Wednesday, April 17, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટનુપુર શર્માની પુનઃયાચિકા પર સુપ્રીમ કોર્ટે તેમને કામચલાઉ ધોરણે રાહત આપી; કેસની...

  નુપુર શર્માની પુનઃયાચિકા પર સુપ્રીમ કોર્ટે તેમને કામચલાઉ ધોરણે રાહત આપી; કેસની આગલી સુનાવણી સુધી ધરપકડ પર રોક

  નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી અરજી કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે જજોની ટીપ્પણી બાદ તેમને જીવથી મારી નાખવાની ધમકીઓના પ્રમાણમાં વધારો થયો છે.

  - Advertisement -

  આ મહિનાની શરૂઆતમાં ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેમના પર દેશમાં ચાલી રહેલા વિવિધ મામલાઓની સુનાવણી ફક્ત દિલ્હીમાં જ કરવામાં આવે એ પ્રકારનો હુકમ સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવે. પરંતુ સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની આ અરજી ફક્ત કાઢી જ નાખવા નહોતી આવી પરંતુ નુપુર શર્માની ટીપ્પણી થયા બાદ જ દેશભરમાં શાંતિનું વાતાવરણ ડોહળાયું હોવાની ટીપ્પણી અદાલતે કરી હતી જેની ટીકા સમગ્ર દેશમાં થઇ હતી.

  આજે નુપુર શર્માએ સિનીયર એડવોકેટ મનીન્દર સિંહ દ્વારા સુપ્રીમ કોર્ટમાં તેના અગાઉના નિર્ણય પર પુનઃ વિચાર કરવાની અરજી કરી હતી. આ અરજીમાં નુપુર શર્માએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની અગાઉની ટીપ્પણી બાદ તેમને અને તેમના પરીવારને જીવથી મારી નાખવાની તેમજ બળાત્કારની ધમકીઓમાં વધારો થયો છે આથી તેમના વિરુદ્ધ દેશભરમાં નવ જગ્યાએ થયેલી વિવિધ FIRને દિલ્હીમાં જ શિફ્ટ કરવામાં આવે અને ત્યારબાદ અહીં જ તેની સુનાવણી એક સાથે થાય.

  નુપુર શર્માની આ અરજીની સુનાવણી પણ જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટીસ પારડીવાલાની બેંચ દ્વારા જ હાથ ધરવામાં આવી હતી. પોતાની આજની સુનાવણી દરમ્યાન જસ્ટીસ સૂર્યકાંતે સ્પષ્ટતા કરી હતી કે તેમની પાછલી સુનાવણી દરમ્યાન તેમનો હેતુ નુપુર શર્માને દરેક જગ્યાએ સુનાવણી માટે મોકલવાનો ન હતો. ત્યારબાદ જસ્ટીસ સૂર્યકાંતે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે પ્રથમ સિવાય બાકીની તમામ FIRને રદ્દ કરવાની વિનંતીને દિલ્હી હાઈકોર્ટ સાંભળશે.

  - Advertisement -

  સુપ્રીમ કોર્ટે આગળ જણાવ્યું હતું કે કોર્ટ નુપુર શર્માના જીવન પર રહેલા ખતરાને સમજે છે અને તેમના જાતબચાવના અધિકારને પણ જાણે છે. ત્યારબાદ કોર્ટે અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીની નુપુર શર્ધમાને આપેલી ધમકીના વાયરલ થયેલા વિડીયોની પણ નોંધ લીધી હતી. આ ઉપરાંત કોલકાતા પોલીસ દ્વારા નુપુર શર્મા વિરુદ્ધ થયેલી લુક આઉટ નોટીસ અંગે પણ કોર્ટે નોંધ્યું હતું કે તેના દ્વારા નુપુરની ત્વરિત ધરપકડ શક્ય છે આથી કોર્ટ 1 જુલાઈએ તેમના દ્વારા અપાયેલી છૂટછાટ બાદ બનેલા બનાવોને ધ્યાનમાં લઇ રહી છે.

  આથી કોર્ટ નુપુર શર્મા વિરુદ્ધ તમામ સંસ્થાઓને 10 ઓગસ્ટ સુધી કોઇપણ કેસ અંતર્ગત ધરપકડ કરવાથી રોકે છે. ત્યારબાદ નુપુર શર્માના વકીલ મનીન્દર સિંગ દ્વારા ધ્યાન દોરવામાં આવતા કોર્ટે ભવિષ્યમાં પણ જો નુપુર શર્મા વિરુદ્ધ કોઈ નવી FIR દાખલ કરવામાં આવે તો પણ ઉપરોક્ત તારીખ સુધી તેમની ધરપકડ પર રોક લગાવી દીધી હતી.

  આમ હાલમાં નુપુર શર્માને સુપ્રીમ કોર્ટે 10 ઓગસ્ટ સુધી કામચલાઉ રાહત આપી દીધી છે.

  નુપુર શર્મા પર એક ટેલિવિઝન કાર્યક્રમ દરમ્યાન મોહમ્મદ પૈગંબર પર કથિતરૂપે અપમાનજનક ટીપ્પણી કરી હોવાનો આરોપ પોતાને ફેક્ટ ચેકર ગણાવનાર ઓલ્ટ ન્યૂઝના સહસ્થાપક મોહમ્મદ ઝુબૈર દ્વારા ફેલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ દેશભરમાં ઇસ્લામીઓ દ્વારા નુપુર શર્માનો ફક્ત વિરોધ જ શરુ નહોતો થયો પરંતુ મોટાપાયે હિંસાચાર પણ આચરવામાં આવ્યો હતો.

  આ તમામ વિરોધ પ્રદર્શન વચ્ચે રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ નામના એક ટેલરની નુપુર શર્માનું કથિતરૂપે સોશિયલ મિડીયામાં સમર્થન કરવા બદલ તેનું માથું વાઢીને નૃશંસ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત અજમેરના વિવિધ ખાદીમો દ્વારા પણ નુપુર શર્માની હત્યા કરનારને મોટું ઇનામ આપવાની પણ જાહેરાતો કરવામાં આવી હતી.

  પૂર્વ જજ અને નોકરશાહોની લાગણી એવી હતી કે સુપ્રીમ કોર્ટની ઉપરોક્ત ટીપ્પણીને કારણકે ઇસ્લામીઓનું એમ કહેવું કે દેશમાં શાંતિનું વાતાવરણ ફક્ત નુપુર શર્માને લીધે જ બગડ્યું છે સાચું ઠર્યું હોવાનું લાગે છે. દિલ્હી હાઇકોર્ટના પૂર્વ જજ ઢીંગરાએ સુપ્રીમ કોર્ટના જજોની એ ટીપ્પણીને બિનજરૂરી ગણાવી હતી.

  દેશભરમાં પણ હિંદુ સમાજ સુપ્રીમ કોર્ટના જજોની આ ટીપ્પણી વિરુદ્ધ રોષે ભરાયો હતો અને સોશિયલ મિડીયામાં તેમનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં