Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ₹1.58 લાખ કરોડનું રોકાણ, 1 લાખ સીધી નોકરીઓ: ગુજરાત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું હબ...

    ₹1.58 લાખ કરોડનું રોકાણ, 1 લાખ સીધી નોકરીઓ: ગુજરાત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું હબ બનશે, વેદાંતા-ફોક્સકોન સ્થાપશે પ્લાન્ટ

    વેદાંતના ચેરમેને ટ્વીટ કર્યું કે ભારતની પોતાની સિલિકોન વેલી હવે એક ડગલું નજીક છે. તેમણે કહ્યું, “ભારત માત્ર તેના લોકોની જ નહીં, પરંતુ સમુદ્ર પારના લોકોની પણ ડિજિટલ જરૂરિયાતો પૂરી કરશે.

    - Advertisement -

    વેદાંત લિમિટેડે તેના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતની પસંદગી કરી છે. વેદાંતાએ આ પ્રોજેક્ટ માટે તાઇવાન સ્થિત ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક ફોક્સકોન સાથે $20 બિલિયન (રૂ. 1.58 લાખ કરોડ)ના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટૂંક સમયમાંજ વેદાંતા ફોક્સકોન ₹1.58 લાખ કરોડ રોકીને પ્લાન્ટ સ્થાપીને 1 લાખ સીધી નોકરીઓ આપશે

    તેમણે લખ્યું હતું કે, “વેદાંતા-ફોક્સકોને ભારતમાં મજબૂત મેન્યુફેક્ચરિંગ બેઝ બનાવવા માટે તેના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે ગુજરાતને પસંદ કર્યું છે. આશરે રૂ. 1.54 લાખ કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્ય સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.”

    સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું કે આ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સહકાર આપશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટથી 1 લાખ પ્રત્યક્ષ કુશળ રોજગાર પ્રદાન કરવા ઉપરાંત ભારતની ઈલેક્ટ્રોનિક આયાતમાં ઘટાડો થવાની અપેક્ષા છે. તે દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મદદ કરશે. આ ઉપરાંત અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, “વેદાંતને આટલી ઝડપથી જોડવામાં મદદ કરવા બદલ ગુજરાત સરકાર અને કેન્દ્રીય IT મંત્રીનો હું ખૂબ જ આભાર માનું છું. ભારતની ટેક્નોલોજી ઇકોસિસ્ટમનો વિકાસ થશે, જે નવા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ દ્વારા દરેક રાજ્યને લાભ આપશે.”

    - Advertisement -

    વેદાંતના ચેરમેને ટ્વીટ કર્યું કે ભારતની પોતાની સિલિકોન વેલી હવે એક ડગલું નજીક છે. તેમણે કહ્યું, “ભારત માત્ર તેના લોકોની જ નહીં, પરંતુ સમુદ્ર પારના લોકોની પણ ડિજિટલ જરૂરિયાતો પૂરી કરશે. ચિપ ટેકરથી ચિપ મેકર સુધીની સફર સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. જય હિંદ!”

    ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં રેલ્વે, સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં આ પ્લાન્ટ સ્થાપવા બંને કંપનીઓ $20 બિલિયનનું રોકાણ કરશે. તેનાથી એક લાખ રોજગારીની તકો ઉભી થશે.

    નોંધનીય છે કે રોઈટર્સે એપ્રિલમાં અહેવાલ આપ્યો હતો કે કંપનીએ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત પાસેથી નાણાકીય સબસિડી અને ઓછી કિંમતની વીજળીની માંગ કરી હતી. વેદાંતે 99 વર્ષના ભાડાપટ્ટે લગભગ 1000 એકર જમીનની માંગણી કરી હતી. મહારાષ્ટ્ર, તેલંગાણા અને કર્ણાટક જેવા રાજ્યો પણ આ પ્રોજેક્ટની રેસમાં હતા. કંપનીએ 20 વર્ષ માટે નિયત કિંમતે વીજળી આપવાનું પણ કહ્યું હતું. સબસિડીની સાથે વેદાંતને ઓછા ટેરિફ પર વીજળી માટે પણ મંજૂરી મળી ગઈ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં