દિલ્હીની કેજરીવાલ સરકારના મંત્રી હિંદુઓના ધર્માંતરણ માટેના કાર્યક્રમમાં દેખાયા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સવારે રાજ્યમાં વિવિધ શહેરોમાં કેજરીવાલનાં પોસ્ટરો લાગવાનો મામલો સામે આવ્યો હતો તો હવે વડોદરામાં રસ્તા પર ‘કેજરીવાલ ગો બેક’ના નારા ચીતરવામાં આવ્યા છે.
गुजरात – “हिंदू विरोधी अरविंद केजरीवाल गो बैक” ये नारा बड़ौदा की सड़कों पर लिखा गया है, गुजरात में अरविंद केजरीवाल के ख़िलाफ़ ज़बरदस्त ग़ुस्सा दिखाई दे रहा है. #RajendraPalGautam pic.twitter.com/AJxWoGwmwi
— Vikas Bhadauria (@vikasbha) October 8, 2022
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુજરાત આવ્યા છે. સવારે દાહોદમાં એક સભા કર્યા બાદ સાંજે વડોદરામાં પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જોકે, કેજરીવાલના આગમન પહેલાં રસ્તાઓ પર ‘હિંદુ વિરોધી કેજરીવાલ ગો બેક’ના નારા લખવામાં આવ્યા હતા.
ગુજરાત હિંદુત્વની પાઠશાળા છે ત્યાં તાહિર હુસૈનની પાર્ટી આમ આદમી પાર્ટીના કેજરીવાલની કોઈ જરૂર નથી. pic.twitter.com/On4zMGo4Yw
— Dr Sanam Patel (@sanampatel3) October 8, 2022
સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, આ નારા વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે માર્કેટ ચાર રસ્તા પર લખવામાં આવ્યા હતા.
Meanwhile in Gujarat, slogans of “HINDU VIRODHI ARVIND KEJRIWAL GO BACK” are being written on the streets of Vadodara. There is tremendous anger against Arvind Kejriwal in the State.#RajendraPalGautam pic.twitter.com/7J2ktfsjKX
— Priti Gandhi – प्रीति गांधी (@MrsGandhi) October 8, 2022
ટ્વિટર પર પ્રીતિ ગાંધીએ આ તસ્વીરો શૅર કરીને લખ્યું કે, ગુજરાતના વડોદરામાં ‘હિંદુ વિરોધી અરવિંદ કેજરીવાલ ગો બેક’ના નારા રસ્તાઓ ઉપર લખવામાં આવી રહ્યા છે. રાજ્યમાં અરવિંદ કેજરીવાલ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આજે સવાર થતાંની સાથે જ ગુજરાતનાં વિવિધ શહેરોમાં લાગેલાં કેજરીવાલના પોસ્ટરોની તસ્વીરો સોશિયલ મીડિયા પર ફરતી થઇ ગઈ હતી. જેમાં અરવિંદ કેજરીવાલના માથે ગોળ ટોપીવાળા ફોટા સાથે ‘હું હિંદુ ધર્મને પાગલપન માનું છું’, ‘હું બ્રહ્મા-વિષ્ણુ-મહેશ અને રામ-કૃષ્ણને મનીષ નહીં’ અને ‘હું શ્રાદ્ધ ક્રિયા કે પિંડદાન નહીં કરું’ જેવાં લખાણો લખવામાં આવ્યાં હતાં. આ પોસ્ટરોની તસ્વીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.
આ સમગ્ર વિવાદ દશેરાના દિવસે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમથી શરૂ થયો હતો, જેમાં લગભગ 10 હજાર હિંદુઓને એકઠા કરીને બૌદ્ધ ધર્મમાં પરિવર્તિત થવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જેમાં સ્ટેજ પરથી હિંદુઓને તેમના દેવતાઓને ઈશ્વર ન માનવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા તો ધર્મને નરક પણ ગણાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર કેજરીવાલ સરકારના મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમ પણ ઉપસ્થિત રહ્યા હતા.
તેમનો અન્ય એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે 2025 સુધીમાં તેઓ 10 કરોડ હિંદુઓને બૌદ્ધ ધર્મમાં પરિવર્તિત કરવા માંગે છે. જેને લઈને ગુજરાતના હિંદુઓમાં રોષ જોવા મળી રહ્યો છે.