Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરતના ઓલપાડમાં હિન્દુ રહેણાંક સોસાયટીમાં બન્યું ચર્ચ, સ્થાનિકોએ હિન્દુ સંગઠનો સાથે મળીને...

    સુરતના ઓલપાડમાં હિન્દુ રહેણાંક સોસાયટીમાં બન્યું ચર્ચ, સ્થાનિકોએ હિન્દુ સંગઠનો સાથે મળીને કલેક્ટરને આપ્યું આવેદન, આંદોલનની ચીમકી

    ગુજરાતમાં ફાટી નીકળેલ ધર્માંતરણના ધંધા વચ્ચે સુરતના ઓલપાડમાં હિન્દુ સોસાયટીમાં ચર્ચ બની જતાં રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો.

    - Advertisement -

    સુરતના ઓલપાડમાં એક રહેણાંક સોસાયટીમાં ગેરકાયદેસર ચર્ચ બનવવામાં આવ્યું છે જેને લઈને સ્થાનિક લોકોએ હિન્દૂ સંગઠનો સાથે મળીને આજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

    સુરતના ઓલપાડ તાલુકાની મુરલી લેક સીટી નામની સોસાયટીમાં ગેરકાયદેસર ચર્ચ બનાવી દેવાતા સ્થાનિકોના વિરોધ બાદ હિંદૂ સંગઠનો રોડ પર ઉતર્યા હતા. હિન્દૂ સંગઠનોએ ઓલપાડ બજારમાં રેલી કાઢી ઓલપાડ મામલતદારને આવેદન આપવામાં આવ્યું.

    ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં સુરત જિલ્લાના વીએચપીના અધિકારી જયેશભાઈ ચાવડાએ જણાવ્યુ કે, “ઓલપાડની મુરલી લેક સિટી સોસાયટીમાં રહીશોને અંધારામાં રાખીને રાતો રાત 2 ઘરમાં ચર્ચ બાંધી દેવામાં આવ્યું હતું. જેનાથી આક્રોશમાં આવેલ હિન્દુઓએ અમારો સંપર્ક કર્યો હતો. જે બાદ અમે સ્થાનિક હિન્દુઓ સાથે મળીને આ ચર્ચના વિરોધમાં ઓલપાડ બજારમાં રેલી કાઢીને મામલતદારને આવેદન આપ્યું છે.”

    - Advertisement -
    ઓલપાડના ગેરકાયદેસર ચર્ચ વિરુદ્ધ આવેદન આપતા સ્થાનિક રહીશો સાથે હિન્દુ સંગઠનો (ફોટો: જયેશ ચાવડા)

    “અમે ઓલપાડ મામલતદાર ઉપરાંત સાથનિક સરપંચ અને પોલીસ અધિકારીને પણ આ વિષયમાં લેખિત આવેદન આપ્યું છે.” ચાવડાએ આગળ જણાવ્યુ.

    જયેશભાઈના જણાવ્યા મુજબ ચાર મહિના પહેલા ચર્ચ નિર્માણની કામગીરી ચાલી રહી હોવાની વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોને માહિતી મળી હતી. ત્યારે પણ તેઓએ હિન્દુ રહેણાંક સોસાયટીમાં ચર્ચની કામગીરી અટકાવી દેવા સૂચના આપી હતી. હિંદુ સંગઠનના કાર્યકરોની સૂચના બાદ પણ ચર્ચની કામગીરી ચાલુ રાખી આખું મકાન તૈયાર કરી દેવાયું હતું અને રવિવારે (26 જૂન) ચર્ચનું વિધિવત ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતું.

    સ્થાનિક હિન્દુઓએ સખત શબ્દોમાં ચીમકી આપી છે કે ઝડપથી આ ગેરકાયદેસર ચર્ચ દૂર નહીં કરાય તો આવનારા સમયમાં તેઓ ઉઘ્ર આંદોલન કરવા માટે તૈયાર છે.

    આરોપ લગાવવામાં આવ્યો છે કે હિન્દુ વિસ્તારોમાં ધર્માંતરણની પ્રવૃત્તિને વેગ આપવા માટે આવા ચર્ચો ઠેર ઠેર ખોલી દેવામાં આવ્યા છે. સુરતની નજીકના આદિવાસી વિસ્તારોમાં ઈસાઈ મિશનરીઓ દ્વારા ધર્માંતરણનો ધંધો ધમધોકાર ચાલતો હોય છે એ કોઈનાથી છુપું નથી.

    ગુજરાતમાં ફાટી નીકળ્યો ધર્માંતરણનો રાફડો

    હમણાં હમણાં જ ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં આવી ધર્માંતરણની ઘટનાઓનો પર્દાફાસ થયો છે. સુરતની નજીકના તાપી જિલ્લાના વ્યારામાં એક જ પરિવારના બે ખ્રિસ્તી ભાઈઓ દ્વારા બે હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને પોતાના ઘરે લઈ જઇ એક રાત ગોંધી રાખીને ધર્મ પરીવર્તન વિધિ કરવામાં આવી હતી. યુવતીના પરિવાર દ્વારા આ બંને યુવકો અને તેમના પરિવારના અન્ય 3 સભ્યો સહિત 5 સામે વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી જે બાદ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

    ગત તારીખ 29 એપ્રિલના રોજ કચ્છના મુઠિયારના એક પશુપાલક કરસનજી દેશરજી બારાચને એક પત્ર મળ્યો હતો. જેમાં નામ બદલવા સાથે ધર્મ પરિવર્તનની સલાહ આપતો અને હિમાયત કરી પ્રલોભન આપવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ બાબતે કરસનજી દ્વારા પોલીસને લેખિત ફરિયાદ-અરજી અપાઇ હતી. 

    આ પહેલા છોટા ઉદેપુર જિલ્લાના નાસવાડીમાં પણ ઈસાઈ મિશનરી દ્વારા ધર્માંતરણ માટે એક કાર્યક્રમનુ આયોજન કરાયું હતું. પરંતુ હિન્દુ સંગઠનોના ઉઘરા વિરોધ બાદ એ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં