Wednesday, June 26, 2024
More
    હોમપેજદેશપશ્ચિમ બંગાળમાં ભયાનક ટ્રેન અકસ્માત: કંચનજંગા એકપ્રેસને માલગાડીએ મારી ટક્કર, 5ના મોત,...

    પશ્ચિમ બંગાળમાં ભયાનક ટ્રેન અકસ્માત: કંચનજંગા એકપ્રેસને માલગાડીએ મારી ટક્કર, 5ના મોત, અનેક ઘાયલ; રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

    NPGથી સિયાલદહ જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસ સિલીગુડી પાર કર્યા બાદ દુર્ઘટનાનો ભોગ બની છે. પાછળથી માલગાડીએ ટક્કર મારતા ટ્રેનના ત્રણ ડબ્બા ટ્રેક પરથી ઉતરી પડ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા હોવાના સમાચાર છે.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ટ્રેક પર ઊભી રહેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી તેજ ગતિથી આવી રહેલી માલગાડીએ ટક્કર મારી દીધી છે. આ ભયાનક અકસ્માતમાં માલગાડીના પાઇલોટ સહિત હમણાં સુધીમાં 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે અન્ય ઘણા લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યું છે. પાછળથી માલગાડીની ટક્કર લાગવાથી કંચનજંગા એક્સપ્રેસના પાછળના ત્રણ ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. હાલ ઘાયલ લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

    સોમવારે (17 જૂન, 2024) પશ્ચિમ બંગાળમાં ભયાનક ટ્રેન અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર, NPGથી સિયાલદહ જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસ સિલીગુડી પાર કર્યા બાદ દુર્ઘટનાનો ભોગ બની છે. પાછળથી માલગાડીએ ટક્કર મારતા ટ્રેનના ત્રણ ડબ્બા ટ્રેક પરથી ઉતરી પડ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. સાથે જ માલગાડીના ડ્રાઇવરનું પણ મૃત્યુ થયું છે, એટલે કે કુલ મૃત્યુઆંક હમણાં સુધી 5 સુધી પહોંચ્યો છે. રેલવે વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે, દુર્ઘટનામાં બે પેસેન્જર ડબ્બા અને એક પાર્સલ ડબ્બો ક્ષતિગ્રસ્ત થયો છે. આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધવાની સંભાવના છે. ઘટનાસ્થળ પરની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે.

    4 યાત્રિકો અને સાથે એક ડ્રાઈવરના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જોકે, હજુ સુધી આધિકારિક રીતે મોતની પુષ્ટિ થઈ નથી. પરંતુ મોટી સંખ્યામાં જાનહાનિ થવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે. ક્ષતિગ્રસ્ત ડબ્બાઓને કાપવામાં આવશે ત્યારબાદ જ સ્પષ્ટ રીતે જાણી શકાશે કે, કેટલા યાત્રિકોના મોત થયા છે અને કેટલા ઘાયલ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. તમામને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    આ ઘટના પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, “હમણાં દાર્જિલિંગ જિલ્લાના ફાંસીદેવા વિસ્તારમાં એક દુઃખદ ટ્રેન દુર્ઘટના વિશે જાણીને સ્તબ્ધ છું. જોકે, વિવરણની રાહ જોઈ રહી છું. કંચનજંગા એક્સપ્રેસ કથિત રીતે એક માલગાડી સાથે ટકરાઇ છે. બચાવ, મેડિકલ સહાયતા માટે DM, SP, ડોકટરો, એમ્બ્યુલન્સ અને બચાવ કામગીરી માટેની ટીમો ઘટનાસ્થળ પર મોકલવામાં આવી છે. યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં