Friday, November 22, 2024
More
    હોમપેજદેશમથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ સ્થિત શાહી ઇદગાહના સર્વે પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક:...

    મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ સ્થિત શાહી ઇદગાહના સર્વે પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક: આ પહેલાં અલ્હાબાદ હાઈકોર્ટે આપી હતી મંજૂરી

    14 ડિસેમ્બર, 2023ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે હિંદુ પક્ષને મથુરામાં શ્રીકૃષ્ણના જન્મસ્થળ સ્થિત શાહી ઈદગાહનો સર્વે કરવાની મંજૂરી આપી હતી. 

    - Advertisement -

    મથુરામાં ચાલી રહેલા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટે શાહી ઇદગાહના સર્વે પર રોક લગાવી દીધી છે. આ પહેલાં અલ્હાબાદ હાઈકોર્ટે 14 ડિસેમ્બર 2023ના રોજ નિર્ણય આપતાં આ મામલે એડવોકેટ કમિશ્નરની નિમણુંક કરીને સર્વેની મંજૂરી આપી હતી. ત્યારે હવે મંગળવારે (16 જાન્યુઆરી 2024) સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે.

    સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની સંયુક્ત બેંચે આ કેસની સુનાવણી કરતા કહ્યું કે, આ કેસની આગામી સુનાવણી અહીં જ થવાની છે. એટલે ત્યાં સુધી શ્રીકૃષ્ણ જન્મસ્થળનો સર્વે ન થઈ શકે. આ મામલે શાહી ઇદગાહની મસ્જિદ સમિતિએ સર્વે પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

    જે અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ મામલાની સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટમાં થઈ શકે છે, પરંતુ 14 ડિસેમ્બર 2023ના કમિશ્નરની નિમણુંકના આદેશ અને ઇદગાહના સર્વેને હાલ અટકાવવામાં આવી રહ્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણીની તારીખ 23 જાન્યુઆરી 2024 નક્કી કરી છે. આ અરજી હિંદુ પક્ષ તરફથી શ્રીકૃષ્ણ વિરાજમાન અને વકીલ વિષ્ણુ શંકર જૈન સહિત 7 લોકોએ દાખલ કરી હતી.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, 14 ડિસેમ્બર, 2023ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે હિંદુ પક્ષને મથુરામાં શ્રીકૃષ્ણના જન્મસ્થળ સ્થિત શાહી ઈદગાહનો સર્વે કરવાની મંજૂરી આપી હતી. જેમાં દાખલ કરાયેલી અરજીને માન્ય રાખતા કોર્ટે આ સમગ્ર પરીસરની તપાસ માટે એડવોકેટ કમિશ્નરની નિમણુંક કરવાની માંગણી સ્વીકારી હતી. જેમની દેખરેખ હેઠળ પરિસરનો સર્વે પૂર્ણ થવાનો હતો.

    આ મામલે હિંદુ પક્ષનું કહેવું છે કે, મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં બનેલ શાહી ઈદગાહના ઢાંચાને બળજબરીપૂર્વક બનાવવામાં આવ્યો છે. અહિયાં જ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. હિંદુ પક્ષનું કહેવું છે કે આ જગ્યા પર ગેરકાયદેસર કબજો કરીને એક ઢાંચો બનાવવામાં આવ્યો છે. અહિયાં હજુ પણ ઘણા એવા પુરાવા છે, જે સાબિત કરે છે કે અહિયાં પહેલાં મંદિર હતું.

    હિંદુ પક્ષનો દાવો છે કે, ભગવાન કૃષ્ણનો જન્મ કંસ રાજાની મથુરાની જેલમાં થયો હતો, અને એ જન્મસ્થળ શાહી ઈદગાહના હાલમાં બનેલા ઢાંચા નીચે છે. વર્ષ 1670માં મુગલ આક્રમણકારી ઔરંગઝેબે મથુરા પર હુમલો કર્યો હતો, અને કેશવદેવ મંદિરને તોડી નાખ્યું હતું. જે પછી તેની ટોચ પર શાહી ઇદગાહનો ઢાંચો બનાવી દીધો, અને તેને મસ્જિદ કહેવાનું શરૂ કર્યું. આમ આ મુદ્દો નવો નથી. આ તો મુગલ કાળથી ચાલતી લડાઈ છે.

    આ મામલે કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે, અને તેની સુનાવણી ચાલી રહી છે. અંદાજે 13.37 એકર જમીન પર દાવો કરીને હિંદુ પક્ષો અહિયાંથી શાહી ઈદગાહ ઢાંચો હટાવવાની સતત માંગ કરી રહ્યા છે. વર્ષ 1935માં અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીના હિંદુ રાજાને તેની જમીનનો અધિકાર સોંપી દીધો હતો .

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં