હવે જ્યારે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ લગભગ સ્પષ્ટ છે અને કોંગ્રેસ પાર્ટી પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પરત આવી છે. જો કે પાર્ટીના સમર્થકો ઉત્સાહમાં એવો દાવો કરી રહ્યા છે કે તેની અસર 2024ની લોકસભા ચૂંટણી પર પડશે, પરંતુ ઈતિહાસ પર નજર કરીએ તો એવું લાગતું નથી. 2018ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ મધ્યપ્રદેશમાં સૌથી મોટી પાર્ટી બની હતી. તેણે કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સરકારો બનાવી. પરંતુ, 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન ખરાબ રહ્યું.
2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ વિષે વાત કરીએ તો, જ્યાં કોંગ્રેસને 135 બેઠકો મળતી જોવા મળી રહી છે, ભાજપને 65 અને JDSને 20 બેઠકો મળતી જોવા મળી રહી છે. વોટ ટકાવારીની દૃષ્ટિએ કોંગ્રેસને 43.2% જ્યારે ભાજને 35.7% વોટ મળ્યા. જેડીએસનો વોટ શેર 13.3% છે. ચાલો તેની સરખામણી 2018ની વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે કરીએ.
2018 વિધાનસભા ચૂંટણી પરિણામના આંકડા
2018 વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ 104 બેઠકો સાથે એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી, જ્યારે બીજા સ્થાને રહેલી કોંગ્રેસને 80 બેઠકો મળી હતી. જ્યારે જેડીએસના 37 ઉમેદવારો જીત્યા હતા. આ રીતે આ વખતે બીજેપીને 39 અને જેડીએસને 17 સીટોનું નુકસાન થયું છે. વોટ ટકાવારીની વાત કરીએ તો 5 વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 36.35% વોટ મળ્યા હતા, કોંગ્રેસને 38.14% અને JDSને 18.3% વોટ મળ્યા હતા.
The BJP may be down in Karnataka but not out.
— Amit Malviya (@amitmalviya) May 13, 2023
A quick look at the comparative vote share of the BJP, Congress and JDS between 2018 and 2023.
BJP’s vote share has dropped to 35.8% from 36.2% in 2018, a drop of mere 0.4%.
Congress’s on the other hand has gone up by 4.8%, from…
હવે ચાલો જોઈએ કે વોટ શેરના સંદર્ભમાં કર્ણાટકમાં કોને ફાયદો થયો અને કોને હાર મળી. કોંગ્રેસનો વોટ શેર લગભગ 5% વધ્યો છે, જ્યારે JDSને 5% વોટનું નુકસાન થયું છે. એટલે કે જેડીએસને જેટલુ નુકશાન થયું છે તેટલો જ ફાયદો કોંગ્રેસને થયો છે. ભાજપના વોટ શેરમાં આવો કોઈ ઘટાડો નોંધાયો નથી, જેથી તેને સત્તા વિરોધી લહેર કહી શકાય. ભાજપનો વોટ શેર 1% પણ ઘટ્યો નથી.
હવે જ્યારે મોટાભાગના રાઉન્ડની ગણતરી લગભગ પતી જ ગઈ છે અને આંકડાઓ સ્થિર થવા માંડ્યા છે, ત્યારે માની શકાય કે આ આંકડાઓમાં વધુ કોઈ ફેરફાર થશે નહીં.