Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખેડાના માતરમાં દીકરી પર દુષ્કર્મ કરનાર સાવકા પિતા મુસ્તુફા મિયાણાને કોર્ટે ફાંસીની...

    ખેડાના માતરમાં દીકરી પર દુષ્કર્મ કરનાર સાવકા પિતા મુસ્તુફા મિયાણાને કોર્ટે ફાંસીની સજા સંભળાવી: 11 વર્ષની દીકરી પર બળાત્કાર ગુજારી કરી હતી ગર્ભવતી

    આરોપી સાવકા પિતા મુસ્તુફા મિયાણાએ આ રીતે સતત 6 મહિનાઓ સુધી 11 વર્ષની સગીર દીકરી સાથે દુષ્કર્મ કર્યા કર્યું હતું. આ દરમિયાન તે સગીરાને ધમકી પણ આપતો હતો કે જો કોઈને પણ તે આ વિષે જાણ કરશે તો તે તેને અને તેની માતાને મોતને ઘાટ ઉતારી દેશે.

    - Advertisement -

    નડિયાદ સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા બળાત્કાર કેસમાં સાવકા પિતા મુસ્તુફા મિયાણાને ફાંસીની સજા સંભળાવામાં આવી છે. સાવકા પિતા દ્વારા સગીર દીકરી પર બળાત્કાર કરતા કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. મામલો ખેડા જિલ્લાના માતર તાલુકાનો છે.

    અહેવાલો અનુસાર ખેડા જિલ્લાના માતર તાલુકાના મહેલજ ગામમાં સાવકા પિતાએ 11 વર્ષ અને 10 મહિનાની સગીર દીકરી સાથે બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી હતી. જે મામલામાં ફરિયાદ નોંધાતા આરોપી સાવકા પિતા મુસ્તુફા મિયાણાની ધરપકડ કરાઈ હતી.

    માતર પોલીસ દ્વારા આરોપીને નડિયાદની સ્પેશિયલ પોસ્કો કોર્ટ આગળ રજૂ કરાતા કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી. સાથે જ કોર્ટે આદેશ કર્યો છે કે આરોપીએ પીડિતાને 2 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

    - Advertisement -

    11 વર્ષની સાવકી દીકરી પર 6 મહિના સુધી બળાત્કાર કર્યા

    માતર તાલુકાના મહેલજ ગામમાં રહેતો અને મુળ ગોધરાનો 28 વર્ષિય મુસ્તુફા હનીભાઈ ઉર્ફે બાબુભાઈ મિયાણાના લગ્ન એક વિધવા મહિલા સાથે થયા હતા. મુસ્તફા સાથે લગ્ન કરીને આવેલી વિધવાને અગાઉના પતિથી ત્રણ દીકરીઓ હતી. જેમાંથી એક દીકરીના લગ્ન અમદાવાદ ખાતે થઈ ગયા હતા. અન્ય બે દીકરી માતા અને સાવકા પિતા સાથે રહેતી હતી.

    થોડા સમય બાદ આ પરિવાર અમદાવાદથી માત્ર આવી એક ફાર્મ હાઉસની દેખરેખનું કામ કરવા લાગ્યો હતો. જ્યારે ફાર્મ હાઉસમાં કોઈ ન હોય તે વખતે આ મુસ્તુફા પોતાની 11 વર્ષ 10માસની સાવકી પુત્રીને ધમકાવીને પોતાની હવસનો શિકાર બનાવતો હતો અને તેની સાથે દુષ્કર્મ કરતો હતો.

    આરોપી સાવકા પિતા મુસ્તુફા મિયાણાએ આ રીતે સતત 6 મહિનાઓ સુધી 11 વર્ષની સગીર દીકરી સાથે દુષ્કર્મ કર્યા કર્યું હતું. આ દરમિયાન તે સગીરાને ધમકી પણ આપતો હતો કે જો કોઈને પણ તે આ વિષે જાણ કરશે તો તે તેને અને તેની માતાને મોતને ઘાટ ઉતારી દેશે. જેથી ડરેલી સગીરાએ આ વિષે કોઈને જાણ કરી નહોતી.

    સગીરાની તબિયત બગાડતા દવાખાને જઈને ભાંડો ફૂટ્યો હતો

    થોડા સમય બાદ સગીરાની તબિયત બગડવા માંડી હતી. આથી તેની માતા તેને દવાખાને લઇ ગઈ હતી. ત્યાં તેમને જે જાણવા મળ્યું તે સાંભળીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

    દવાખાનામાં તપાસ કરતા જાણવા મળ્યું કે સગીરાને 3 માસનો ગર્ભ હતો. જે બાદ તેની માતાએ તેને આ વિષે કડકાઈથી પૂછતાં સગીરાએ તમામ હકીકત જણાવી હતી.

    જે બાદ તુરંત જ માટે માતર પોલીસ સ્ટેશનમાં આ અંગે સાવકા પિતા મુસ્તુફા મિયાણા સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં પૂર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં