Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ભાગવાનો વિકલ્પ ન હતો, હિંદુઓએ બચાવ્યો હતો જીવ’: તાપસી પન્નુએ જણાવ્યું 1984ના...

    ‘ભાગવાનો વિકલ્પ ન હતો, હિંદુઓએ બચાવ્યો હતો જીવ’: તાપસી પન્નુએ જણાવ્યું 1984ના શીખ નરસંહાર વખતે કઈ રીતે બચ્યો હતો તેમનો પરિવાર

    ઇન્ટરવ્યુમાં 1984નાં રમખાણો વિશે પૂછવામાં આવતાં તાપસી પન્નુએ વિગતવાર વાત કરી હતી. તેણે જણાવ્યું કે કઈ રીતે તેમના પિતાનો પરિવાર એકમાત્ર શીખ પરિવાર હતો અને આસપાસ રહેતા હિંદુઓએ તેમનો જીવ બચાવ્યો હતો. 

    - Advertisement -

    અભિનેત્રી તાપસી પન્નુએ (Taapsee Pannu) તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં 1984ના શીખ વિરોધી રમખાણોમાં (Anti Sikh Riots) પરિવારની સ્થિતિ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે કઈ રીતે આસપાસના હિંદુઓએ તેના પિતાનો જીવ બચાવ્યો હતો. 

    ‘ધ લલ્લનટોપ’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં 1984નાં રમખાણો વિશે પૂછવામાં આવતાં તાપસી પન્નુએ વિગતવાર વાત કરી હતી. તેણે જણાવ્યું કે કઈ રીતે તેમના પિતાનો પરિવાર એકમાત્ર શીખ પરિવાર હતો અને આસપાસ રહેતા હિંદુઓએ તેમનો જીવ બચાવ્યો હતો. 

    તેણે કહ્યું, “તે સમયે મારા માતા-પિતાનાં લગ્ન થયાં ન હતાં અને મારી માતા પૂર્વ દિલ્હી રહેતી હતી અને પપ્પા શક્તિનગર રહેતા હતા. તેમની પાસેથી જ બધું સાંભળ્યું છે. મમ્મી કહેતી કે તેમનો વિસ્તાર સુરક્ષિત હતો. પરંતુ મારા પિતા જ્યાં શક્તિનગરમાં રહેતા હતા ત્યાં અમે એકમાત્ર શીખ પરિવાર હતા. અમારો એક જોંગા (જીપ જેવું વાહન) હતો અને તે સમયે વધારે લોકો પાસે ગાડીઓ ન હતી. જોંગા નીચે પાર્ક રહેતો હતો.”

    - Advertisement -

    રમખાણો અને તે સમયે પરિવારની સ્થિતિને લઈને કહ્યું કે, “લોકો તલવારો અને પેટ્રોલ-બૉમ્બ લઈને આવ્યા અને તેમને ખબર હતી કે અહીં એક જ શીખ પરિવાર રહે છે. તે સમયે અમારા ઘરના લોકો લાઈટ બંધ કરીને ઘરમાં જ સંતાઈ ગયા હતા. ભાગવાનો તો વિકલ્પ જ ન હતો કારણ કે ખબર હતી કે આસપાસ લોકો આવી ચૂક્યા છે અને ભાગીને ક્યાં જઈશું?”

    આગળ જણાવ્યું, “અમે જ્યાં ભાડે રહેતા હતા તે બિલ્ડીંગમાં અમારા સહિત 4 પરિવારો હતા અને બાકીના ત્રણેય હિંદુ હતા. તમામે લાઈટ અને દરવાજા બંધ કરી દીધા હતા. જ્યારે તોફાનીઓ દરવાજા સુધી આવી ગયા અને ઉપર જઈ રહ્યા હતા તો પાડોશીએ તેમને કહ્યું કે તેઓ (શીખ પરિવાર) ભાગી ગયા છે. પણ તેમને (તોફાનીઓ) ખબર હતી કે નીચેની જોંગા તેમની છે, તો તેમણે તેને આગ લગાવી દીધી. 

    અંતે તાપસીએ કહ્યું, “બચી ગયા, કારણ કે આસપાસના લોકોએ બચાવી લીધા હતા.” 

    1984માં આ શીખ નરસંહાર થયો હતો. તે પહેલાં 1984ના જૂનમાં પંજાબના અમૃતસરમાં ઓપરેશન બ્લુ સ્ટાર લૉન્ચ કરવામાં આવ્યું હતું અને ખાલિસ્તાની તત્વોનો સફાયો કરવામાં આવ્યો હતો. આ જ ઓપરેશનમાં જરનૈલ સિંઘ ભીંડરાંવાલે માર્યો ગયો હતો. 

    આ ઓપરેશન બાદ ઓક્ટોબર મહિનામાં ઇન્દિરા ગાંધીની હત્યા કરી નાંખવામાં આવી હતી. કોંગ્રેસીઓએ આ ઘટનાને એક રીતે શીખ વિરોધી રમખાણોમાં બદલી નાંખી અને દિલ્હીમાં મોટાપાયે રમખાણો થયાં હતાં અને અનેક શીખ પરિવારોએ સહન કરવું પડ્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં