ગૌહત્યા મામલે અલાહાબાદ હાઈકોર્ટે અગત્યની ટિપ્પણી કરી છે. એક કેસની સુનાવણી વખતે ન્યાયાલયે કહ્યું હતું કે ગૌહત્યા કરનારા નર્કમાં સડે છે. સાથે જ કોર્ટે હિંદુ ધર્મમાં ગાયના મહત્વ પર ભાર આપતાં ટાંક્યું હતું કે, સરકારે દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવા અને તેને સંરક્ષિત કરવા માટે યોગ્ય નિર્ણય સાથે પગલાં લેવાં જોઈએ.
અલાહાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શમીમ અહેમદની ન્યાયપીઠે કહ્યું હતું કે, વૈદિક કાળથી ગાયનો મહિમા ચાલી રહ્યો છે. ન્યાયાધીશ શમીમ અહમદની પીઠે બારાબંકીના દેવા પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી મોહમ્મદ અબ્દુલ ખાલિકે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી. પોલીસે ખાલિકની ગૌવંશના માંસ સાથે ધરપકડ કરી હતી અને તેના પર યુપી ગૌહત્યા નિવારણ અધિનિયમ હેઠળ કેસ ચલાવવામાં આવી રહ્યો છે.
“उम्मीद है कि केंद्र सरकार गो-हत्या पर प्रतिबंध लगाएगी और गाय की सुरक्षा करेगी”
— News24 (@news24tvchannel) March 4, 2023
◆ इलाहाबाद हाई कोर्ट ने कहा
Cow Slaughter | #CowSlaughter pic.twitter.com/q7FB7NdxWy
ગૌહત્યા મામલે સુનાવણી કરતી અલાહાબાદ હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે જ્યાં આપણે તમામ ધર્મોનું સન્માન કરવું જોઈએ. ગાય દૈવીય અને પ્રાકૃતિક ભલાઈની પ્રતિનિધિ છે અને આ કારણે જ તેનું રક્ષણ થવું જોઈએ. જે કોઈ પણ ગાયની હત્યા કરે અથવા બીજાને હત્યા કરવા પરવાનગી આપે છે તેને નરકમાં સડવા યોગ્ય માનવામાં આવે છે.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ગાયના દૂધ, દહીં, માખણ, મૂત્ર અને ગોબરની પાંચ પેદાશો પંચગવ્યની શુદ્ધિ, તપસ્યા ઉપચારની વિધિઓમાં ઉપયોગ દ્વારા ગાયની પૂજાનું પ્રમાણ સૂચવવામાં આવે છે. જે ગાયનું બહુમુલ્ય દર્શાવતી બાબતો છે. મોહમ્મદ અબ્દુલ ખાલિક સામેના ફોજદારી કેસને રદ કરવાનો ઇનકાર કરતી વખતે કોર્ટે આ ટીપ્પણીઓ કરી હતી.
ગાયનું મહત્વ સમજાવતાં હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, “દેવકથાઓમાં એમ પણ કહેવામાં આવે છે કે બ્રહ્માએ એક સાથે પૂજારીઓ અને ગાયોને જીવનદાન આપ્યું હતું, જેથી પૂજારીઓ ધાર્મિક ગ્રંથોનું પઠન કરી શકે અને ગાયની વિધિ માટે પ્રસાદ તરીકે ઘી આપી શકે.” કોર્ટે કહ્યું કે, ગાયના ચાર પગને ચાર વેદ કહેવામાં આવ્યા છે.
“Legends also state that #Brahma gave life to priests and cows at same time so that the priests could recite religious scriptures while cows could afford ghee (clarified butter) as offering in rituals” #AllahabadHighCourt#Cow #CowSlaughter
— Live Law (@LiveLawIndia) March 3, 2023
હાઈકોર્ટે કહ્યું કે ગાયને અન્ય દેવી દેવતાઓ, ખાસ કરીને ભગવાન શિવ, ભગવાન ઈન્દ્ર, ભગવાન કૃષ્ણ અને દેવી સાથે પણ જોડવામાં આવી છે. કોર્ટે કહ્યું કે ગાયને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર પ્રાણી માનવામાં આવે છે. ગાયનું આર્થિક મહત્વ ખૂબ જ છે તેમજ વૈદિક કાળથી મનુસ્મૃતિ, મહાભારત, રામાયણમાં જે ધાર્મિક મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પંચગવ્ય ગાયમાંથી મળતા પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. સરકારે ગૌહત્યા નિવારવા માટે પગલા લેવા જોઈએ તેવી આશા ન્યાયાલયે વ્યક્ત કરી હતી.