દિલ્લીના રાજકારણમાં મનિષ સિસોદિયાની ધરપકડ બાદ અલગ અલગ દાવાઓ થઇ રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે કે મનિષ સિસોદિયાની ધરપકડ થયા બાદ દિલ્લીમાં બાળકો ખુબ જ દુખી છે. આમ આદમી પાર્ટીના ઘણા હોદ્દેદારોએ બાળકોના હાથથી લખેલા લાગણીશીલ પત્રો સોશિયલ મડિયામાં પોસ્ટ કરી રહ્યા છે.
“Respect is what we owe; love, what we give.” – Philip#ILoveManishSisodia #ManishChacha #manishsisodia pic.twitter.com/GveCqJ2frC
— Madhuri Rawat. Varshney (@madhuriaap) March 4, 2023
બાળકોના પત્રો વાયરલ કર્યા બાદ પણ લોકોનો મિશ્ર પ્રતિસાદ આવ્યો હતો, જેમાં ઘણા લોકોએ એ પણ કહ્યું હતું કે તેમની ધરપકડ શરાબ ઘોટાળાના કારણે થઇ છે, નહીં કે શિક્ષણના કોઈ વિભાગને લઈને. તમને જણાવી દઈએં કે મનિષ સિસોદિયા નવી દારૂનીતિમાં થયેલા કથિત ઘોટાળાના કારણે સીબીઆઈની કસ્ટડીમાં છે.
સોશિયલ મીડિયામાં હાલમાં એક વિડીયો વાયરલ થઇ રહો છે, જે આમ આદમી પાર્ટીની પોલ ખોલી રહ્યો છે. વિડીયો ક્યાંનો છે તે હજુ જાણી શકાયું નથી, પરંતુ દિલ્લીની કોઈ શાળાનો હોવાનું કહેવાય રહ્યું છે. જેમાં એક ટેબલ પાસે એક શિક્ષિકા બાળકોને સમજાવી રહી છે કે આપણા શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાની ખોટી રીતે ધરપકડ થઇ છે. હવે તમારે પત્ર લખવાનો છે કે સરકાર તેમને જલ્દીથી જલ્દી છોડી મુકે. વિડીયોમાં જોઈ શકાય છે કે બાળક આ તમામ ઘટનાથી અજાણ છે, છતાં શિક્ષિકા તેમને સમજાવીને લખવી રહી છે. એક તરફ શિક્ષિકા બોલી રહી છે, તેમ તેમ બાળક લખી રહ્યું છે.
मनीष चाचा के प्रोपेगंडा के लिए स्कूली बच्चों को इस तरह से इस्तेमाल किया जा रहा है @KanoongoPriyank pls note#TheKejriwalFiles pic.twitter.com/fa0HmvYHJ5
— The Kejriwal Files (@KejriwalFiles) March 4, 2023
આ વિડીયો વાયરલ થવાના કારણે લોકો હવે આમ આદમી પાર્ટી પર હુમલો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે મનિષ સિસોદિયાના સમર્થનમાં બાળકો દ્વારા લખેલા લાગણીશીલ પત્રો ખોટા છે. ઘણા લોકોએ આ બાબતે બાળ અધિકારના રાષ્ટ્રીય ચેરપર્સનને ટેગ કરી કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. તો ઘણા લોકોએ તો આ બાળકોનો દુરપયોગ થયો તેમ પણ જણાવ્યું હતું. આ બાબતે NCPCRએ કાર્યવાહી કરવા માટે કહ્યું છે.
The National Commission for Protection of Child Rights writes to the Delhi Chief Secretary & Commissioner of Police to probe & take action against AAP leader Atishi for using children & for posting “picture of minor” on Twitter for alleged political agenda.
— ANI (@ANI) March 3, 2023
આ બધા ડ્રામા વચ્ચે હકીકતએ છે કે, હાલમાં મનિષ સિસોદિયા સીબીઆઈની કસ્ટડીમાં છે. કોર્ટે પણ મનિષ સિસોદિયાને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. જાણકારોનું માનીએ તો મનિષ સિસોદિયાની મુશ્કેલીઓ વધવાની જ છે. આ બાબતની જાણ કેજરીવાલને હોવાન કારણે જ તેની પાસેથી રાજીનામું લઇ લીધું છે. હાલમાં કેજરીવાલ માટે પણ ખુબ જ મુશ્કેલીનો સમય માનવામાં આવે છે. મનિષ સિસોદિયા પહેલા કેજરીવાલના ખાસ સત્યેન્દ્ર જૈન પણ છેલ્લા 10 મહિનાથી જેલમાં છે.