Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતહિંદુ મહિલાઓનું અપમાન, હિંદુ સંગઠનો વિશે અભદ્ર ટિપ્પણી: વડોદરાના કોંગ્રેસ નેતાએ જૂના...

    હિંદુ મહિલાઓનું અપમાન, હિંદુ સંગઠનો વિશે અભદ્ર ટિપ્પણી: વડોદરાના કોંગ્રેસ નેતાએ જૂના વીડિયોના આધારે કરી વિવાદાસ્પદ પોસ્ટ, નેટિઝન્સે ઉધડો લીધો

    કોંગ્રેસ નેતાએ કરેલી પોસ્ટમાં પણ ઘણા લોકોએ જણાવ્યું હતું કે વીડિયો ગયા વર્ષનો છે અને જે બદલ આયોજકોએ માફી પણ માંગી લીધી હતી. જોકે, તેમ છતાં આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં પોસ્ટ હટાવવામાં આવી નથી.

    - Advertisement -

    નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે વડોદરાના એક કોંગ્રેસી નેતાએ હિંદુઓ અને હિંદુ સંગઠનોને ટાર્ગેટ કરીને અભદ્ર ટિપ્પણી કરતી એક વિવાદિત પોસ્ટ કરી છે. ભાવિક અમીને એક જૂના વીડિયોનો સહારો લઈને તેમણે હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ વિશે આપત્તિજનક શબ્દો વાપર્યા અને તેમની સરખામણી વ્યંઢળો સાથે કરી હતી. 

    ભાવિક અમીને પોતાની ફેસબુક વૉલ પરથી એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, “ભક્તોની બેન-દિકરીઓ અને ભક્તાણીઓએ ખુલ્લેઆમ કહ્યું કે, “મુજે પ્યાર હુઆ અલ્લાહ મિયાં.. હવે પૈદાશી *& હિંદુ સંગઠનો શું કરશે?” 

    ઉલ્લેખનીય છે કે અમીને જે વીડિયો પોસ્ટ કર્યો છે તેમાં એક સમૂહ ગરબા ગાતું નજરે પડે છે અને બેકગ્રાઉન્ડમાં ‘મુજે પ્યાર હુઆ અલ્લાહ મિયાં’ ગીત વાગી રહ્યું છે. પરંતુ નોંધવા જેવી બાબત એ છે કે આ વીડિયો આ વર્ષનો નથી અને જૂનો છે. જોકે, તે ક્યાંનો છે તે વિશે જાણકારી મળી શકી નથી પરંતુ ગયા વર્ષે પણ આ જ વીડિયો ફરતો થયો હતો. 

    - Advertisement -

    કોંગ્રેસ નેતાએ કરેલી પોસ્ટમાં પણ ઘણા લોકોએ જણાવ્યું હતું કે વીડિયો ગયા વર્ષનો છે અને જે બદલ આયોજકોએ માફી પણ માંગી લીધી હતી. 

    આ સિવાય ઘણા લોકોએ કૉમેન્ટ સેક્શનમાં ઊધડો લીધો હતો અને મહિલાઓ અને હિંદુ સંગઠનોના અપમાન બદલ ખરી-ખોટી સંભળાવી હતી. 

    બીજી તરફ, ઘણા એવા પણ લોકો જોવા મળ્યા તેમણે આ પોસ્ટનું અને વિચારોનું સમર્થન કર્યું હોય અને મજાક ઉડાવી હોય. 

    જોકે, આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં હજુ પણ પોસ્ટ જોવા મળે છે અને કોંગ્રેસ નેતાએ તેને હટાવી નથી. 

    નોંધનીય છે કે ગયા વર્ષે નવરાત્રિ દરમિયાન અનેક ગરબા ગ્રાઉન્ડમાં મુસ્લિમ યુવકો ઘૂસી ગયા બાદ અને હોબાળો મચ્યા બાદ હિંદુ સંગઠનો આ વર્ષે વધુ સતર્ક બન્યાં છે અને માતાજીના ગરબામાં બિનહિંદુઓ ઘૂસી ન જાય તે માટે તિલક અને અન્ય પ્રકારના નિયમો પણ લાગુ કરવામાં આવી રહ્યા છે. પરંતુ બીજી તરફ ડાબેરીઓ, ઈસ્લામીઓ અને કૉંગ્રેસીઓનો એક વર્ગ આ માટે સંગઠનોને જ ટાર્ગેટ કરતો જોવા મળે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં