Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવનવાસીઓ માટે છાતી પર ગોળીઓ જીલનારા આદિવાસીઓના ભગવાન એવા બસ્તરના રાજા ચંદ્ર...

    વનવાસીઓ માટે છાતી પર ગોળીઓ જીલનારા આદિવાસીઓના ભગવાન એવા બસ્તરના રાજા ચંદ્ર ભંજદેવના ઇતિહાસની વાત વાંચો અને જુઓ

    આ ફિલ્મના શરૂઆતના દ્રશ્યોમાં બસ્તર જિલ્લાના અદભૂત કુદરતી દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે, જેમાં તમે સ્વચ્છ નદી અને ધોધના રૂપમાં બસ્તરની સુંદરતાનો આનંદ માણતા ઇતિહાસને જોઈ અને સમજી શકો છો.

    - Advertisement -

    ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે, પરંતુ અહીંના કેટલાક રાજાઓ અને સમ્રાટોનો પણ જનતા સાથે એવો સંબંધ હતો કે આજે પણ લોકો તેમને યાદ કરે છે. આજે અમે યાદ કરી રહ્યા છીએ છત્તીસગઢના બસ્તરના રાજા પ્રવીર ચંદ્ર ભંજદેવને, આ જિલ્લાના લોકો હજુ તેમના રાજાને ભૂલ્યા નથી, જ્યાં વનવાસીઓ હજુ પણ બસ્તરના રાજા પ્રવીર ચંદ્ર ભંજદેવને ભગવાનની જેમ પૂજે છે.

    બસ્તરના રાજા પ્રવીર ચંદ્ર ભંજદેવ પર વિવેક કુમાર દ્વારા નિર્દેશિત એક ટૂંકી ફિલ્મ પણ OpIndia ની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવી છે, જે જોયા પછી તમને ખબર પડશે કે લોકો હજુ પણ તેમના વિશે શું વિચારે છે અને શા માટે તેઓને આટલા મહાન માને છે. આ ફિલ્મમાં તમને તેમના વિશે ઘણું જાણવા મળશે. આ એક ટૂંકી ફિલ્મ છે, જેનું નામ ‘(I Pravir the Adivasi God)’ છે. તમે હવે આ ફિલ્મને ફક્ત ઑપઈન્ડિયા પર જોઈ શકો છો.

    રાજા પ્રવીર ચંદ્ર ભંજદેવની વર્ષ 1966માં હત્યા કરવામાં આવી હતી. ત્યારે તેઓ તત્કાલીન સરકાર સાથે પોતાની પ્રજા માટે લડી રહ્યા હતા. બસ્તરના આદિવાસી લોકો માટે તેઓ આજે પણ ભગવાન છે અને લોકો તેમને ભગવાનના રૂપમાં પૂજા કરે છે.

    - Advertisement -

    આ ફિલ્મમાં બસ્તરના આદિવાસી લોકો તેમના રાજા પ્રવીર ચંદ્ર ભંજદેવને યાદ કરીને જણાવે છે કે આજે ભારતમાં લોકતાંત્રિક વ્યવસ્થા છે, પરંતુ રાજા આજના નેતાઓ કરતાં તેમના લોકો અને તેમની આકાંક્ષાઓને વધુ સમજતા હતા. આદિવાસી સમાજના લોકોએ જણાવ્યું હતું કે આ લોકશાહી વ્યવસ્થામાં વિકાસ તો થયો જ હશે, પરંતુ આ વિકાસનો જેટલો લાભ આદિવાસીઓને મળવો જોઈએ તેટલો મળી શક્યો નથી.

    લોકો તો એમ પણ કહે છે કે રાજા આદિવાસીઓના હિત અને જરૂરિયાતો વિશે વધુ વિચારતા અને સમજતા હતા. આજે પણ બસ્તરના લોકોના ઘરોમાં રાજા પ્રવીર ચંદ્ર ભંજદેવનો ફોટો જોવા મળે છે. ફિલ્મમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આદિવાસી સમાજના એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે જો રાજા પ્રવીર ચંદ્ર પોલીસ ગોળીબારમાં ન માર્યા ગયા હોત તો બસ્તરમાં નક્સલવાદી સંઘર્ષ પણ શરૂ ન થયો હોત.

    અન્ય એક આદિવાસી સમુદાયના વ્યક્તિએ જણાવ્યું હતું કે તેમને ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. તેમનો મૃતદેહ પણ અહીંના લોકોને મળ્યો ન હતો, માત્ર તેમના કપડાં જ મળ્યા હતા. બાદમાં એ જ વસ્ત્રો રાખીને તેમની સમાધિ બનાવવામાં આવી હતી. એક વ્યક્તિએ જણાવ્યું કે લોખંડની ખાણના સંઘર્ષને કારણે તેમનું મોત થયું હતું. રાજા માનતા હતા કે બસ્તરના કુદરતી સંસાધનો પર સ્થાનિક આદિવાસીઓનો સૌથી વધુ અધિકાર છે.

    રાજા પ્રવીર ચંદ્ર ભાંજ દેવ અવિભાજિત મધ્ય પ્રદેશમાં જગદલપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય પણ હતા. તેઓ આદિવાસીઓના હિત માટે પણ અવાજ ઉઠાવતા હતા અને માનતા હતા કે જિલ્લાના કુદરતી સંસાધનો પર સ્થાનિક આદિવાસીઓનો સૌથી વધુ અધિકાર છે. આદિવાસીઓના આ હિતો માટે તેઓ તત્કાલીન કોંગ્રેસ સરકાર સામે ઉભા હતા. તત્કાલિન સરકાર સાથેની લડાઈ દરમિયાન 25 માર્ચ 1966ની રાત્રે પોલીસ ગોળીબારમાં તેમના જ મહેલમાં તેમનું મૃત્યુ થયું હતું.

    આ ફિલ્મના શરૂઆતના દ્રશ્યોમાં બસ્તર જિલ્લાના અદભૂત કુદરતી દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે, જેમાં તમે સ્વચ્છ નદી અને ધોધના રૂપમાં બસ્તરની સુંદરતાનો આનંદ માણતા ઇતિહાસને જોઈ અને સમજી શકો છો. આ ફિલ્મ બસ્તરની આદિવાસી સંસ્કૃતિને પણ દર્શાવે છે, જેમાં નૃત્ય અને અન્ય પર્ફોર્મિંગ આર્ટનો પણ સમાવેશ થાય છે.

    જો કે ફિલ્મમાં એક કડવું સત્ય એ પણ છે કે કેટલાક લોકો એવા છે જેઓ આજે રાજાને સંપૂર્ણપણે ભૂલી ગયા છે અને તેમની તસવીરને પણ ઓળખતા નથી. તેના વિપરીત કેટલાક સ્થાનિક લોકો તો એવું પણ કહે છે કે બસ્તર આજે જે કંઈ પણ છે, તે રાજાજીના કારણે જ છે. લોકો એવું પણ કહે છે કે રાજા પ્રવીર ચંદ્ર ભંજદેવે હંમેશા લોકોને આપ્યું જ છે. ફિલ્મમાં બસ્તરના આધુનિક વિકાસ કાર્યો વિશે પણ બતાવવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં