Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ધ કેરાલા સ્ટોરી’ની શતક, માત્ર 9 દિવસમાં 100 કરોડ ક્લબમાં સામેલ થઇ:...

    ‘ધ કેરાલા સ્ટોરી’ની શતક, માત્ર 9 દિવસમાં 100 કરોડ ક્લબમાં સામેલ થઇ: શનિવારે 19.50 કરોડનું કલેક્શન, રવિવારે રેકોર્ડબ્રેક કમાણીની શક્યતા

    ‘ધ કેરાલા સ્ટોરી’એ પહેલા રવિવારે 16.4 કરોડનું કલેક્શન કર્યું હતું. પરંતુ આ રેકોર્ડ બીજા શનિવારે તૂટી ગયો હતો. હવે આજે ફરી ફિલ્મ તેથી વધુ કમાણી કરશે તેવી શક્યતા છે.

    - Advertisement -

    દેશના એક વર્ગે ભારે ઉહાપોહ મચાવ્યા અને વિરોધ કર્યા છતાં કેરળની હજારો હિંદુ યુવતીઓની પીડાની વાત કહેતી ફિલ્મ ધ કેરાલા સ્ટોરી 100 કરોડ ક્લબમાં સામેલ થઇ ગઈ છે. ફિલ્મે અત્યાર સુધીમાં 113 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. માત્ર 9 દિવસમાં ફિલ્મે આ સફળતા મેળવી છે. 

    શનિવારે ધ કેરાલા સ્ટોરી ફિલ્મે 19.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે પહેલાં શુક્રવારે 12.35 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મની એક અઠવાડિયાની કમાણી 80 કરોડની આસપાસ હતી. આ બંને દિવસોના આંકડા જોડીને ફિલ્મે 100 કરોડનો આંકડો પર કરી લીધો છે, જેની સાથે 100 કરોડ ક્લબમાં પહોંચનારી આ વર્ષની ચોથી હિન્દી ફિલ્મ બની છે.

    ‘ધ કેરાલા સ્ટોરી’એ પહેલા રવિવારે 16.4 કરોડનું કલેક્શન કર્યું હતું. પરંતુ આ રેકોર્ડ બીજા શનિવારે તૂટી ગયો હતો. હવે આજે ફરી ફિલ્મ તેથી વધુ કમાણી કરશે તેવી શક્યતા છે. જો ફિલ્મ 20 કરોડની કમાણી કરે તો કુલ કલેક્શન 130 કરોડની ઉપર પહોંચી જશે. જોકે, લોકડાઉન બાદ બીજા શનિવારે સૌથી વધુ કમાણી કરવામાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પહેલા ક્રમે છે. કાશ્મીરી હિંદુઓનો નરસંહાર મોટા પડદે દર્શાવનારી આ ફિલ્મે બીજા શનિવારે 25 કરોડની કમાણી કરી હતી. 

    - Advertisement -

    ‘ધ કેરાલા સ્ટોરી’ હજુ થિયેટરોમાં ચાલી રહી છે ત્યાં જ તેણે સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ, કિસી કી જાન’નું કલેક્શન પાર કરી લીધું છે. સલમાનની ફિલ્મે માત્ર 110 કરોડની કમાણી કરી હતી, જ્યારે આ ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન 112.99 કરોડ પર પહોંચ્યું છે અને હજુ કમાણીની શક્યતા છે. 

    ફિલ્મ ક્રિટીક્સ અનુસાર, આ જ ગતિએ આગળ વધતી રહે તો ‘ધ કેરાલા સ્ટોરી’ 250 કરોડ સુધીની પણ કમાણી કરી શકે છે. જોકે, જોવાનું એ રહેશે કે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો 300 કરોડના કલેક્શનનો રેકોર્ડ તોડી શકે કે નહીં. 

    આ ફિલ્મમાં કેરળની એ હિંદુ યુવતીઓની વાત છે જેમનું તેમના મુસ્લિમ મિત્રોએ બ્રેનવૉશ કરી નાંખ્યું હતું અને ત્યારબાદ તેઓ ઇસ્લામમાં ધર્મપરિવર્તિત થઇ ગઈ હતી. જ્યાંથી તેમના નિકાહ કઈ રીતે થયાં અને કઈ રીતે ISIS કેમ્પ સુધી પહોંચી તેની વાર્તા કહેવામાં આવી છે. ફિલ્મ 5 મે, 2023ના રોજ રિલીઝ થઇ હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં