દેશમાં ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ હશે જેને વર્ષ 2011માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતે જીતેલો ક્રિકેટ વર્લ્ડકપ યાદ નહીં હોય. તેમાં પણ ખાસ તત્કાલીન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો (MS Dhoni) વિનિંગ શોટ આજે 12 વર્ષે પણ ક્રિકેટપ્રેમીઓ વાગોળે છે ત્યારે ઉત્સાહિત થઇ જાય છે. તેવામાં ક્રિકેટ રસિયાઓ માટે રાજીપાના સમાચાર સામે આવ્યા છે. વાનખેડે સ્ટેડિયમમાં 2011માં જ્યાં MS ધોનીની વિનિંગ સિક્સનો બોલ પડ્યો હતો ત્યાં મેમોરિયલ બનાવવાનો નિર્ણય મુંબઈ ક્રિકેટ એસોસીએશને લીધો છે. વાનખેડે સ્ટેડિયમ સ્થિત આ વિક્ટ્રી મેમોરિયલ ક્રિકેટ રસિયાઓને તે ક્ષણોની સ્મૃતિ તાજી કરાવતું રહેશે.
#WATCH | Mumbai: MS Dhoni inaugurates 2011 World Cup victory memorial at the Wankhede stadium
— ANI (@ANI) April 7, 2023
Memorial has been built at the location where MS Dhoni’s historic winning six from 2011 WC had landed in the stands pic.twitter.com/PEGSksnWNa
અહેવાલો અનુસાર, વાનખેડે સ્ટેડિયમ ખાતેનું આ વિક્ટ્રી મેમોરિયલ (vankhede Stadium victory Memorial) મહેન્દ્રસિંહ ધોનીના સન્માનમાં બનાવવામાં આવશે. ધોનીના બેટથી મારવામાં આવેલી વર્લ્ડ કપ વિનિંગ સિક્સ આવીને જ્યાં પડી હતી, તે જગ્યાની 5 ખુરશીઓને હટાવી લેવામાં આવશે. અહીં નોંધનીય છે કે વિશ્વભરનાં ક્રિકેટ સ્ટેડિયમોમાં સ્ટેન્ડ અને પેવેલિયન અનેક ખેલાડીઓના નામે છે. પરંતુ ભારતમાં આ પહેલી વખત કોઈ ખેલાડીના સન્માનમાં વિકટ્રી મેમોરીયલ બનાવવામાં આવી રહ્યું છે.
Mumbai| 2011 World Cup victory memorial will be built at the site where Dhoni’s winning six had landed in Wankhede stadium. 5 chairs of MCA (Mumbai Cricket Association) pavilion stand will be removed for this(seat number J282 -J286). Today, MS Dhoni will be felicitated at the… pic.twitter.com/5VylzzFoPA
— ANI (@ANI) April 7, 2023
શું થયું હતું 2011ના તે વર્લ્ડ કપમાં?
2011નો ક્રિકેટ વર્લ્ડ કપ ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં રમાયો હતો અને ફાઇનલ હતી ભારત અને શ્રીલંકા વચ્ચે. આ મેચ મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રીલંકા વિરુદ્ધ ફાઈનલમાં ટીમ ઇન્ડિયા ગૌતમ ગંભીરના 97 રન અને મહેન્દ્રસિંહ ધોનીના 91 રનની મદદથી જીતી ગયું હતું અને 28 વર્ષ બાદ વિશ્વકપ ઉપાડ્યો હતો. તે પહેલાં 1983માં કપિલ દેવની આગેવાનીમાં ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતી હતી.
2011ની ફાઇનલમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લઈને 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 274 રન બનાવ્યા હતા. તેમના તરફથી માહેલા જયવર્ધને 103 નોટઆઉટ, કેપ્ટન કુમાર સંગાકારાએ 48, નુવાન કુલસેખરાના 32 અને થીસારા પરેરાએ 22 રન કરીને શ્રીલંકાને 274 રન અપાવ્યા હતા. જયારે યુવરાજસિંહ અને ઝહીર ખાને 2-2 અને હરભજન સિંહે 1 વિકેટ લીધી હતી.
275 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાના બે ટોચના બેટર (Team India) સહેવાગ (0 રન) અને સચિન તેંદુલકર (18 રન) આઉટ થઈ જતાં ક્રિકેટ પ્રેમીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. ત્યારબાદ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીની 83 રનની ભાગીદારીએ ટીમને લય આપ્યો હતો. દરમિયાન ગૌતમ ગંભીરે 122 બોલમાં 97 રન ફટકાર્યા અને કેપ્ટન ધોની સાથે ચોથી વિકેટ માટે 109 રનની ભાગીદારી કરી. ત્યારબાદ ધોની અને યુવરાજે (21 રન નોટ આઉટ) 54 રનની ભાગીદારી કરી. જેની મદદથી ભારત ફાઇનલ જીત્યું હતું. તેમાં પણ ધોની દ્વારા મારવામાં આવેલા છેલ્લા વિનિંગ સિક્સ ક્રિકેટ રસિયાઓના માનસપટ પર હમેશા માટે અંકિત થઈ ગઈ. મહેન્દ્ર સિંહ ધોની 79 બોલમાં 91 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા.