કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે આજે, બુધવારે (10 મે 2023) મતદાન શરુ થઈ ગયું છે. ચૂંટણીમાં કુલ 2163 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જેમાંથી 2427 પુરુષો અને 185 મહિલાઓ છે. એક ઉમેદવાર અન્ય કેટેગરીમાં છે. રાજ્યમાં 5,30,85,566 કરોડ રજિસ્ટર્ડ મતદારો છે, જેમાં 2,66,82,156 પુરુષ ઉમેદવારો અને 2,63,98,483 મહિલા ઉમેદવારો છે. તો 4,927 વોટર્સ અન્ય શ્રેણીના છે.
કર્ણાટકના લોકોમાં ચૂંટણીને લઈને ઘણો ઉત્સાહ મળી રહ્યો છે. મતદાન સવારે 7 વાગ્યે શરુ થવાનું હતું અને મતદારો 6.30 વાગ્યામાં મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરના 58,545 મતદાન મથકો પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે.
ભાજપના 224 અને કોંગ્રેસના 223 ઉમેદવારો
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે સત્તારૂઢ બીજેપીએ તમામ 224 વિધાનસભા સીટો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે, તો વિપક્ષ પાર્ટી કોંગ્રેસે 223 ઉમેદવારો ઉતાર્યા છે. કોંગ્રેસે મેલુકોટે સીટ પર ઉમેદવાર નથી ઉતાર્યો. તો બીજી તરફ JDSએ કિંગમેકર બનવાની આશામાં 207 ઉમેદવારો ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીના 209 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તો બસપા, માકપા અને એનપીપીએ અનુક્રમે 133, 4 અને બે સીટો પર પોતાના ઉમેદવારો પર દાવ લગાવ્યો છે. કર્ણાટકમાં બીજેપી, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે મહત્વની લડાઈ થવાની શક્યતા છે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે કર્ણાટકના લોકોને રાજ્યમાં સુશાસન, વિકાસ અને સમૃદ્ધિ માટે મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બી.એસ. યેદિયુરપ્પા પોતાના પરિવાર સાથે શિકારીપુરના શ્રી હુચ્ચરાય સ્વામી મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. તેમના પુત્ર બી.વાય. વિજેન્દ્ર પણ વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. વોટિંગ બાદ યેદિયુરપ્પાએ કહ્યું કે “વિજયેન્દ્રને 40 હજારથી વધુ વોટ મળશે અને ભાજપ પૂર્ણ બહુમતીથી જીતશે.”
વિજય નગર, બેંગલુરુમાં વોટ આપવા પહોંચેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, “કર્ણાટકમાં ઉદ્યોગને વધુ પ્રોત્સાહન મળે એ માટે મેં ડબલ એન્જિન સરકાર માટે પોતાનો મત આપ્યો છે.” તો મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ પણ લોકોને મતદાનની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે “જે રીતે અમારી પાર્ટી, કાર્યકરો અને નેતાઓએ ચૂંટણી પ્રચાર કર્યો છે તેનાથી હું બહુ ખુશ છું.”