોન્ફરન્સમાં નામ જાહેર કરવાની ધમકી આપીને બે વ્યક્તિ પાસેથી 1 કરોડ રૂપિયા ખેરવી લેવાના મામલે આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ હવે વધુ મોટા ખુલાસા થઇ રહ્યા છે. હવે જાણવા મળ્યું છે કે તોડની રકમનો ઉપયોગ દહેગામમાં પ્લોટ ખરીદવા માટે કર્યો હતો. 

    રિપોર્ટ્સ અનુસાર, તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે યુવરાજસિંહ જાડેજાએ તોડ કરીને મેળવેલી રકમથી ગાંધીનગર નજીક દહેગામમાં એક પ્લોટ ખરીદ્યો હતો. જે માટે તેમણે પોતાના નામે સ્ટેમ્પ પેપર પણ ખરીદ્યુ હોવાનું જાણવા મળ્યું છે. 

    આ ખુલાસા બાદ હાલ પોલીસ અધિકારીઓ માહિતીની ખરાઈ માટે દહેગામ પહોંચ્યા છે અને અહીં સરકારી રેકોર્ડ્સ તપાસવામાં આવશે. અહેવાલોમાં જણાવ્યા મુજબ તોડની રકમ મળ્યા બાદ જાડેજાએ આ ડીલ કરી હતી. 

    - Advertisement -

    અહીં ઉલ્લેખનીય છે કે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દહેગામ બેઠક પરથી જ યુવરાજસિંહ જાડેજાને ઘોષિત કર્યા હતા. પરંતુ પછીથી તેમના સ્થાને અન્ય વ્યક્તિને ટિકિટ આપવામાં આવી હતી. 

    વધુ બે દિવસના રિમાન્ડ પર યુવરાજસિંહ 

    1 કરોડના તોડકાંડમાં ધરપકડ બાદ ભાવનગર પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજે આ રિમાન્ડની મુદત પૂર્ણ થતાં ફરીથી કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે વધુ બે દિવસ માટે પોલીસ કસ્ટડી મંજૂર કરી છે. 

    યુવરાજસિંહ સાથે તેમના સાળા કાનભાના પણ વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અહીં નોંધનીય છે કે કાનભાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમણે પ્રદીપ અને પ્રકાશ સાથે ડીલ કરી હતી અને યુવરાજસિંહની સૂચનાથી જ પૈસા સ્વીકાર્યા હતા. ઉપરાંત, તેણે તોડની રકમના 38 લાખ ક્યાં રાખવામાં આવ્યા છે તે પણ જણાવ્યું હતું, ત્યારબાદ પોલીસને એક ફ્લેટમાંથી આ રકમ મળી આવી હતી. 

    આ કેસનો છઠ્ઠો આરોપી અલ્ફાઝ ખાન પઠાણ ઉર્ફે રાજુ પણ શુક્રવારે (29 એપ્રિલ, 2023) પકડાઈ ગયો હતો. જેની સાથે કેસના તમામ આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. રાજુ પઠાણ ડીલ વખતે સામેલ હતો અને તેના કહેવાથી જ પ્રદીપ યુવરાજસિંહને પૈસા આપવા માટે તૈયાર થયો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં