Saturday, April 20, 2024
More
    હોમપેજક્રાઈમબંગાળમાં પાર્થ ચેટર્જીએ આચરેલા ₹5000 કરોડના કૌભાંડમાં TMC ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્ય પણ...

    બંગાળમાં પાર્થ ચેટર્જીએ આચરેલા ₹5000 કરોડના કૌભાંડમાં TMC ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્ય પણ સહભાગી: EDએ ધરપકડ કરી

    માણિક ભટ્ટાચાર્ય પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચેટરજીની ધરપકડ સાથે સંકળાયેલા બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્યની ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે (11 ઓક્ટોબર 2022) સવારે ભટ્ટાચાર્યની ધરપકડ કરી હતી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં એવું બહાર આવ્યું છે કે પાર્થ ચેટર્જી અને માણિક ભટ્ટાચાર્યએ મળીને શિક્ષકની ભરતીમાં છેડછાડ કરી હતી. તપાસ એજન્સીને પાર્થ ચેટર્જીના ફોન પરથી માનિક ભટ્ટાચાર્ય વિશે પણ ઘણી માહિતી મળી હતી, તપાસ બાદ ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્યની ધરપકડ કરવામાં આવી છે.

    TMC ધારાસભ્યને અધિકારીઓએ સોમવારે (10 ઓક્ટોબર 2022) પૂછપરછ માટે બોલાવ્યા હતા. રાતભર ચાલેલી લાંબી પૂછપરછ બાદ આજે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ભટ્ટાચાર્ય આ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને EDના રડાર હેઠળ હતા. જુલાઇ 2022માં તપાસ એજન્સીઓએ તેમના ઘરની તપાસ કરી હતી. ત્યાંથી તેઓએ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ પણ મેળવી હતી જેમાં ભરતી કૌભાંડમાં નોકરી મેળવનાર અયોગ્ય ઉમેદવારોની યાદી દર્શાવવામાં આવી હતી.

    - Advertisement -

    માણિક ભટ્ટાચાર્ય પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સપ્ટેમ્બર 2022માં કલકત્તા હાઈકોર્ટના જજ અભિજીત ગંગોપાધ્યાયની સિંગલ બેંચે તેમને પ્રાથમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ પદેથી હટાવવાનો આદેશ આપ્યો હતો.

    એવું કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિર્દેશો છતાં માણિક સીબીઆઈની ઓફિસે પહોંચ્યા નહોતા. તેમનો મોબાઈલ ફોન પણ બંધ હતો. આ પછી આ કેસ માટે હાઇકોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલ એસીપી જાદવપુર પોલીસ સ્ટેશનમાં ગયા અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી. જોકે, માણિકના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓ સવારે જ નીકળ્યા હતા. જ્યારે તેના કેટલાક નજીકના મિત્રોના જણાવ્યા અનુસાર તે દિલ્હીમાં હતા.

    નોંધનીય છે કે પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની ED દ્વારા 23 જુલાઈ 2022ના રોજ પશ્ચિમ બંગાળ શિક્ષક કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી . પાર્થ ચેટર્જીએ તેની નજીકની મિત્ર અર્પિતા મુખર્જીના અલગ-અલગ ફ્લેટમાં મળી આવેલા કરોડો રૂપિયા વિશે એક અલગ વાત કહી હતી. પાર્થ ચેટરજીની જામીન અરજી પર 28 સપ્ટેમ્બર, 2022ના રોજ સુનાવણી થઈ હતી. આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પાર્થને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. ઇડીએ કોર્ટમાં તેના 14,643 પાનાના દસ્તાવેજો રજૂ કર્યા હતા. એજન્સીએ ખુલાસો કર્યો હતો કે પાર્થે તેની કંપની ટેક્સ્ટ ફેબ પ્રાઇવેટ લિમિટેડના મોટાભાગના શેર તેની પત્નીના મૃત્યુ બાદ અર્પિતાને ટ્રાન્સફર કર્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં