આજના દિવસોમાં વિશ્વના જે ખૂણામાં એક પણ ભારતીય વસતા હશે તે જગ્યાઓ પર મહાપર્વ દિવાળી ખુબજ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહી છે, ત્યારે અમેરિકાના વ્હાઈટ હાઉસથી પણ દિવાળીની ઉજવણીની તસ્વીરો સામે આવી હતી, અમેરિકાના વ્હાઈટ હાઉસમાં દિવાળી માટેનું અત્યાર સુધીના સહુથી મોટા રીસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલો અનુસાર અમેરિકાના વ્હાઈટ હાઉસમાં દિવાળી રીસેપ્શન દરમિયાન જો બાઈડન વહીવટીતંત્રના અનેક ભારતીય મૂળના-અમેરિકન નાગરિકોએ હાજરી આપી હતી. આ અવસર પર જો બાઈડને વ્હાઇટ હાઉસમાં કહ્યું કે, ‘”આપની મેજબાની કરીને અમે સન્માનિત છીએ. વ્હાઇટ હાઉસમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું દિવાળી રિસેપ્શન છે. અત્યાર સુધીના ઈતિહાસમાં અમારા વહીવટમાં અમારી પાસે સૌથી વધુ એશિયન અમેરિકનોની સંખ્યા છે અને અમે દિવાળીને અમેરિકન સંસ્કૃતિનો ભાગ બનાવવા બદલ તમારો આભાર માનીએ છીએ.”
In celebration of the Festival of Lights, President Biden and the First Lady hosted a Diwali reception at the White House. pic.twitter.com/3kGqCgEebK
— The White House (@WhiteHouse) October 25, 2022
દિવાળી પર એક અબજથી વધુ હિંદુઓ, શીખો, જૈનો અને બૌદ્ધોને શુભેચ્છા પાઠવતા બાઈડને કહ્યું, “સાથે મળીને, દક્ષિણ એશિયાના અમેરિકનો એવા રાષ્ટ્રની ભાવનાને પ્રતિબિંબિત કરે છે જેણે અમને અર્થતંત્રને મજબૂત કરવામાં, રોગચાળાને દૂર કરવામાં, સમુદાયોનું રક્ષણ કરવામાં મદદ કરી છે.” બાઈડને કહ્યું કે દિવાળી આપણને યાદ અપાવે છે કે આપણામાંના દરેકમાં આ દુનિયામાં પ્રકાશ લાવવાની શક્તિ છે, પછી ભલે આપણે અમેરિકામાં હોઈએ કે અન્ય કોઈ દેશમાં.
આ દિવાળીની ઉજવણી દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ કહ્યું કે, “વ્હાઇટ હાઉસ પીપલ્સ હાઉસ છે અને અમારા રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી સાથે મળીને તેને એક એવી જગ્યા બનાવી છે જ્યાં દરેક અમેરિકન પોતાનો તહેવાર ઉજવી શકે છે. ” વાઇસ પ્રેસિડેન્ટ હેરિસે જણાવ્યું હતું કે બિડેન વહીવટીતંત્રે વિશ્વભરના 1 અબજથી વધુ લોકો સાથે દીવા પ્રગટાવ્યા હતા અને અસત્ય પર સત્યની જીત, અજ્ઞાન પર જ્ઞાન અને અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરી હતી.
To everyone celebrating the Festival of Lights here in the United States and around the world, happy Diwali! pic.twitter.com/0DPlOaqhMO
— Vice President Kamala Harris (@VP) October 24, 2022
ઉલ્લેખનીય છે કે અમેરિકાના ફર્સ્ટ લેડી જીલ બિડેને એશિયન અમેરિકન સમુદાયના યોગદાનની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓએ આગળના માર્ગને પ્રકાશમાં મદદ કરી. જીલ બિડેને કહ્યું, ‘વિશ્વાસ, દ્રઢતા અને પ્રેમ સાથે, હું આભારી છું કે આ દીવાઓએ આજે તમને આ ઘરમાં માર્ગદર્શન આપ્યું છે. આ ઘર તમારા બધાનું છે. દિવાળી એ બુરાઈ પર સારાની જીતનું પ્રતીક છે. આ દિવસે ભગવાન રામ રાવણ પર જીત મેળવીને અયોધ્યા પરત ફર્યા હતા.