Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણસુપ્રીમ કોર્ટે આપ્યો કોંગ્રસ નેતા પવન ખેડાને ઝટકો, FIR રદ કરવાની અરજી...

    સુપ્રીમ કોર્ટે આપ્યો કોંગ્રસ નેતા પવન ખેડાને ઝટકો, FIR રદ કરવાની અરજી ફગાવી: PM મોદી સામે આપત્તિજનક ટિપ્પણીનો હતો મામલો

    પવન ખેડાએ કહ્યું હતું કે, “જો નરસિમ્હા રાવ JPC બનાવી શકતા હોય, અટલ બિહારી વાજપેયી JPC બનાવી શકતા હોય, તો નરેન્દ્ર ગૌતમદાસ- સૉરી દામોદરદાસ મોદીને શું વાંધો છે?”

    - Advertisement -

    કોંગ્રેસ નેતા પવન ખેડા વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા વિશે આપત્તિજનક ટિપ્પણીનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં કોંગ્રેસ નેતાએ પોતાના પર થયેલી FIR અને ફોજદારી કાર્યવાહીને રદ કરવા અંગેની અરજી કોર્ટમાં દાખલ કરી હતી. જેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ગુરુવારે તેમની સામે ચાલી રહેલા ફોજદારી કેસને રદ કરવાની અરજીને ફગાવી દેવામાં આવી છે.

    માહિતી પ્રમાણે કોંગ્રેસ નેતા પવન ખેડાએ PM મોદી વિરુદ્ધ ટિપ્પણીના કેસ મામલે અલ્હાબાદ હાઇકોર્ટમાં ફોજદારી કાર્યવાહી હટાવવા અને FIR રદ કરવા અંગેની અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટે અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ કોંગ્રેસ નેતાએ હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં આજે ગુરવારના (4 જાન્યુઆરી, 2024) રોજ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેરાની સંયુક્ત બેંચે સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણયને માન્ય રાખતા પવન ખેડાની FIR રદ કરવાની અરજીને ફગાવી હતી.

    સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેરાએ ધ્યાન દોરતા જણાવ્યું કે પવન ખેડાની અરજીનો જવાબ ચાર્જશીટના આધારે જોડવામાં આવ્યો છે. જે પછી જસ્ટિસ ગવઈએ પવન ખેડાના વકીલ સલમાન ખુર્શીદને કહ્યું, “તેઓ માત્ર ચાર્જશીટ પર જ આધાર રાખી રહ્યા છે, જ્યારે હવે તમે માફીનું રટણ કરી રહ્યા છો.” આ પહેલાં ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ પવન ખેડા તરફથી અભિષેક મનુ સિંઘવીએ દલીલ મૂકી હતી કે કોર્ટે તેમને આગળની કાર્યવાહી સામે રક્ષણ આપવું જોઈએ અને માત્ર એક વાક્ય માટે આવાં પગલાં લેવામાં આવવાં જોઈએ નહીં. જેમાં કોર્ટે ખેડાને રાહત આપતા દિલ્હીની મેજિસ્ટ્રેટ કોર્ટને વચગાળાના જામીન આપવાનો આદેશ આપ્યો હતો.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે છે કોંગ્રેસ નેતા પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પિતા વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જેમાં અદાણી જૂથ પર લાગેલા આરોપોની તપાસ કરવા માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) બનાવવાની માંગને લઈને પવન ખેડાએ કહ્યું હતું કે, “જો નરસિમ્હા રાવ JPC બનાવી શકતા હોય, અટલ બિહારી વાજપેયી JPC બનાવી શકતા હોય, તો નરેન્દ્ર ગૌતમદાસ- સૉરી દામોદરદાસ મોદીને શું વાંધો છે?” ત્યારબાદ તેઓ બાજુમાં બેઠેલા તેમના સાથીને પૂછે છે કે (મોદીના પિતાનું નામ) ગૌતમદાસ છે કે દામોદરદાસ?

    પવન ખેડા આટલેથી અટકતા નથી અને કટાક્ષ કરતાં કહે છે કે ભલે નામ દામોદરદાસ છે પરંતુ તેમના કામ ગૌતમદાસ સમાન છે. જોકે, ત્યારબાદ પવન ખેડાએ એક ટ્વિટ કરીને કહ્યું હતું કે તેઓ વાસ્તવમાં વડાપ્રધાનના નામને લઈને ભ્રમિત થઇ ગયા હતા. જે મામલે UP અને આસામમાંથી તેમના વિરુદ્ધ FIR નોંધાઈ હતી. બાદમાં જયારે પવન ખેડા છત્તીસગઢ જઈ રહ્યા હતા ત્યારે ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર તેમને દિલ્હી પોલીસે રોક્યા હતા અને તેમની ધરપકડ કરી લીધી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં