Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું- સ્ટાર્ટઅપની આગલી લહેર નાના...

    અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું- સ્ટાર્ટઅપની આગલી લહેર નાના શહેરોમાં જોવા મળશે, સરકાર એ દિશામાં કામ કરી રહી છે

    જે બાદ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધીમે-ધીમે નાના શહેરો સુધી વિસ્તરી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, સૉફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ હબ્સનું એક મોટું નેટવર્ક નાના શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. 

    - Advertisement -

    કેન્દ્રની મોદી સરકારમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગના રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર હાલ ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અહીં અમદાવાદ ખાતે તેમણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન સ્ટાર્ટઅપ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને અન્ય બાબતો અંગે વિસ્તારથી ચર્ચા કરી હતી. 

    કેન્દ્રીય મંત્રીએ સ્ટાર્ટઅપનો ઉલ્લેખ કરીને કહ્યું કે, હવે આગામી સમયમાં સ્ટાર્ટઅપની નવી લહેર ટીયર-2 અને ટીયર-3 શહેરોમાં જોવા મળશે. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે આગામી સમયમાં કેન્દ્ર સરકાર એક ડિજિટલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ હબ પ્રોગ્રામ પણ લૉન્ચ કરશે તેમજ કંપનીઓને ફંડ આપવા માટે એક ડિજિટલ ઇન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ ફંડની પણ સ્થાપના કરવામાં આવશે.

    ન્યૂઝ18 ના રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર અનુસાર છેલ્લા ત્રણ વર્ષોમાં એક લાખથી વધુ સ્ટાર્ટઅપ શરૂ થયા છે અને તેમાં 100 યુનિકોર્ન સામેલ છે. 

    - Advertisement -

    કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 95 ટકા જેટલા યુનિકોર્ન બેંગ્લોર, હૈદરાબાદ, ગુરુગામ, પુણે, મુંબઈ અને ચેન્નાઇ જેવા શહેરોમાં જોવા મળ્યા છે. તેથી હવે સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે આગામી સ્ટાર્ટઅપ નાના શહેરોમાંથી શરૂ થાય. તેમણે એમ પણ કહ્યું કે, સરકાર હવે નાના શહેરો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે. 

    મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “આ વર્ષે મોટી ભારતીય કંપનીઓએ કેનેડા અને ઓસ્ટ્રેલિયામાંથી કર્મચારીઓને કામ પર રાખી રહી હતી. તેથી આવનાર દિવસોમાં કુશળ પ્રતિભાઓની માંગમાં હજુ વધારો થશે. ડિસેમ્બરમાં મને દુબઇ મોકલવામાં આવ્યો હતો. આજે યુએઈ ભારતમાંથી બ્લૂ કૉલર અને વ્હાઇટ કૉલર એમ બંને પ્રકારના કર્મચારીઓ ઈચ્છે છે.” 

    આ પહેલાં બેંગ્લોરમાં સેમીકૉન ઇન્ડિયા સમિટમાં એક ઇન્ટરવ્યૂમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને પૂછવામાં આવ્યું હતું કે ટિયર-1 શહેરો સિવાયના લોકો કઈ રીતે સરકારના આ ડિજિટલ ક્ષેત્રના અભિયાનનો હિસ્સો બની શકશે? 

    જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, “વડાપ્રધાને અમારા મંત્રાલયને આ જ મુખ્ય કાર્ય સોંપ્યું છે. મંત્રાલયને સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે, ડિજિટલ ક્ષેત્રોમાં જેટલી તકો બેંગ્લોર અને હૈદરાબાદના યુવાનોને મળે છે તેટલી જ તકો ગાઝિયાબાદ, ઝારખંડ, શ્રીનગર, કોહિમા કે ઉડુપીના યુવાનોને પણ મળે. તેમણે ઉમેર્યું હતું કે, અમારો નીતિગત ઉદ્દેશ્ય 100 ટકાનો છે. અમે નથી ઇચ્છતા કે માત્ર 4-5 શહેરો પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે.”

    જે બાદ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધીમે-ધીમે નાના શહેરો સુધી વિસ્તરી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, સૉફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ હબ્સનું એક મોટું નેટવર્ક નાના શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. 

    તેમણે કહ્યું હતું કે, અમે આ નાના શહેરોમાં વિકાસ માટે મોટી ટેક્નોલોજી કંપનીઓને પ્રોત્સાહિત કરવા અને ઉત્પાદન વધારવાની યોજના પર કામ કરી રહ્યા છીએ. વર્ક ફ્રોમ હોમ અને હાઇબ્રિડ મોડલ જેવી વ્યવસ્થાઓને કારણે કંપનીઓએ આ સ્થળોએ પોતાના મોટાં કેન્દ્રો સ્થાપવાની પણ જરૂર રહેશે નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં