જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં ભારતીય વાયુસેનાના એક કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે, જેમાં પાંચ જવાનોને ઈજા પહોંચી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. આ ઘટના શનિવારે (4 મે, 204) સાંજે 6:15 આસપાસ બની.
આ ઘટના પૂંછના સૂરનકોટ વિસ્તારમાં બની. જવાનોનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે આતંકવાદીઓ બે વાહનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 5 જવાનોને ઈજા પહોંચી. તેમને ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
#UPDATE | The injured troops have been airlifted to Command Hospital, Udhampur for further treatment: Security Forces' officials
— ANI (@ANI) May 4, 2024
ઘટના બાદ તાત્કાલિક એજન્સીઓ સ્થળ પર દોડી ગઈ હતી અને કાઉન્ટર-ટેરર ઑપરેશન શરૂ કરી દીધું હતું. જાણવા મળ્યા અનુસાર, રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટે પહોંચીને વિસ્તારને કોર્ડન કરી લઈને સર્ચ ઑપરેશન શરૂ કરી દીધું છે. આ સિવાય, જે વાહનો હતાં તેને પણ એરબેઝમાં સુરક્ષિત મૂકી દેવામાં આવ્યાં છે.
આ અંગે વાયુસેના તરફથી પણ નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું કે, “જમ્મુ-કાશ્મીરના પૂંછ વિસ્તારમાં ભારતીય વાયુસેનાના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. સ્થાનિક સૈન્ય ટુકડીઓ દ્વારા હાલ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કાફલો સુરક્ષિત છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.”
An Indian Air Force vehicle convoy was attacked by militants in the Poonch district of J&K, near Shahsitar. Cordon and search operations are underway presently in the area by local military units. The convoy has been secured, and further investigation is under progress.
— Indian Air Force (@IAF_MCC) May 4, 2024
ન્યૂઝ એજન્સી ANIના અહેવાલો અનુસાર, ઇજાગ્રસ્ત સેનાના જવાનોને ઉધમપુર કમાન્ડ હૉસ્પિટલ ખાતે સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાબળોને એલર્ટ પર રાખવામાં આવ્યાં છે અને જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના જવાનો તહેનાત કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ, કૃત્યને અંજામ આપનારા આતંકવાદીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય વાયુસેનાની ગરુડ સ્પેશિયલ ફોર્સ પણ કામે લાગી ગઈ છે. બીજી તરફ, ઇજાગ્રસ્ત જવાનોની સારવાર ચાલી રહી છે.