Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈલોન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી લીધા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર,...

    ઈલોન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી લીધા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર, લોકોએ કહ્યું- પહેલીવાર ભારતીયોને નોકરીમાંથી કઢાયાની ખુશી થઇ

    ઈલોન મસ્કે ટ્વિટર ખરીદી લઈને કંપનીની કમાન સંભાળી, સીઈઓ, સીએફઓ વગેરેને બહારનો રસ્તો દેખાડ્યો.

    - Advertisement -

    આખરે ઈલોન મસ્કે ટ્વિટર સાથેના કરાર પૂર્ણ કરી કંપનીની કમાન પોતાના હાથમાં લઇ લીધી છે. જેની સાથે જ તેમણે કંપનીના CEO પરાગ અગ્રવાલ, CFO નેડ સેગલ અને લીગલ પોલિસી વિભાગની હેડ વિજયા ગડ્ડેને બહારનો રસ્તો દેખાડી દીધો છે. ઈલોન મસ્કે ટ્વિટર ટેકઓવર કરી લેતાં જ સોશિયલ મીડિયા પર લોકોની રમૂજી પ્રતિક્રિયા જોવા મળી હતી તો કેટલાક લોકોએ મીમ્સ બનાવી શૅર કર્યાં હતાં. 

    કેટલાક યુઝરો નાયક ફિલ્મના દ્રશ્યની તસ્વીરો શૅર કરી રહ્યા છે અને તેને વર્તમાન ટ્વિટર ટેકઓવર સાથે જોડી રહ્યા છે. ફિલ્મમાં જે રીતે એક દિવસ માટે સીએમ બનેલા અનિલ કપૂર એક પછી એક અધિકારીઓને રાજીનામાં પકડાવી દે છે તેને મસ્ક સાથે જોડીને આ પ્રકારના વિડીયો શૅર કરવામાં આવી રહ્યા છે. 

    એક યુઝરે ઈલોન મસ્કનું કાર્ટૂન શૅર કરીને લખ્યું કે, હવે ખરેખર પંખી મુક્ત થઇ ગયું છે. ટ્વિટરના લોગોમાં એક પક્ષી બતાવવામાં આવે છે, જેને આ કાર્ટૂન સાથે જોડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઈલોન મસ્કે પણ આજે આ પ્રકારનું એક ટ્વિટ કર્યું હતું. 

    - Advertisement -

    એક યુઝરે ઈલોન મસ્કના આ ટ્વિટને ક્વૉટ કરીને કહ્યું કે, ડાબેરીઓએ લાંબા સમયથી આ પંખીને પાંજરામાં પૂરી રાખ્યું હતું. અર્થાત, કંપની ઉપર તેમનો કબ્જો હતો. 

    ટ્વિટર ટેકઓવર બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ ટ્રેન્ડ થઇ રહ્યું છે. ટ્વિટર પર ખાસ્સા સક્રિય રહેતા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પર હતા ત્યારે જ તેમનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. અમેરિકાના કેપિટલ હિલ ખાતે તોફાન થયા બાદ ટ્રમ્પને ટ્વિટર પરથી કાયમી ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પને પ્રતિબંધિત કરવાનો નિર્ણય ભારતીય મૂળના ટ્વિટરના તત્કાલીન પોલિસી હેડ વિજય ગડ્ડેનો હોવાનું કહેવાય છે. જેને મસ્કે કાઢી મૂક્યાં છે. 

    ઈલોન મસ્કે ટ્વિટર ખરીદી લીધા બાદ માનવામાં આવી રહ્યું છે કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ પણ બહાલ કરી દેશે. જોકે, આ અંગે કંપનીએ કોઈ અધિકારીક પુષ્ટિ કરી નથી. બીજી તરફ, ટ્વિટર પર ડોનાલ્ડ ટ્રમ્પને લઈને મીમ્સ શૅર કરવામાં આવી રહ્યાં છે. 

    એક યુઝરે લખ્યું કે, પહેલીવાર કોઈ ભારતીયને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોવા છતાં મને ખુશી થઇ રહી છે. 

    એક યુઝરે રમૂજી ટ્વિટ કરતાં ‘અગ્રવાલ સ્વીટ કોર્નર’ની તસ્વીર પોસ્ટ કરીને લખ્યું કે, પરાગ અગ્રવાલ હવે ફરીથી તેમના કૌટુંબિક વ્યવસાય સાથે જોડાઈ જશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં