Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકુખ્યાત આમ્રપાલી ગ્રુપના બ્રાંડ એમ્બેસેડર મહેન્દ્ર સિંહ ધોનીને સુપ્રીમ કોર્ટની નોટીસ; ગ્રાહકોને...

    કુખ્યાત આમ્રપાલી ગ્રુપના બ્રાંડ એમ્બેસેડર મહેન્દ્ર સિંહ ધોનીને સુપ્રીમ કોર્ટની નોટીસ; ગ્રાહકોને ફ્લેટ્સ અને માહીને 150 કરોડ ન મળ્યાં

    આમ્રપાલી ગ્રુપનું કહેવું છે કે તેની પાસે ફંડ નથી એટલે ફ્લેટ્સ નિર્માણમાં તકલીફ પડી રહી છે તો બીજી તરફ મહેન્દ્ર સિંહ ધોનીએ બ્રાંડ એમ્બેસેડર તરીકે પોતાની ફી માંગી છે.

    - Advertisement -

    ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સુપ્રીમ કોર્ટે નોટીસ ફટકારી છે. આ નોટીસ તેને આમ્રપાલી ગ્રુપ સાથે તેણે કરેલા 150 કરોડ રૂપિયાના વ્યવહાર માટે ફટકારવામાં આવી છે. આમ્રપાલી ગ્રુપ દ્વારા તેના ગ્રાહકોને યોગ્ય સમયે ફ્લેટ્સનો કબજો ન આપવાનો મામલો ગઈકાલે (25 જુલાઈ 2022, સોમવાર) સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો તેની સાથે મહેન્દ્ર સિંહ ધોનીને સાંકળતો મામલો પણ સામે આવ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ધોનીને નોટીસ ફટકારી હતી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોનીને આમ્રપાલી ગ્રુપ તરફથી 150 કરોડ રૂપિયા લેવાના બાકી છે અને બીજી તરફ ગ્રાહકોને ફ્લેટ્સ મળી નથી રહ્યા. આમ આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે ધોની સાથે આમ્રપાલી ગ્રુપને પણ નોટીસ જાહેર કરી છે. આટલું જ નહીં સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટ દ્વારા આમ્રપાલી ગ્રુપ વિરુદ્ધ મધ્યસ્થતાની કાર્યવાહી પર પણ સ્ટે મૂકી દેવામાં આવ્યો છે.

    આ મામલામાં પીડિતોનું કહેવું છે કે દિલ્હી હાઈકોર્ટે જે કમિટીની રચના કરી છે તેની સમક્ષ મહેન્દ્ર સિંહ ધોની પોતાની બાકી રકમનો મામલો લઇ ગયા છે. અહીં એ નોંધનીય છે કે મહેન્દ્ર સિંહ ધોની આમ્રપાલી ગ્રુપના બ્રાંડ એમ્બેસેડર હતા અને તે બાબતે તેમણે આ ગ્રુપ પાસેથી 150 કરોડ રૂપિયા લેવાના બાકી છે. ધોનીએ આમ્રપાલી ગ્રુપ માટે ઘણીબધી જાહેરાતો પણ શૂટ કરી હતી. જ્યારે પીડિત ગ્રાહકોએ આમ્રપાલી ગ્રુપ વિરુદ્ધ કેમ્પેન શરુ કર્યું ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીને પોતાને આ ગ્રુપથી અલગ કરી દીધા હતા.

    - Advertisement -

    પીડિત ગ્રાહકોનું કહેવું છે કે જો આમ્રપાલી ગ્રુપ ધોનીના બાકી લેણાં આપવાનું નક્કી કરે છે તો તેમના ફ્લેટ તેમને મળવા હજી પણ લંબાઈ શકે છે. હવે આ જ કારણસર સુપ્રીમ કોર્ટે ધોની અને આમ્રપાલી ગ્રુપને નોટીસ જાહેર કરી છે અને પોતાનો પક્ષ કોર્ટ સમક્ષ રાખવા કહ્યું છે.

    બીજી તરફ આમ્રપાલી ગ્રુપનું કહેવું છે કે ફંડ ન હોવાને લીધે તેઓ લોકોને તેમના ફ્લેટ્સ આપી શકતા નથી. આવા સંજોગોમાં જો હાઈકોર્ટની મધ્યસ્થ સમિતિ ધોનીને તેના બાકી 150 કરોડ આપવાનો નિર્ણય લેશે તો ગ્રાહકોને તેમના ફ્લેટ્સ મળવા અતિશય મુશ્કેલ બની જશે.

    નોંધવાનું એ પણ છે કે આમ્રપાલી ગ્રુપ અને મહેન્દ્ર સિંહ ધોની સાથે જોડાયેલો આ કેસ પહેલાં દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો જ્યાં કોર્ટે ઉપરોક્ત કમિટીનું ગઠન કર્યું હતું. આજે આ જ મામલે ગ્રાહકોએ સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોરતાં સુપ્રીમ કોર્ટે મહેન્દ્ર સિંહ ધોનીને નોટીસ ફટકારી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં