Wednesday, April 24, 2024
More
  હોમપેજક્રાઈમ'આજા, સ્કુટર પર બેઠજા': વડોદરામાં ફૂલનો વેપાર કરતી પરણિત હિંદુ મહિલાને એકલી...

  ‘આજા, સ્કુટર પર બેઠજા’: વડોદરામાં ફૂલનો વેપાર કરતી પરણિત હિંદુ મહિલાને એકલી જોઈ ગેરેજ ચલાવતો યાસીન શેખ બિભીત્સ ઈશારા કર્યા કરતો, પોલીસે ગુનો નોંધ્યો

  હજુ સુરતમાં સગીરાની છેડતીનો બનાવ લોકો ભૂલ્યા નથી ત્યાં જ વડોદરામાં ફૂલનો વેપાર કરતી પરણિત હિંદુ મહિલાને એકલી જોઈ યાસીન શેખે બિભીત્સ ઈશારા કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.

  - Advertisement -

  છેલ્લા કેટલાક સમયથી હિંદુ સગીરાઓ અને મહિલાઓ બિનહિંદુઓ દ્વારા સતત બળાત્કાર અને છેડતી જેવી ઘટનાઓનો ભોગ બની રહી છે. હજુ સુરતમાં સગીરાની છેડતીનો બનાવ લોકો ભૂલ્યા નથી ત્યાં જ વડોદરામાં ફૂલનો વેપાર કરતી એકલી જોઈને પરણિત હિંદુ મહિલાની યાસીન શેખે બિભીત્સ ઈશારા કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.

  મળતી માહિતી અનુસાર વડોદરામાં ફૂલનો વેપાર કરતી પીડિત હિંદુ મહિલા સામાન્ય રીતે પોતાના સાસુ સાથે દુકાને આવતા જતા હોય છે. પરંતુ ગઈકાલે કોઈ કારણોસર સાસુમા ન આવી શકતા પીડિતા એકલા દુકાન પર જવું પડ્યું હતું. તેવામાં ધુળધોયા વાડી વિસ્તારના ફતેપુરા ખાતે રહેતા અને ગેરેજ ચલાવતા યાસીન શેખ નામના મુસ્લિમ યુવકે આ હિંદુ મહિલાની છેડતી કરી હતી.

  ગુજરાત સમાચારે આપેલા અહેવાલ મુજબ વડોદરામાં હિંદુ મહિલાની છેડતી મામલે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ગઈ કાલે બપોરે ચાર વાગ્યે પીડિત હિંદુ પરિણીતા તેના સાસુ, સસરા, કાકી સાસુ તથા મામી સાસુ સાથે રોડ પર ઉભી હતી. તે જ સમયે યાસીન સ્કૂટર લઇને આવ્યો હતો. તેણે ઇશારો કરી પરિણીતાને સ્કૂટરની પાછળ બેસી જવા માટે જણાવ્યું હતું. આ અગાઉ પણ અનેક વાર પરિણીતાને એકલી જોઈ યાસીન શેખ તેને બીભત્સ ઇશારા કરતો હતો. આ મામલે પોલીસે ધારાધોરણ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

  - Advertisement -

  આ પહેલા નવાપુરામાં મહંમદ હુસૈન શેખે હિંદુ પરિણીતાનો દુષ્કર્મ કર્યો હતો

  નોંધનીય છે કે આ પહેલા પણ વડોદરામાં આ પ્રકારની એક ઘટના સામે આવી હતી, જેમાં મુસ્લિમ આરોપી દ્વારા પરણિત હિંદુ મહિલા સાથે બળાત્કાર અને ધાક-ધમકી આપવાની ઘટના સામે આવી હતી. પરિણીતાને ધમકાવીને દુષ્કર્મ આચરનારા મુસ્લિમ યુવકને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. આરોપી મહંમદ હુસૈન શેખે નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાને એસિડ અટેકની અને તેના પુત્રને જાનથી મારી નાખવી ધમકી આપી હતી. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

  આરોપીની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે કેસની ઊંડાણપૂર્વકની તપાસ કરવાની હોઈ પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને એમ પણ કહ્યું હતું કે, આરોપીને કોઈએ મદદ કરી છે કે કેમ તેમજ કોઈએ આર્થિક મદદ પૂરી પાડી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. જોકે, કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા. ત્યારબાદ તેને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

  આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, વડોદરામાં હિંદુ પરિણીતાને નવાપુરા અંસારી મહોલ્લામાં રહેતો મહંમદ હુસૈન શેખ દોઢ છેલ્લા વર્ષથી હેરાન કરતો હતો. મહિલા જ્યારે પણ બહાર નીકળતી તે તેનો પીછો કરીને છેડતી કરતો હતો. એકવાર તેણે એક ચિઠ્ઠીમાં પોતાનો નંબર લખીને નાના બાળક મારફતે મહિલાને મોકલીને ફોન કરવા માટે કહ્યું હતું. મહિલાએ કોઈ દાદ ન આપતાં એક દિવસ તેને રોકીને ‘ફોન નહીં કરે તો તારા પુત્રને મારી નાંખીશ’ એવી ધમકી આપી હતી.

  ધમકીથી ગભરાઈ ગયેલી મહિલાએ પછીથી મહંમદને ફોન કર્યો હતો. ત્યારબાદ આરોપી મહિલાને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપીને અવારનવાર મળવા માટે દબાણ કરતો હતો. મહિલાની ફરિયાદ અનુસાર, ગત 23 એપ્રિલે મહિલાનો પતિ ઘરમાં ન હોવાનું જાણતાં મહંમદ રાત્રે 2 વાગ્યે તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. જો તે કોઈને આ અંગે કહે તો તેના સંતાનને જાનથી મારી નાખવાની ફરી ધમકી આપી હતી. આ ઉપરાંત, તેણે પીડિતાને એસિડ અટેકથી ચહેરો કદરૂપો કરી નાખવાની ધમકી આપી હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં