Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચીન ભૂંસી રહ્યું છે તિબ્બતનું અસ્તિત્વ, તિબ્બતી સમાજે કહ્યું- ક્વોરનટાઈન સેન્ટરમાં કેદ...

    ચીન ભૂંસી રહ્યું છે તિબ્બતનું અસ્તિત્વ, તિબ્બતી સમાજે કહ્યું- ક્વોરનટાઈન સેન્ટરમાં કેદ કરવામાં આવે છે, અનેક લોકો કરી ચૂક્યા છે આત્મહત્યા

    - Advertisement -

    ચીનના અત્યાચારોથી પરેશાન તિબેટના લોકો દુનિયાના ખૂણેખૂણે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. આ ક્રમમાં યુરોપમાં વસતા તિબેટીયનોએ પણ ઇટલીના મિલાનોમાં તેમની ત્રીજી બેઠક યોજી છે. આ બેઠકમાં ચીન દ્વારા તિબેટમાં લાગુ કરવામાં આવી રહેલી શિક્ષણ વ્યવસ્થા, ઝીરો કોવિડ નીતિ જેવા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા.

    ચાઈના બાળકોને બોર્ડિંગ સ્કૂલમાં ધકેલે છે

    યુરોપમાં સ્થાયી થયેલા તિબેટીયનોએ 1-2 ઓક્ટોબરના રોજ આ બેઠક યોજી હતી. અખબારી યાદી મુજબ, યુરોપિયન દેશોના સમુદાયના તમામ પ્રતિનિધિઓ (પ્રમુખ, ઉપપ્રમુખ, સચિવ) ચિંતિત છે કે ચીનની સરકાર તિબેટમાં બોર્ડિંગ સ્કૂલ સિસ્ટમ લાગુ કરી રહી છે જેમાં 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બળજબરીથી મોકલવામાં આવે છે. તેમને શાળામાં ચીની ભાષા શીખવવામાં આવી રહી છે અને રાષ્ટ્રવાદી શિક્ષણના નામે તિબેટીયન ભાષા, સંસ્કૃતિ અને સભ્યતાનો નાશ કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -
    સાભાર ऑपइंडिया

    કોવિડ અને ડીએનએના નામે તિબેટિયનો પર અત્યાચાર

    બેઠકમાં તાજેતરમાં ચીનથી સામે આવેલા વિડીયો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઝીરો-કોવિડ પોલિસીના નામે તિબેટીયનોને ટેસ્ટ કર્યા વિના જ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં કેદ કરવામાં આવ્યા હતા, તેમને વાસી અને સડેલું ભોજન આપવામાં આવ્યું. લોકો એટલા કંટાળી ગયા કે કેટલાકે આત્મહત્યા પણ કરી લીધી. રિપોર્ટમાં એવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે 2016 અને 2022 વચ્ચે ચીને 10 લાખથી વધુ તિબેટીયનોના ડીએનએ એકત્રિત કર્યા હતા, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

    આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવવા માટે આહ્વાન

    બેઠકમાં ચીન દ્વારા લાગુ કરવામાં આવી રહેલી શિક્ષણ પ્રણાલીને રોકવા, ઝીરો કોવિડ પોલિસીના નામે તિબેટીયનોને ત્રાસ આપવા સામે માસ ડીએનએ કનેક્શન સામે અવાજ ઉઠાવવા કહેવામાં આવ્યું હતું.

    આ સાથે યુરોપિયન દેશોની સરકારો, સંસદસભ્યો અને યુરોપિયન યુનિયન સાથે મળીને યુએનને ચીનને આ બધું કરવાથી રોકવાની અપીલ કરવામાં આવી હતી. બેઠકમાં હાજર રહેલા તિબેટીયન સમુદાયના પ્રતિનિધિઓએ શપથ લીધા કે તેઓ લોકોને તિબેટીયનોની કથળતી સ્થિતિ વિશે જણાવશે અને ખાસ કરીને આ ત્રણ મુદ્દાઓ પર તિબેટ માટે તાકાત એકત્ર કરશે. ઉલ્લેખનીય છે કે તિબેટિયનો પર ચીનનો અત્યાચાર સતત વધી રહ્યો છે. જેની સામે તાજેતરમાં તિબેટીયનોએ દિલ્હીમાં ચીની દૂતાવાસની સામે પ્રદર્શન પણ કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં