Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતીય સૈનિકોએ લાઠીઓ વરસાવી, ભાગી દુશ્મન સેના: વીડિયો તવાંગનો હોવાનું કહેવાઈ રહ્યું...

    ભારતીય સૈનિકોએ લાઠીઓ વરસાવી, ભાગી દુશ્મન સેના: વીડિયો તવાંગનો હોવાનું કહેવાઈ રહ્યું છે, શું 9 ડિસેમ્બરે ચીનીઓને ખરેખર આ રીતે ફટકારવામાં આવ્યાં હતા?

    નોંધનીય છે કે 9 ડિસેમ્બર 2022ના રોજ ચીની સૈનિકોએ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં LAC પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ 17000 ફૂટની ઉંચાઈ પર ભારતીય જવાનોએ તેમને આગળ વધતા રોક્યા હતા.

    - Advertisement -

    9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય સૈનિકો અને ચીની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. તવાંગ સેક્ટરના યાંગત્સે વિસ્તારમાં LAC પાર કરવાનો પ્રયાસ કરનાર ચીની સૈનિકોને ભારતીય સૈનિકોએ તેમની ચોકીઓ પર પાછા જવાની ફરજ પડી હતી. તેવામાં હવે ચીની સેનાને ફટકારતી ભારતીય સેનાનો વિડીયો વાયરલ થયો છે. કેટલાક લોકો 2 મિનિટ 20 સેકન્ડના આ વીડિયોને તવાંગ સેક્ટરમાં અથડામણ સાથે જોડીને શેર કરી રહ્યા છે.

    આ વીડિયોમાં ભારતીય સૈનિકો દુશ્મનો સાથે લડતા જોવા મળે છે. દુશ્મન સૈનિકો બેરિકેડ તોડીને ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા જ ભારતીય સૈનિકો તેમની સામે અભેદ્ય દિવાલની જેમ ઉભા થઈ જાય છે. પછી દે દનાદન એટલી લાઠીઓ વરસાવે છે કે દુશ્મન સૈનિકો ભાગી જાય છે. ચીની સેનાને ફટકારતી ભારતીય સેનાનો વિડીયો વાયરલ થયા બાદ તેને શેર કરતા પત્રકાર રૂબિકા લિયાકત લખે છે કે, “આ ભારતીય સૈનિકો છે અને જે લોકો માર ખાઈ રહ્યા છે તે દુશ્મનો છે.”

    વીડિયો શેર કરતાં ‘બાબા બનારસી’ નામના યૂઝરે લખ્યું, “300+ ચીની સૈનિકો વિરુદ્ધ આશરે 100 ભારતીય સૈનિકો. તવાંગ ભારતીય સેનાની બહાદુરીનું સાક્ષી બન્યું. આ ક્લિપ અદ્ભુત છે.

    - Advertisement -

    અન્ય એક યુઝરે વીડિયો શેર કરીને ટ્વીટ કર્યું કે, આ ભારતીય સેના દ્વારા રિલીઝ કરવામાં આવેલ તવાંગનું ટ્રેલર છે. આખી ફિલ્મ ટૂંક સમયમાં અક્સાઈ ચીનથી રિલીઝ થશે.”

    વાયરલ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે સ્પષ્ટ નથી. પત્રકાર શિવ અરુરે કહ્યું કે આ વીડિયો 9 ડિસેમ્બરનો નથી.

    જિયો-સ્ટ્રેટેજિક એક્સપર્ટ મેજર અમિત બંસલ (નિવૃત્ત)એ પણ આને જૂનો વીડિયો ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે યાંગત્સે પ્રદેશમાં જ્યાં 9 ડિસેમ્બરે અથડામણ થઈ હતી તે વિસ્તાર હાલમાં બરફથી ઢંકાયેલો રહે છે.

    પત્રકાર આદિત્ય રાજ ​​કૌલે પણ આ વીડિયો જૂનો હોવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

    નોંધનીય છે કે 9 ડિસેમ્બર 2022ના રોજ ચીની સૈનિકોએ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં LAC પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ 17000 ફૂટની ઉંચાઈ પર ભારતીય જવાનોએ તેમને આગળ વધતા રોક્યા હતા. જેને લઈને ચીની સેનાને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ આ અથડામણમાં ચીનના 300 થી વધુ સૈનિકો સામેલ હતા. પરંતુ ભારતના માત્ર 50 સૈનિકોએ તેમનો રસ્તો રોક્યો હતો. લગભગ અડધા કલાકમાં ભારતીય સેનાની બેકઅપ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ પછી બંને દેશો વચ્ચે અથડામણ થઈ અને ચીની સૈનિકોને પાછા ફરવું પડ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં