Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આ ચૂંટણી રામ મંદિર બનાવનારાઓ અને તેનું નિર્માણ અટકાવનારાઓ વચ્ચેની છે’: પૂર્વ...

    ‘આ ચૂંટણી રામ મંદિર બનાવનારાઓ અને તેનું નિર્માણ અટકાવનારાઓ વચ્ચેની છે’: પૂર્વ સીએમ રૂપાણી, કહ્યું- કોંગ્રેસ ગુજરાતમાંથી જ નહીં દેશમાંથી સાફ થઇ ગઈ

    પૂર્વ મુખ્યમંત્રી મોરબી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાના ચૂંટણી પ્રચાર માટેના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા.

    - Advertisement -

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ વખતે સ્વેચ્છાએ ચૂંટણી નથી લડી રહ્યા પરંતુ તેઓ આ વખતે ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક છે. દરમિયાન, મોરબીમાં ભાજપ ઉમેદવાર કાંતિ અમૃતિયા માટે પ્રચાર કરતાં પૂર્વ સીએમ રૂપાણીએ કહ્યું કે, આ ચૂંટણી અયોધ્યામાં રામ મંદિર બનાવનારાઓ અને તેના નિર્માણને અટકાવનારાઓ વચ્ચેની છે. 

    વિજય રૂપાણી કહે છે કે, આ ચૂંટણી કાંતિભાઈ કે જયંતીભાઈ નથી લડી રહ્યા, આ ચૂંટણી ભાજપ કે કોંગ્રેસ પણ નથી લડી રહ્યા. પરંતુ આ ચૂંટણી અયોધ્યામાં રામ મંદિર બનાવનારા અને તેનું કામ અટકાવનારાઓ વચ્ચેની છે. આ ચૂંટણી કાશ્મીરમાં કલમ 370 હટાવનારાઓ અને કલમ ન હટાવવાની માંગણી કરનારાઓની છે.” 

    પૂર્વ મુખ્યમંત્રી મોરબી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાના ચૂંટણી પ્રચાર માટેના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા. અહીં તેમણે કાંતિ અમૃતિયાને વિજયી બનાવવા માટે લોકોને અપીલ કરી હતી તેમજ કોંગ્રેસ પાર્ટી પર પણ પ્રહારો કર્યા હતા. 

    - Advertisement -

    વિજય રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ સાફ થઇ ગઈ છે. તે દિશાહીન પાર્ટી છે અને કોઈ મુદ્દા ન હોવાના કારણે હવાતિયાં મારે છે. 

    તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં એક તરફ વિકાસની રાજનીતિ કરતા, ભારત મહાસત્તા બને તેમજ સોમનાથ સહિત અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ કરી શુદ્ધ અને પવિત્ર ધર્મ જળવાઈ રહે તે માટે મથનારા લોકો અને બીજી તરફ ભારત મહાસત્તા ન બને અને દેશનો વિકાસ જ ન થાય તે માટે પ્રયત્નો કરતા લોકો છે. 

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારોએ પણ પ્રચાર માટે જોર લગાવ્યું છે. તમામ પાર્ટીઓ તરફથી મોટાભાગના ઉમેદવારોનાં નામો જાહેર કરી દેવાયાં છે, જેમાં પ્રથમ તબક્કાના તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધાં છે. 

    આ ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ તેમના મંત્રીમંડળના અન્ય દિગ્ગ્જ નેતાઓ નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ વગેરે નેતાઓ આ ચૂંટણીમાં ઉમેદવારી કરી રહ્યા નથી. ભાજપની યાદી જાહેર થાય તે પહેલાં જ આમાંથી મોટાભાગના નેતાઓએ સ્વેચ્છાએ ચૂંટણી ન લડવાની અને પોતાની જગ્યાએ બીજા ઉમેદવારોને તક આપવાની અપીલ કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં