Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમસ્જિદોમાં બહુભાષી સ્કોલરો, ફૂટબોલના ચાહકો વચ્ચે ઇસ્લામનો પ્રચાર પ્રસાર કરવા QR કોડ્સ;...

    મસ્જિદોમાં બહુભાષી સ્કોલરો, ફૂટબોલના ચાહકો વચ્ચે ઇસ્લામનો પ્રચાર પ્રસાર કરવા QR કોડ્સ; FIFAના બહાને ધર્માંતરણનું હોટસ્પોટ બન્યું કતાર

    કતારના અવકાફ અને ઇસ્લામિક બાબતોના મંત્રાલયે 2022 વર્લ્ડ કપ સ્થળની બહાર એક પેવેલિયન બનાવ્યું છે, જ્યાં મુલાકાતીઓને ઇસ્લામ અને તેના ઉપદેશોનો 'પરિચય' આપવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    કતારમાં આયોજિત FIFA વર્લ્ડકપ હાલ ચર્ચામાં છે. આ પહેલાં પણ સ્ટેડિયમ પર લાદવામાં આવેલ અનેક પ્રકારના પ્રતિબંધો વિશે ચર્ચા ચાલી હતી, હવે ફૂટબોલ વર્લ્ડકપ જોવા માટે આવનાર અન્ય ધર્મના લોકોને ઇસ્લામમાં ધર્માંતરિત કરવાના કાવતરા અંગે આશંકાઓ સેવાઈ રહી છે. કતારની રાજધાની દોહા સ્થિત કટારા કલ્ચરલ વિલેજ મસ્જિદમાં ચાલતી પ્રવૃત્તિને લીધે કતાર ધર્માંતરણનું હોટસ્પોટ બની ગયું હોવાની ચર્ચાઓ શરૂ થઇ છે.

    મીડિયા અહેવાલો અનુસાર આ મસ્જિદમાં બહુભાષી મુસ્લિમ પુરુષ અને મહિલાઓ વિદેશી પ્રવાસીઓને ઇસ્લામનો ધર્મ અને ‘સહિષ્ણુતા’ સમજાવવાના નામે ઇસ્લામનો પ્રચાર કરી રહ્યા છે. મુલાકાતીઓને ઇસ્લામ પર ઇલેક્ટ્રોનિક બોર્ડ જોવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જે 30 થી વધુ ભાષાઓમાં પ્રદર્શિત થાય છે અને તે એવી રીતે સ્થિત છે કે તે મુલાકાતીઓને તેમના ફોન પર જોઈ શકે છે. આ ઉપરાંત, મુલાકાતીઓ વચ્ચે વિવિધ ભાષાઓમાં ઇસ્લામનો પરિચય આપતા પુસ્તકોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

    તદુપરાંત, કતારના અવકાફ અને ઇસ્લામિક બાબતોના મંત્રાલયે 2022 વર્લ્ડ કપ સ્થળની બહાર એક પેવેલિયન બનાવ્યું છે, જ્યાં મુલાકાતીઓને ઇસ્લામ અને તેના ઉપદેશોનો ‘પરિચય’ આપવામાં આવી રહ્યો છે. અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે વિદેશી બિનમુસ્લિમ પ્રવાસીઓને આકર્ષવા માટે સ્થાનિક દીવાલો પર મોટા મોટા અક્ષરોએ હદીસ લખવામાં આવી છે, જેથી આવતા જતા તમામની તેના પર નજર પડે.

    - Advertisement -

    કતાર ગેસ્ટ સેન્ટરના કર્મચારીઓ અને ઉપદેશકો ઈદ ચેરિટી ફાઉન્ડેશનમાં ઈસ્લામનો પ્રચાર કરવા માટે મસ્જિદના પ્રવેશદ્વાર પર તૈનાત કરવામાં આવ્યાં છે. તેઓ બિન-મુસ્લિમોનું સ્વાગત કરે છે અને મસ્જિદ વિશેના તેમના પ્રશ્નોના જવાબ આપે છે. તેઓ મુલાકાતીઓને મસ્જિદના આંતરિક ભાગોથી પરિચિત થવા માટે નમાજ પછી મસ્જિદમાં પ્રવેશવાની વ્યવસ્થા પણ કરે છે.

    આટલું જ નહીં સ્થાનિક હોટેલ રૂમોમાં પણ વિદેશી મુલાકાતીઓને ઇસ્લામ વિશે ‘જાણવા’ માટે ખાસ QR કોડ ઓફર કરવામાં આવે છે. કતારે ટુર્નામેન્ટના પ્રથમ સપ્તાહ દરમિયાન ઇસ્લામ અને મુસ્લિમ સંસ્કૃતિને દર્શાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેમાં દોહાની આસપાસ પોસ્ટ કરાયેલ પ્રોફેટ મોહમ્મદની વાતો અને ઉપદેશો અને અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં અનુવાદિત આયાતો અને કલમાઓ લખવામાં આવ્યા છે.

    FIFA વર્લ્ડ કપના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત પણ પરંપરાગત બુરખામાં પોશાક પહેરેલી મહિલા ગાયિકાઓ સાથે થઈ હતી, તેમણે કુરાની આયાતો પઢી હતી. ઉલ્લેખનીય છે કે આ મુસ્લિમ મહિલાઓએ જે યુરોપીયનો સામે બુરખા પહેરીને કુરાન વાંચી તેમાંથી અનેક યુરોપીયન દેશોમાં બુરખા પર પ્રતિબંધ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં