Friday, June 28, 2024
More
    હોમપેજક્રાઈમહિંદુવાદી નેતાઓની હત્યાના કાવતરાં રચનાર સુરતના મૌલવી સોહેલના પાકિસ્તાની હેન્ડલર ડોંગર વિશે...

    હિંદુવાદી નેતાઓની હત્યાના કાવતરાં રચનાર સુરતના મૌલવી સોહેલના પાકિસ્તાની હેન્ડલર ડોંગર વિશે ખુલાસો: 17 પાકિસ્તાની નંબર અને 42 મેઈલ આઈડી દ્વારા અપાતી હતી ધમકી

    હિંદુ મંદિરે જતી શબનમ શેખને પણ આ લોકોએ ધમકી આપી હતી. પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે આ આખા મામલામાં તે ટેરર ફંડિંગનો એન્ગલ પણ ખાસ જોઈ રહી છે.

    - Advertisement -

    હિંદુવાદી નેતાઓને ધમકી આપવી અને તેમની હત્યાના કાવતરાં ર્ચા મામલે હવે તપાસમાં રોજ કૈક નવા ખુલાસા થઈ રહ્યા છે. તાજા જાણકારી મુજબ સુરતથી ઝડપાયેલ આરોપી મૌલવી સોહેલના પાકિસ્તાની હેન્ડલરનું નામ અને ફોટો પણ સામે આવ્યો છે. પાકિસ્તાનના ડોંગર નામના હેન્ડલર માટે સૂરતનો આ મૌલવી અને અન્ય ઘણાં લોકો સ્લિપર સેલ તરીકે કાર્ય કરતાં હતા. ઉપરાંત મૌલવી પાસેથી 2 ચૂંટણીકાર્ડ અને 2 જન્મના દાખલા પણ મળી આવ્યા હતા.

    તાજા અહેવાલ મુજબ સુરક્ષા એજન્સીઓની સંયુક્ત તપાસમાં આ સુરતના મૌલવી સોહેલ અબુબકર ટીમોલના પાકિસ્તાન સ્થિત હેન્ડલનું નામ ડોંગર હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં તેનો એક ફોટો પણ મળી આવ્યો હતો. આગળ એ પણ ખુલાસો થયો કે આ હેન્ડલર જ 17 પાકિસ્તાની નંબર અને મેઈલ આઈડી દ્વારા હિંદુ નેતાઓને ધમકી આપતો હતો.

    પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ લોકો ગ્રુપ બનાવીને લોકોને ધમકી આપતા હતા. હિંદુ મંદિરે જતી શબનમ શેખને પણ આ લોકોએ ધમકી આપી હતી. પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે આ આખા મામલામાં તે ટેરર ફંડિંગનો એન્ગલ પણ ખાસ જોઈ રહી છે.

    - Advertisement -

    નેપાળથી ઝડપાયો હતો મૌલવીનો સાગરીત, તેની પાસે પણ બેવડી નાગરિકતા

    આ સમગ્ર કેસમાં તાજેતરમાં જ બિહારના મુઝફ્ફરપુરથી મહોમ્મદ અલી નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી પાસે ભારત સહિત નેપાળની પણ નાગરિકતા હતી. એકસાથે બે દેશોની નાગરિકાને લઈને તેની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ ટીમ તપાસ માટે નેપાળ પણ ગઈ હતી.

    આ સિવાય નોંધનીય છે કે, તાજેતરમાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચે મૌલવીના સાગરિત એવા શાહનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરની બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને મુઝફ્ફરપુર કોર્ટમાં રજૂ કરી તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને તેને સુરત લાવવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની પૂછપરછ થઈ હતી. પોલીસે પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું કે આગળની તપાસમાં હજુ ઘણા નામ ખુલી શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં