છેલ્લા અમુક સમયથી ઘણા એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે જ્યાં જિમ એ સ્વાસ્થ્ય સુધારવા કે જાળવવા માટેનું નહિ પરંતુ યુવતીઓના શારીરિક શોષણનું કેન્દ્ર બનતા જતા જોવા મળી રહ્યા છે. આવો જ એક તાજો કિસ્સો સુરતથી સામે આવી રહ્યો છે. જેમાં એક જિમ ટ્રેનર સોહિલ પોતાના જિમમાં આવતી યુવતીની છેડતી કરી રહ્યો હતો.
ન્યુઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ જયારે આ યુવતીએ પોતાની આપવીતી પોતાના પરિવાર અને મિત્રોને જણાવી તો તેઓએ લાઠી-દંડાઓ જિમ પર પહોંચીને જિમ ટ્રેનર સોહિલને પાઠ ભણાવ્યો હતો, જેથી તે ભવિષ્યમાં અન્ય કોઈ યુવતી સાથે આમ ના કરી શકે. તે સમયનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.
સુરત : યુવતીની છેડતી કરનાર જીમ ટ્રેનરને માર મરાયો
— News18Gujarati (@News18Guj) March 13, 2023
વિધર્મી યુવક સામે છેડતી, મારામારીની ફરિયાદ#Gujarat #Surat pic.twitter.com/SSIFrp1Soh
વાઇરલ થયેલ વિડીયો 10 માર્ચ 2023નો માલુમ પડી રહ્યો છે. તે જિમ પાસેના એક CCTVનો વિડીયો છે. જેમાં કેટલાક લોકો લાઠી-દંડા વડે જિમ ટ્રેનર સોહિલ ફારૂન સૈયદને ઢોરમાર મારતા નજરે પડી રહ્યા છે.
શું હતો પૂરો મામલો?
પૂરો મામલો એમ હતો કે જિમ ટ્રેનર સોહિલ ફારૂન સૈયદના જિમમાં એક હિંદુ યુવતી જિમ કરવા આવતી હતી. જિમના રજિસ્ટરમાંથી યુવતીનો નંબર લઈને સોહિલ તેને વારંવાર કોલ અને મેસેજ કરીને પરેશાન કરતો હતો.
તેનાથી કંટાળીને યુવતીએ તેના નંબરને બ્લોકલિસ્ટમાં નાખી દીધો હતો. પરંતુ ત્યાં પણ આ વાત અટકી ન હતી. જિમ ટ્રેનર સોહિલ સૈયદે ક્યાંકથી તે યુવતીનું ઇન્સ્ટાગ્રામ આઈડી શોધી કાઢ્યું અને ત્યાં તેને પરેશાન કરવા લાગ્યો હતો.
અંતે હેરાનગતિ વધતા યુવતીએ પોતાના પરિવારના સભ્યો અને મિત્રોને આ બાબતની જાણ કરતા ઉશ્કેરાયેલા લોકોએ જિમ પર આવીને સોહેલને માર મારીને પાઠ ભણાવ્યો હતો .
જે બાદ આ લોકોએ સોહેલને સ્થાનિક પોલીસના હવાલે કર્યો હતો અને તેના વિરુદ્ધ છેડતી અને મારામારીની ફરિયાદ નોંધાવી હતી. જેથી તે ભવિષ્યમાં અન્ય કોઈ યુવતી સાથે આ પ્રકારનું વર્તન ના કરે. હાલમાં પોલીસ આ વિષયમાં વધુ તપાસ કરી રહી છે.