કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ તેઓ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ કરી રહ્યા છે. આ યાત્રા માટે તેમણે આંદોલનજીવીઓ તરફથી સમર્થન પણ એકત્ર કર્યું છે. યાત્રા પહેલા બોલાવવામાં આવેલી સભામાં યોગેન્દ્ર યાદવ સહિત તેમના ઘણા સાથીદારો એકઠા થયા હતા. આવો જાણીએ કે કેવીરીતે કોંગ્રેસ પાર્ટી ‘ટુકડે-ટુકડે ગેંગ’ના કાર્યકરો સહિત કયા અંદોલનજીવીઓની મદદથી આ યાત્રાને સફળ બનાવવાનું વિચારી રહી છે. આમાં એ જ લોકોનો સમાવેશ થાય છે જેઓ CAA વિરોધી રહ્યા છે અને ‘કિસાન આંદોલન’ સહિત ઘણા અર્થહીન પ્રદર્શનોનો ભાગ રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને સફળ બનાવવા આંદોલનજીવીઓ મેદાનમાં જોવા મળી રહ્યા છે.
તેમાંથી કેટલાક વામપંથીઓ છે તો કેટલાક પોતાને સમાજવાદી ગણાવે છે અને કેટલાકે ગાંધીવાદીનો ડગલો પહેર્યો છે. આ યાદીમાં પહેલું નામ યોગેન્દ્ર યાદવનું છે, જે ‘કિસાન આંદોલન’ દરમિયાન CAA અને ખેડૂતના વિરોધ દરમિયાન એક્ટીવિસ્ટ બન્યા હતા. તેમને આંદોલનકારીઓના ‘રાજા બાબુ’ પણ કહેવામાં આવે છે. તેમના સિવાય મેધા પાટકર પણ છે. હા એ જ મેધા પાટકર કે જેમણે નર્મદા બચાવવાના નામે આંદોલન કરીને કચ્છની જનતાને દાયકાઓ સુધી પાણી માટે ટટળાવે રાખી હતી.
મેધા પાટકરનો જૂનો વ્યવસાય પર્યાવરણના નામે વિકાસના પ્રોજેક્ટ અટકાવીને લોકોને હેરાન કરવાનો છે. તાજેતરમાં AAP દ્વારા તેમને ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ બળવાને કારણે આ અટકળોને અટકાવી દેવામાં આવી હતી. ત્યારબાદ આગલું નામ અરુણા રોયનું નામ આવે છે, જેનો જન્મ સરકારી અધિકારીઓના પરિવારમાં થયો હતો અને તે પોતે પણ IAS રહી ચૂકી છે. તે ‘મઝદૂર કિસાન શક્તિ સંગઠન’ ચલાવે છે.
‘અર્બન નકસલાઈટ્સ’ના સમર્થક અરુણા રોય ગાંધી પરિવારના જૂના વફાદાર છે અને યુપીએના સમયમાં દેશ ચલાવવા માટે સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળની સલાહકાર સમિતિના સભ્ય રહી ચૂક્યા છે. તેમણે NDTV પર આવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું અને રમખાણોના આરોપીઓનો બચાવ કર્યો હતો. ‘ભારત જોડો યાત્રા’માં બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જજ બી.જી. કોલસે પાટીલ પણ રાહુલ ગાંધી સાથે છે. નિવૃત્તિ બાદ તેઓ રાજકારણમાં પણ પોતાનું નસીબ અજમાવી ચુક્યા છે.
CAA વિરોધી રેલી દરમિયાન તેમણે મુસ્લિમોને ઉશ્કેર્યા હતા અને કહ્યું હતું કે તમારી વસ્તી 20-25 કરોડ છે, તેથી પોલીસથી ડરવું જોઈએ નહીં. ત્યાર બાદ આગલું નામ અલી અનવર અન્સારીનું આવે છે, જે પસમંદા મુસ્લિમોના નામે પોતાનો “ઠેકો” ચલાવે છે. હાલમાં તેઓ બિહારમાં જનગણના અભિયાનમાં પણ સક્રિય છે. મહાત્મા ગાંધીના પુત્ર મણિલાલના પૌત્ર તુષાર ગાંધી પણ આ ભારત જોડો યાત્રાને સમર્થન આપે છે. તેમણે પણ વામપંથી આતંકવાદીઓનો બચાવ કર્યો હતો.
તાજેતરમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરનારા ડૉ. સુનિલમ પણ રાહુલ ગાંધીની યાત્રાના સમર્થનમાં છે. તેમણે ગુજરાત રમખાણોમાં નિર્દોષોને ફસાવવાનું કાવતરું ઘડનાર મેધા પાટકર અને તિસ્તા સેતલવાડનો બચાવ કર્યો હતો. સફાઈ કામદારોના નામે પોતાની દુકાન ચલાવતા બેઝવાડા વિલ્સનનું નામ પણ આમાં સામેલ છે જે પોતે અર્બન નક્સલવાદીઓના મોટા સમર્થક છે.
#WATCH | “India is intact. We’re one nation. Congress disintegrated India in 1947. If Rahul Gandhi has any regret that his grandfather made a mistake, there’s no use of Bharat Jodo Yatra in India. Try to integrate Pakistan, Bangladesh & work for Akhand Bharat..,” says Assam CM. pic.twitter.com/W1ZbWV4rOG
— ANI (@ANI) September 7, 2022
હવે આપણે દેવનુરા મહાદેવ પર આવીએ, જે કન્નડ લેખક છે અને તેમણે મોદી સરકાર પર ઉદ્યોગપતિઓના હિત માટે કામ કરવાનો આરોપ મૂક્યો હતો. આ યાત્રાને ભૂતપૂર્વ પ્રોફેસર ગણેશ એન દેવીનું પણ સમર્થન છે, જેઓ પોતાને આદિવાસી કાર્યકર કહેવડાવે છે. કથિત ગાંધીવાદી પીવી રાજગોપાલ પણ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’નું સમર્થન કરે છે. વિચિત્ર લેખ લખતા અને કોંગ્રેસના મુખપત્ર ‘નેશનલ હેરાલ્ડ’ સાથે સંકળાયેલા કહેવાતા પત્રકાર મૃણાલ પાંડેએ આ યાત્રાને સમર્થન આપેછે તેમાં કોઈ નવાઈની વાત છે જ નઈ. રાહુલ ગાંધી ભારતના મુસ્લિમોમાં વારંવાર ડર ફેલાવનારા આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય સૈયદા હમીદને પણ મળ્યા હતા.