Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રીલંકાના રાષ્ટ્રપતિએ દેશ છોડયો, આર્થિક કટોકટી વચ્ચે પત્ની અને સુરક્ષા કર્મીઓ સાથે...

    શ્રીલંકાના રાષ્ટ્રપતિએ દેશ છોડયો, આર્થિક કટોકટી વચ્ચે પત્ની અને સુરક્ષા કર્મીઓ સાથે ભાગ્યાં માલદિવ

    શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાતોરાત શ્રીલંકા છોડીને પોતાની પત્ની અને બે અંગરક્ષકો સાથે માલદીવ્સ ભાગી ગયા હોવાના સમાચાર આવી રહ્યા છે.

    - Advertisement -

    શ્રીલંકાના શ્રીલંકાના રાષ્ટ્રપતિએ દેશ છોડયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. શ્રીલંકામાં આર્થિક-રાજકીય કટોકટી વધુ ઘેરી બની રહી છે. આ દરમિયાન ગોટાબાયા રાજપક્ષેએ દેશ છોડી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે મંગળવારે રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. મળતી માહિતી મુજબ ગોટાબાયા રાજપક્ષે હાલમાં માલદીવ પહોંચી ગયા છે. અહીંથી તે દુબઈ જવાના છે એવા પણ સમાચાર છે.

    શ્રીલંકામાં જનતાના જાહેર વિરોધ બાદ રાષ્ટ્રપતિ ગોટાબાયાને દેશ છોડવાની ફરજ પડી છે. આર્થિક સંકટ વચ્ચે ગુસ્સે ભરાયેલા લોકોએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો અને પીએમના આવાસને આગ લગાવી દીધી હતી.

    દેશ છોડતા પહેલા રાજીનામું આપ્યું?

    - Advertisement -

    શ્રીલંકાના બંધારણ મુજબ, દેશમાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન તરીકે કોઈની ગેરહાજરીમાં, સરકારની કમાન સંસદના અધ્યક્ષને સોંપવામાં આવે છે. તેઓ આ પદ પર એક મહિના સુધી રહી શકે છે. આ સમય દરમિયાન તેમણે દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટીને તેમને સરકારની જવાબદારી સોંપવાની જવાબદારી હોય છે. તેથી, એક મીડિયા અહેવાલ મુજબ હવે આ કપરી પરિસ્થિતિમાં સ્પીકર અભયવર્ધને દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવાની અને રાષ્ટ્રપતિ પદ સમકક્ષ થઈને રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવાની જવાબદારી લેવી પડશે.

    શ્રીલંકામાં હવે શું થશે?

    શ્રીલંકાના કાયદા અનુસાર, જો કોઈ રાષ્ટ્રપતિ તેના કાર્યકાળના અંત પહેલા ખુરશી છોડી દે છે, તો સંસદના કોઈ એક સભ્યને તે પદ પર બેસાડવામાં આવે છે. રાષ્ટ્રપતિના રાજીનામાના એક મહિનામાં આ કામ કરવાનું હોય છે.

    રાષ્ટ્રપતિ સંમતિ આપે તે પછી ત્રણ દિવસમાં સંસદનું સત્ર બોલાવવાનું હોય છે. ત્યારબાદ એરાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધવા માટે એક દિવસ નક્કી કરવામાં આવે છે. જો એક કરતા વધુ વ્યક્તિ દ્વારા ઉમેદવારી નોંધવામાં આવે, તો તેવી પરિસ્થિતિમાં ગુપ્ત મતદાન દ્વારા મતદાન કરવામાં આવે છે. નવા પ્રમુખ ચૂંટાય ત્યાં સુધી કાર્યકારી પ્રમુખ કાર્યભાર સંભાળે છે. કાર્યકારી રાષ્ટ્રપતિને હંમેશા વડાપ્રધાન બનાવવામાં આવે છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓની આયાત કરવા માટે વિદેશી ચલણ સમાપ્ત થયા પછી શ્રીલંકાએ મહિનાઓ સુધી ખોરાક અને ઇંધણની અછત, લાંબી બ્લેકઆઉટ અને ઝડપી ફુગાવો સહન કર્યો છે. જે બાદ પ્રદર્શન માટે રાજધાનીમાં વિશાળ ભીડ ઉમટી પડી હતી,

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં