Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘LTTE ચીફ પ્રભાકરન જીવિત છે’: તમિલ નેતાનો દાવો, કહ્યું- જલ્દીથી તે દુનિયાની...

    ‘LTTE ચીફ પ્રભાકરન જીવિત છે’: તમિલ નેતાનો દાવો, કહ્યું- જલ્દીથી તે દુનિયાની સામે આવશે

    પ્રભાકરન અત્યારે ક્યાં છે તેમ પૂછવામાં આવતાં તમિલ નેતાએ કહ્યું હતું કે, તેઓ પણ એ જાણવા ઉત્સુક છે કે પ્રભાકરન હાલ કઈ સ્થિતિમાં અને ક્યાં છે અને ક્યારે તેઓ દુનિયાની સામે આવશે. 

    - Advertisement -

    તમિલ નેશનલ મુવમેન્ટના નેતા પાઝા નેદુમારને એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે દાવો કરતાં કહ્યું કે, લિબરેશન ટાઇગર્સ ઑફ તમિલ- LTTEનો ચીફ પ્રભાકરન જીવિત છે અને એટલું જ નહીં પણ તે જલ્દીથી દુનિયાની સામે આવશે. 

    આ દાવાની ચર્ચા મીડિયા અને સોશિયલ મીડિયામાં થઇ રહી છે. ઠંજાવુરમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતી વખતે નેદુમારને કહ્યું કે, બદલાતી વૈશ્વિક પરિસ્થિતિ અને શ્રીલંકામાં રાજપક્ષે સરકાર હટવા સહિતના રાજકીય સંકટને જોતાં આ સમય LTTE ચીફ માટે બહાર આવવાનો શ્રેષ્ઠ સમય છે. 

    નેદુમારને દાવો કરતાં કહ્યું કે, “હું LTTE ચીફ વેલુપિલ્લાઈ પ્રભાકરન વિશે કેટલાંક સત્યો ઉજાગર કરવા જઈ રહ્યો છું, જેનથી તેમના વિશેની તમામ મૂંઝવણો દૂર થશે. અમે તમામ તમિલ લોકોને જણાવવા માંગીએ છીએ કે LTTE ચીફ વેલુપિલ્લાઈ પ્રભાકરન સ્વસ્થ છે. તેમણે દુનિયાભરના એલમ તમિલ અને તમિલ સમાજના લોકોને એકજૂટ થઈને પ્રભાકરનનું સમર્થન કરવાની અપીલ કરી હતી. 

    - Advertisement -

    પ્રશ્ન કરવામાં આવતાં તેમણે કહ્યું કે, તેઓ પ્રભાકરનના પરિવાર સાથે સંપર્કમાં છે અને તેમણે જ જાણકારી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રભાકરન વિશે આવી જાહેરાત તેઓ LTTE નેતાની પરવાનગીથી જ કરી રહ્યા છે. 

    પ્રભાકરન અત્યારે ક્યાં છે તેમ પૂછવામાં આવતાં તમિલ નેતાએ કહ્યું હતું કે, તેઓ પણ એ જાણવા ઉત્સુક છે કે પ્રભાકરન હાલ કઈ સ્થિતિમાં અને ક્યાં છે અને ક્યારે તેઓ દુનિયાની સામે આવશે. 

    વેલુપિલ્લઇ પ્રભાકરન શ્રીલંકન તમિલ ગુરિલ્લા અને લિબરેશન ઑફ તમિલ ઇલમ (LTTE) નો સંસ્થાપક હતો. જેના ઉગ્રવાદી સંગઠનનો હેતુ શ્રીલંકાની ઉત્તર-પૂર્વ ભાગમાં એક સ્વાતંત્ર તમિલ રાજ્ય બનાવવાનું હતું, જે માટે શ્રીલંકામાં 25થી વધુ વર્ષ યુદ્ધ લડાયું અને અનેક જાનહાનિ પણ થઇ હતી. 

    LTTEના કારણે શ્રીલંકામાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને 1987માં તેની સામે લડવા માટે ભારતે પોતાની સેના શ્રીલંકા મોકલી હતી. તેનાથી પ્રભાકરન નારાજ થયો હતો અને તેણે બદલો લેવા માટે રાજીવ ગાંધીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.

    પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા મામલે પ્રભાકરન મુખ્ય આરોપી હતો. આ ઉપરાંત, શ્રીલંકામાં પણ તેની સામે અનેક હત્યાના કેસ નોંધાયેલા હતા. ત્યારબાદ LTTEને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન પણ ઘોષિત કરવામાં આવ્યું હતું.

    શ્રીલંકાએ વર્ષ 2009માં પ્રભાકરન માર્યો ગયો હોવાની જાહેરાત કરી હતી. ત્યારે તેની કેટલીક તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર ફરતી થઇ હતી. પરંતુ હવે તે જીવતો હોવાના દાવાઓએ ફરી ચર્ચા જગાવી છે.  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં