ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ કોંગ્રેસમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ચૂકી છે. એક તરફ કોંગ્રેસના પીઢ અને શક્તિશાળી ધારાસભ્ય મોહન રાઠવા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતા પક્ષને રામરામ કરવાની તૈયારીમાં છે. તાલાળાના ધારાસભ્ય ભગા બારડ પણ હવે કોંગ્રેસ છોડવાના મુડમાં જોવા મળી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર ,ગીર સોમનાથ જિલ્લાની તાલાળા બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ પણ હવે કોંગ્રેસ છોડવાના મુડમાં જોવા મળ્યા છે. બારડે ગઈ કાલે બાદલપરા ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને તેમના ભાજપમાં જોડાવવા અંગે ચર્ચા કરી હતી. જોકે, ભાજપમાં જોડાવવા અંગે હજુ સુધી તેમણે સત્તાવાર જાહેરાત કરી નથી.
કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ આપી શકે છે રાજીનામું!#Congress #bhagabarad #ZEE24Kalak pic.twitter.com/9ZWcG6u8TF
— Zee 24 Kalak (@Zee24Kalak) November 8, 2022
ભગવાન બારડે 2000 જેટલા તાલાલા સુત્રાપાડા તાલુકાના સમર્થકો સાથે બેઠક યોજી હતી. કોંગ્રેસમાંથી વિદાય અને ભાજપમાં પ્રવેશ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બારડે તેમના બાદલપરા ફાર્મ હાઉસ ખાતે યોજી હતી.
અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે ભગા બારડે ભાજપમાં જોડાવા અંગે પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં તેમને સંઘર્ષ કરવો પડતો હોવાની ચર્ચા કરી હતી, ઉપરાંત ભાજપમાં જોડાવા અંગે પણ તેમના સમર્થકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. મિટિંગમાં આવેલા કાર્યકરોએ અને ભગા બારડના સમર્થકોએ ભગાભાઈના નિર્ણયને આવકારીને જો તેઓ ભાજપમાં જોડાય તો
તેમની સાથે ભાજપમાં જોડાવાની તૈયારી દર્શાવી હતી
#Exclusive : ભગા બારડ ગમે તે સમયે આપી શકે રાજીનામું , સૌરાષ્ટ્રના આહીર સમાજનો મોટો ચહેરો છે ભગા બારડ#Congress #BJP #GujaratElections2022 #GujaratElections #ElectionsWithNews18 #Saurashtra #AhirSamaj pic.twitter.com/KbY1f4GNyr
— News18Gujarati (@News18Guj) November 9, 2022
ઉલ્લેખનીય છે કે ભગા બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી છે અને તેઓ પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા.
કોંગ્રેસને મળી શકે વધુ એક ઝટકો
— News18Gujarati (@News18Guj) November 8, 2022
ભગા બારડે સમર્થકો સાથે કરી બેઠક
ભગા બારડ ભાજપમાં જોડાઈ શકે
ભગા બારડે સમર્થકો પાસે માગ્યું સમર્થન
તાલાલાથી કોંગ્રેસનાં ધારાસભ્ય છે ભગા બારડ#Congress #GujaratElection2022
ચુના પત્થરના ખનન કેસમાં થયા હતા પદ પરથી સસ્પેન્ડ
TV9ના અહેવાલ અનુસાર 2019ના વર્ષમાં ભગા બારડ એક કોર્ટ કેસના કારણે ચર્ચામાં આવ્યા હતા. ભગા બારડ ઉપર વર્ષ 1995માં તેમના પર 2.83 કરોડ રૂપિયાના ગેરકાયદેસર લાઇમ સ્ટોન ખનનનો આરોપ બાદ તેમને ગીર સોમનાથની મેજિસ્ટ્રેટ કોર્ટે 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારી હતી. કોર્ટે આપેલી સજાના પગલે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ તાત્કાલીક એકશન લઈને તલાલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભગા બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે બાદમાં ભગા બારડે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવતા તેમને મોટી રાહત મળી હતી અને હાઈકોર્ટના આદેશ બાદ કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડનું સભ્ય પદ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ યથાવત રાખ્યું હતું.