ખુબ જ ચર્ચિત ઉમેશ પાલ હત્યાકાંડ મામલામાં અપડેટ મળી રહી છે કે ઉમેશ પાલ પર પહેલી ગોળી ચલાવનાર ઉસ્માન ચૌધરીનું ઉત્તરપ્રદેશ પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. ઉસ્માન અતીક અહેમદનો નજીક માનવામાં આવતો હતો. જે અતીક માટે શુટરનું કામ કરતો હતો.
મળતી માહિતી મુજબ, ઉસ્માન ચૌધરીએ ઉમેશ પાલ હત્યાકાંડમાં મુખ્ય આરોપીઓમાનો એક હતો. હત્યાકાંડના સીસીટીવી કેમેરામાં તે ગોળી ચલાવતા પણ જોઈ શકાય છે. પોલીસે એ પણ શક્યતા વ્યક્ત કરી હતી કે ઉમેશ પર પહેલી ગોળી ઉસ્માને જ ચલાવી હતી. ઉત્તરપ્રદેશ પોલીસે તેના પર રૂપિયા 50,000નું ઇનામ પણ રાખ્યું હતું.
પોલીસ ઉસ્માનને શોધી જ રહી હતી, જેમાં પોલીસને માહિતી મળી હતી કે ઉસ્મના પ્રયાગરાજમાં આવ્યો છે. આ દરમિયાન પોલીસ ત્યાં પહોચીને ઘેરી વળી હતી. ઉસ્માન સરેન્ડર થવાના બદલે ગોળીબારી ચાલુ કરી હતી. યુપી પોલીસે જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ઉસ્માન ચૌધરીનું એન્કાઉન્ટર થયું હતું. ગોળી માર્યા બાદ તેને નજીકની હોસ્પિટલના લઇ જવામાં આવ્યો હતો ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
ઉમેશ પાલ હત્યાકાંડ આખા ભારતમાં ચર્ચિત કેસ બન્યો છે. જેમાં વિધાનસભામાં યોગી સરકાર પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા, ત્યારે મુખ્યમંત્રી યોગીએ જવાબ આપતા કહ્યું હતું કે “આરોપીઓને માટીમાં મેળવી દેશું.” આ એન્કાઉન્ટર થયા બાદ લોકો યોગી સરકારની સરાહના કરી રહ્ય છે. અને કહી રહ્યા છે કે માટીમાં મેળવવા માટે કહ્યું હતું ને મેળવી પણ રહ્યા છે.
उमेश पाल का दूसरे नम्बर का जिहादी हत्यारे उस्मान को बाबा की पुलिस ने मिलाया मिट्टी में।
— Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) March 6, 2023
पुलिस मुठभेड़ में हुआ ढेर 🚩🙏🚩pic.twitter.com/fRJTmXDgWA
તમને જણાવી દઈએ કે આ પહેલા હત્યાકાંડ દરમિયાન ગાડી ચલાવનાર અરબાજનું પણ થોડા દિવસ પૂર્વે ઉત્તરપ્રદેશ પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. આમ આ મામલા સાથે જોડાયેલા બે બદમાસોનું હમણાં સુધી એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. અન્ય આરોપીઓ બાબતે તપાસ અને શોધ ચાલુ છે.
આ ઘટના ગત શુક્રવારે (24 ફેબ્રુઆરી, 2023) બની હતી. બહુજન સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રાજુ પાલની હત્યાના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની પ્રયાગરાજમાં ધોળા દહાડે હત્યા કરી નાંખવામાં આવી હતી. તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને ગોળી મારીને મારી નાંખવામાં આવ્યા હતા.
રાજુ પાલની હત્યામાં માફિયા ગેંગસ્ટર અતિક અહમદનું નામ સામે આવ્યું હતું. રાજુ પાલ વિધાનસભા ચૂંટણીમાં અલાહાબાદ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી BSPની ટિકિટ પર લડીને અતિક અહમદના નાના ભાઈ ખાલિદ આઝિમને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. પરંતુ તેના થોડા જ મહિના બાદ તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી. રાજુ પાલની હત્યામાં અતિક અહમદ, તેનો ભાઈ અને પૂર્વ ધારાસભ્ય અશરફ મુખ્ય આરોપીઓ છે, જે તમામ હાલ જેલમાં બંધ છે.
ઉમેશ પાલ રાજુ પાલની હત્યાના મુખ્ય સાક્ષી હતા. શુક્રવારે તેમની હત્યા કરવામાં આવ્યા બાદ પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે હત્યાકાંડમાં અતિક અહમદનો પુત્ર અસદ અહમદ સામેલ હતો. તેની સાથે અન્ય ત્રણ સાગરિતો હતા જ્યારે ગાડી ચલાવનાર અરબાઝ હતો, જેને આજે એનકાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે.
આ હત્યાકાંડનું કાવતરું સાબરમતી જેલમાં બંધ અતિક અહમદે જ ઘડ્યું હોવાની પોલીસને આશંકા છે. જેને લઈને હાલ તપાસ ચાલી રહી છે. બીજી તરફ અતિક અહમદ સહિતના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.