Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુપ્રીમ કોર્ટે રાફેલ ડીલની સ્વતંત્ર તપાસની અરજી ફગાવી, ફ્રેન્ચ પોર્ટલના દાવાના આધારે...

    સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલની સ્વતંત્ર તપાસની અરજી ફગાવી, ફ્રેન્ચ પોર્ટલના દાવાના આધારે દાખલ કરવામાં આવી હતી PIL

    2019ની લોકસભા ચૂંટણી વખતે ચર્ચામાં આવેલી રાફેલ ડીલ હવે ફરી ચર્ચામાં છે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર ફરી તપાસ કરવાની અરજી ફગાવી દીધી છે. ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલી 36 રાફેલ ફાઈટર જેટની ડીલ પર એક ફ્રેંચ પોર્ટલે ભ્રષ્ટાચારનો દાવો કર્યો હતો, જેના આધારે સુપ્રીમ કોર્ટમાં કોર્ટે રાફેલ ડીલ પર સ્વતંત્ર તપાસ કરવાની અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિત અને ન્યાયમૂર્તિ રવીન્દ્ર ભટની બેન્ચે સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી.

    અહેવાલો મુજબ ભારતના મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની બેન્ચે એડવોકેટ એમએલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલને ફગાવી દેતા જણાવ્યું હતું કે, “આ મામલે કોર્ટની દખલગીરીનું કોઈ જ વ્યાજબી કારણ જણાતું નથી.” જે બાદ પણ એડવોકેટ એમએલ શર્મા દલીલ કરવા જતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે “અમે પહેલા જ આદેશ પસાર કરી ચુક્યા છીએ, કાં તો તમે અરજી પરત લો નહિતર અમે રદ કરીશું”

    મળતી માહિતી મુજબ બન્ને તરફી દલીલો બાદ એમએલ શર્માએ અરજી પરત લેવાની માંગ કરતા ન્યાયપીઠે આદેશ બદલતા અરજી પરત લેવાની અનુમતિ આપી હતી, પરંતુ આટલેથી ન અટકતા એડવોકેટ શર્માએ CBI પાસે જવાની ચીમકી ઉચ્ચારી હતી, જેના પર બેન્ચે કહ્યું હતું કે તેમને કોઈ રોકી રહ્યું નથી અને તેમ કરવા માટે સ્વતંત્ર છે.

    - Advertisement -

    14 ડિસેમ્બર 2018ના રોજ પણ અરજી ફગાવી દેવામાં આવી હતી

    અહેવાલો મુજબ 14 ડિસેમ્બર, 2018ના રોજ સર્વોચ્ચ અદાલતે 36 રાફેલ જેટની ખરીદી માટે ભારત અને ફ્રાન્સ વચ્ચેના સોદાને પડકારતી પીઆઈએલને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે “નિર્ણય લેવાની પ્રક્રિયા પર શંકા” કરવાનો કોઈ જ અર્થ નથી.

    વિપક્ષને દેશની ન્યાયપ્રણાલી પર અવિશ્વાસ

    ભારતીય સંવિધાનના આધારે ચાલતી સર્વોચ્ચ ન્યાયાલયો દ્વારા ક્લીનચીટ આપવા છતાં વિપક્ષ સતત રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ગાણું ગાઈ રહ્યો છે. એક વિદેશી પ્રાઈવેટ પોર્ટલ દ્વારા કરવામાં આવેલા મનઘડત દાવાઓના આધારે વિપક્ષ પોતાના જ દેશના ન્યાયતંત્ર અને સંવિધાન પ્રણાલી ઉપર અવિશ્વાસ કરીને ન્યાયાલયો અને ન્યાયપ્રણાલીને જ જુઠા સાબિત કરવા મરણીયા પ્રયાસો કરી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં