ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે (25 ફેબ્રુઆરી, 2023) વિધાનસભામાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેઓ તાજેતરના રામચરિતમાનસ વિવાદને લઈને પણ બોલ્યા તો સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ પર પણ નિશાન સાધ્યું હતું. સીએમ યોગીના સંબોધનની આ ક્લિપ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.
विधान सभा में… https://t.co/njFXCqX3Os
— Yogi Adityanath (@myogiadityanath) February 25, 2023
રામચરિતમાનસ વિવાદને લઈને સીએમ યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતાં કહ્યું કે, “ઉત્તર પ્રદેશને ગૌરવની અનુભૂતિ થવી જોઈએ કે આ રામની, કૃષ્ણની અને ગંગા-યમુનાની ધરતી છે. આ ધરતી પર રામચરિતમાનસ અને વાલ્મિકી રામાયણ જેવા પવિત્ર ગ્રંથ રચવામાં આવ્યા. આ પવિત્ર ગ્રંથને સળગાવીને દેશ અને દુનિયામાં રહેતા 100 કરોડ હિંદુઓને અપમાનિત નથી કરવામાં આવી રહ્યા?“
યોગી આદિત્યનાથે આગળ કહ્યું, “જે પ્રકારે કેટલાક લોકોએ રામચરિતમાનસને ફાડવાના પ્રયાસ કર્યા, આ જે કૃત્ય થઇ રહ્યાં છે કોઈ અન્ય મત-મઝહબ સાથે થયું હોત તો શું થયું હોત? શું સ્થિતિ હોત? એટલે જેની ઈચ્છા થાય તે હિંદુઓનું અપમાન કરી લે? પોતાની મુજબ શાસ્ત્રોની વિવેચના કરી લે? તમે આખા સમાજને અપમાનિત કરવા માંગો છો?”
અખિલેશ યાદવ પર પણ નિશાન સાધ્યું
સીએમ યોગીએ સમાજવાદી પાર્ટી નેતા અખિલેશ યાદવ પર પણ નિશાન સાધ્યું. યોગી બોલી રહ્યા હતા તે દરમિયાન અખિલેશ યાદવે વચ્ચે હસ્તક્ષેપ કરતાં કહ્યું કે, “તમને શરમ આવવી જોઈએ.” જેના જવાબમાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, “શરમ તો તમારે કરવી જોઈએ કે પોતાના બાપનું સન્માન ન કરી શક્યા.”
"तुम अपने बाप का सम्मान नहीं कर पाए , शर्म तो तुम्हें आनी चाहिए।"
— Ambuj Bharadwaj (@Ambuj_IND) February 25, 2023
विधानसभा में योगी आदित्यनाथ ने अखिलेश यादव को लगाई फटकार। pic.twitter.com/uq11gXHYQn
યોગી આદિત્યનાથે કહ્યું કે તેમની સરકાર માફિયાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિથી કાર્યવાહી કરી રહી છે. તેમણે આ ગુનેગારો અને માફિયાઓને પાળવાનો આરોપ સમાજવાદી પાર્ટી પર લગાવ્યો હતો. તેમણે અતિક અહેમદને લઈને કહ્યું કે તેને સમાજવાદી પાર્ટીનું સંરક્ષણ મળી રહ્યું છે અને તેની કમરને તોડવાનું કામ અમારી સરકાર કરી રહી છે. તેમણે કહ્યું કે, તેઓ માફિયાઓને નષ્ટ કરવાનું કામ કરશે.
રામચરિતમાનસ વિવાદ
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી ઉત્તર પ્રદેશમાં પવિત્ર ગ્રંથ રામચરિતમાનસને લઈને વિવાદ ચાલી રહ્યો છે. શરૂઆત સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યે કરી હતી, જેમણે ગ્રથને બકવાસ ગણાવીને પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. ત્યારબાદ તેમની સામે કેસ પણ દાખલ થયો હતો.
સ્વામી પ્રસાદ મૌર્ય સામે કેસ દાખલ કરવામાં આવ્યા બાદ યુપીની રાજધાની લખનૌમાં રામચરિતમાનસની નકલ પણ સળગાવવામાં આવી હતી, જે મામલે પણ એક FIR દાખલ થઇ હતી.