નોંધનીય છે કે બાબર પઠાણ આ હત્યાનો મુખ્ય આરોપી છે તથા તેનો ભાઈ મહેબૂબ ખાન પઠાણ પોલીસનો બાતમીદાર હોવાનું સામે આવ્યું હતું. તપન પરમાર હત્યા મામલે પોલીસ તપાસ કરી રહી છે તથા મહેબૂબ ખાન પઠાણના 20 નવેમ્બરે 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ત્યારપછી કોર્ટે તેના સહિત 2 આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા જે બાદ વધુ ખુલાસા થઇ રહ્યા છે.
મહેબૂબ પઠાણ હતો પોલીસનો બાતમીદાર
ઉલ્લેખનીય છે કે એક તરફ સામે આવ્યું હતું કે બાબરનો ભાઈ મહેબૂબ પોલીસને બાતમી આપતો હતો. તે SOGને ડ્રગ્સ વેચનાર અંગે માહિતી આપતો હતો. MD ડ્રગ્સ જેમની પાસેથી પકડાઈ રહ્યા છે તે સ્મગ્લર્સ અંગે મહેબૂબ પોલીસને બાતમી આપતો હતો. બીજી તરફ તેનો ભાઈ અને તપન હત્યા કેસનો મુખ્ય આરોપી બાબર આ જ સ્મગલર્સ પાસેથી ડ્રગ્સ મંગાવતો અને તેનો વેપાર કરતો હતો.
વડોદરામાં તપન હત્યાકાંડને લઈ મોટા સમાચાર#Gujarat #Vadodara #SandeshNews pic.twitter.com/llG6nHFwgO
— Sandesh (@sandeshnews) November 22, 2024
બાબર મધ્યપ્રદેશથી મંગાવતો ડ્રગ્સ
સામે આવ્યું હતું કે બાબર મુંબઈ અને મધ્યપ્રદેશથી ડ્રગ્સ મંગાવતો હતો અને MD ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. બાબર પોતે પણ ડ્રગ્સનું સેવન કરતો હતો. ઉલ્લેખનીય છે કે તપનની હત્યા બાદ બાબરખાન પઠાણ તેના સાગરિતો સાથે મળી ડ્રગ્સની પાર્ટી કરી રહ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં બાબર નાકથી ખેંચીને ડ્રગ્સ લેતો દેખાઈ રહ્યો છે.
નોંધનીય છે કે બાબર ખાન પઠાણ સામે અનેક ગુના નોંધાયેલા હતા જેમાં ખંડણી, લૂંટ, ધાક ધમકી અને મારામારી જેવા ગુનાઓનો સમાવેશ થતો હતો. ત્યારે તપનની હત્યા કર્યા બાદ તેના પર હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે. દરમિયાન જ ડ્રગ્સ દાણચોરો સાથે બાબરના કનેક્શન સામે આવ્યા હતા અને બાબર ડ્રગ્સનું સેવન કરી રહ્યો હોય પાર્ટી કરી રહ્યો હોય એવા વિડીયો વાયરલ થયા હતા.
થઇ ચુકી છે 9 આરોપીઓની ધરપકડ અને બુલડોઝર કાર્યવાહી
આ મામલે અત્યાર સુધી બાબર, તેના 3 ભાઈઓ સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 17 પોલીસ અધિકારીઓને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાંથી કેટલાકને સસ્પેન્ડ તો કેટલાકની બદલી કરવામાં આવી હતી. હત્યા બાદ 19-20 નવેમ્બરે સંવેદનશીલ વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. ટીમે 21 શેડ, 9 ઓટલા, 6 ટુ વ્હીલર, 1 ફોર વ્હીલર હટાવવા સાથે 9 ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો.