Saturday, November 23, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકગુજરાત AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનું નવું તરકટ: ભાવનગર પોલીસે ધરપકડ કરી...

    ગુજરાત AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનું નવું તરકટ: ભાવનગર પોલીસે ધરપકડ કરી હોવાના દાવામાં હકીકત સાવ જુદી

    ગોપાલ ઇટાલીયાએ તેના સંબોધન દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણને રાક્ષસ સાથે સરખાવ્યા હતા. જેને લઈને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ હતી.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ટ્વીટર પર દાવો કર્યો હતો કે ભાવનગર પોલીસે તેમની ધરપકડ કરી હતી, ગોપાલ ઇટાલિયાની અટકાયત બાદ તેમને જામીન આપીને મુક્ત કરાયા હોવાનો દાવો પણ ગોપાલ ઈટાલીયાએ કર્યો હતો. આ ધરપકડ દ્વારકા ખાતે ગોપાલ ઈટાલીયા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના અપમાન કરાયા બાદ દાખલ થયેલી ફરિયાદના સંદર્ભમાં કરાયી હોવાના પણ દાવાઓ કરવામાં આવ્યાં હતા. જોકે અમે જમીની સ્તરની વાસ્તવિકતા તપાસવા ગોપાલ ઈટાલીયાની ધરપકડના દાવાની વાત કરતા તદ્દન અલગ જ માહિતી સામે આવી હતી.

    વાસ્તવમાં આજે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ટ્વીટર પર દાવો કર્યો હતો કે ભાવનગર પોલીસે તેમની ધરપકડ કરી હતી, ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરીને હિન્દીમાં લખ્યું હતું કે, “ગુજરાતની જનતા દ્વારા ભ્રષ્ટ ભાજપને આપવામાં આવેલી પૂર્ણ બહુમત વાળી નવી સરકારે કામ કરવાનું શરુ કરી દીધું છે, ભાવનગર પોલીસે આજે મારી ધરપકડ કરી. મારા પોતાના દાદીમાંનું ગઈકાલે નિધન થયું છે, આખું પરિવાર દુઃખી છે, પણ ભાજપે મારી ધરપકડ કરી લીધી છે, કદાચ આ કામ માટે જ તેમને બહુમત મળ્યું છે.” ગોપાલ ઈટાલીયાની ધરપકડના દાવાની વાસ્તવિકતા તપાસવા અમારી ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરી.

    ગોપાલ ઈટાલીયાની ધરપકડના દાવાની વાસ્તવિકતા

    - Advertisement -

    ગોપાલ ઈટાલીયાના આ ટ્વીટ બાદ આમે ભાવનગરની ઉમરાળા પોલીસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. થોડી જહેમત બાદ અમને તેમાં સફળતા પણ મળી, પરંતુ જે વાસ્તવિકતા સામે આવી તે ઈટાલીયાએ કરેલા દાવાથી તદ્દન જુદી જ હતી, ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક અધિકારીએ અમને જણાવ્યું કે ગોપાલ ઈટાલીયા દ્વારા કરવામાં આવેલો ધરપકડનો દાવો તદ્દન જુઠ્ઠો છે, વાસ્તવમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જયારે દ્વારકાની મુલાકાત લીધી હતી. તે સમયે ગોપાલ ઇટાલીયાની જીભ લપસી હતી અને તેમણે ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કર્યું હતું. ગોપાલ ઇટાલીયાએ તેના સંબોધન દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણને રાક્ષસ સાથે સરખાવ્યા હતા. જેને લઈને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ હતી.

    અધિકારીના જણાવ્યાં અનુસાર ફરિયાદ દાખલ થયા બાદ ગોપાલ ઈટાલીયાએ આગોતરા જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી, પણ ત્યાર બાદ કોઈ કારણોસર તેમણે પોતાની અરજી પછી ખેંચી લીધી હતી. જે પછી ગોપાલ ઈટાલીયા સામેથી ઉમરાળા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા, અને હાજર થયા બાદ તુરંત જામીન મેળવવાની કાર્યવાહી થઇ જતા તેઓને છોડી મુકવામાં આવ્યાં હતા, જે મુજબ ગોપાલ ઈટાલીયા દાવો કઈ રહ્યા છે કે તેમની ધરપકડ કરવામાં આવી છે, અમારી તપાસમાં તે વાત તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલી છે.

    ઉપરોક્ત તપાસ કર્યા બાદ એક વાત તો સ્પષ્ટ થાય છે કે ભાવનગરની ઉમરાળા પોલીસ દ્વારા ગોપાલ ઈટાલીયાની ધરપકડ ક્યારેય કરવામાં નહોતી આવી, તેઓ સામેથી ઉમરાળા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા, જોકે ગુજરાતમાં સત્તા સ્થાપવાના દાવો વચ્ચે મળેલી કારમી હાર બાદ ગોપાલ ઈટાલીય શા માટે આ પ્રકારની ખોટી માહિતી ફેલાવી રહ્યા છે તે કોકડું હજુ અકબંધ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં