Saturday, November 23, 2024
More
    હોમપેજમિડિયા‘માઇક લગાવીને 2 કલાક સુધી અખબારના સંપાદકોને મા-બેનની ગાળો આપવા માંગું છું,...

    ‘માઇક લગાવીને 2 કલાક સુધી અખબારના સંપાદકોને મા-બેનની ગાળો આપવા માંગું છું, પરવાનગી આપો’: UPના એક વ્યક્તિએ જિલ્લા અધિકારીને અરજી કરી, જાણો શું છે મામલો

    પત્રમાં લખ્યું, 'સાથે વિશ્વાસ અપાવું છું કે અત્યંત ઈચ્છા થવા પર પણ અરજદાર ન તો જૂતા મારશે કે ન કોઇ ધમકી આપશે. કાર્યક્રમ બાદ શહેર પોલીસ સમક્ષ રજૂ થઈ જઈશ, જેથી સુસંગત ધારા હેઠળ મારું ચાલાન થઈ શકે.'

    - Advertisement -

    એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશના એક વ્યક્તિએ પ્રતાપગઢ જિલ્લા વિકાસ અધિકારીને એક પત્ર લખીને જાણીતા હિન્દી અખબાર ‘હિન્દુસ્તાન’ના કાર્યાલયની બહાર માઇક લગાવીને સંપાદકોને 2 કલાક સુધી મા-બેનની ગાળો આપવાની પરવાનગી માંગી છે. પહેલી નજરે માનવામાં ન આવે તેવો આ પત્ર ખરેખર લખવામાં આવ્યો છે. 

    આ વ્યક્તિનું નામ છે પ્રતીક સિન્હા. તેઓ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રહેવાસી છે. 11 જાન્યુઆરીના રોજ તેમણે આ પત્ર લખ્યો હતો, જે વાયરલ થઈ રહ્યો છે. શું કારણ છે કે તેમણે આવી માંગ કરી? 

    વાસ્તવમાં, 8 જાન્યુઆરી, 2024ના રોજ ‘હિન્દુસ્તાન’ અખબારમાં એક સમાચાર પ્રકાશિત થયા, જેમાં દાવો કરવામાં આવ્યો કે પ્રતાપગઢ નગરપાલિકાની જમીન પર એક ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તંત્રે કાર્યવાહી કરી અને જિલ્લા તંત્રના આદેશ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. ત્યારબાદ 10 જાન્યુઆરીએ અખબારે ફરીથી સમાચાર પ્રકાશિત કરીને આ કાર્યવાહી વિશે પણ જણાવ્યું. આ કાર્યવાહી બાદ જ પ્રતિક સિન્હાએ બે પત્રો લખ્યા હતા, જે વાયરલ છે. 

    - Advertisement -

    પ્રતિક સિન્હા અનુસાર જ્યાં બુલડોઝર ચાલ્યું તે જમીનના તેઓ માલિક છે અને તેમનું કહેવું છે કે તેમની પાસે જમીનના તમામ દસ્તાવેજો છે અને ખોટી રીતે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. અખબારના સંપાદકને પત્ર લખીને તેમણે કહ્યું કે, તથ્ય તપાસ્યા વગર કોઇ પણ માલિકીની જમીનને ગેરકાયદેસર ઘોષિત કરી દેવી તેમના અધિકારમાં આવતું નથી અને તેના કારણે તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. તેમણે સંપાદકને કહ્યું કે કાં તો તેઓ જમીનને ગેરકાયદેસર સાબિત કરતા દસ્તાવેજો રજૂ કરે અથવા તો કાયદેસર કાર્યવાહી માટે તૈયાર રહે. 

    તેમણે બીજો એક પત્ર લખ્યો છે પ્રતાપગઢના જિલ્લા અધિકારીને. જેમાં તેમણે ફરિયાદ કરી કે અખબારે કોઇ પણ તથ્યોની તપાસ કર્યા વગર તેમની જમીનને સરકારી ગણાવી દીધી અને તેમને ભૂમાફિયા ઘોષિત કરી દીધા. જેનાથી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. તેમણે જણાવ્યું કે તેના વિરોધ સ્વરૂપે તેઓ 15 જાન્યુઆરી, 2024ના રોજ બપોરે 12:00 વાગ્યે હિંદુસ્તાન કાર્યાલયની સામે માઇક લગાવીને બ્યુરો ચીફ અને જિલ્લા સંવાદદાતાને 2 કલાક મા-બેનની ગાળો આપવા માંગે છે. 

    તેમણે સાથે લખ્યું, “સાથે વિશ્વાસ અપાવું છું કે અત્યંત ઈચ્છા થવા પર પણ અરજદાર ન તો જૂતા મારશે કે ન કોઇ ધમકી આપશે. કાર્યક્રમ બાદ શહેર પોલીસ સમક્ષ રજૂ થઈ જઈશ, જેથી સુસંગત ધારા હેઠળ મારું ચાલાન થઈ શકે. પરવાનગી આપવાની મહેરબાની કરશો.”

    જિલ્લા તંત્રે તેમને શું જવાબ આપ્યો તે હજુ જાણવા મળ્યું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં