Sunday, May 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ધારાસભ્ય રહું કે ના રહું, ધર્મ વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળીશ નહીં':...

    ‘ધારાસભ્ય રહું કે ના રહું, ધર્મ વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળીશ નહીં’: સપા ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહે સ્વામી પ્રસાદ સામે ખોલ્યો મોરચો, કહ્યું મૌર્ય છે વિકૃત પ્રાણી

    સ્વામી પ્રસાદના આ નિવેદન બાદ સપામાં સતત વિરોધના અવાજો ઉઠી રહ્યા છે. જ્યાં સપા નેતા નવીન દુબેએ નોઈડામાં પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. તે જ સમયે, અન્ય મહિલા નેતા રોલી તિવારીએ સ્વામી પ્રસાદની ખુલ્લેઆમ ટીકા કરી છે.

    - Advertisement -

    સમાજવાદી પાર્ટીના મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા રામચરિતમાનસના સતત અપમાન બાદ હવે તેમની જ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. અમેઠીના ગૌરીગંજના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહે મોરચો ખોલ્યો અને સ્વામી પ્રસાદને વિકૃત પ્રાણી પણ કહ્યા છે.

    શનિવારે (11 ફેબ્રુઆરી, 2023), રાકેશ પ્રતાપ સિંહે, સ્વામી પ્રસાદ મૌર્ય માટે ભગવાન રામ અને શ્રી કૃષ્ણ પાસેથી ડહાપણની માંગ કરી, તેમને સ્ટેજ પરથી જ ઘણું બધું કહ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ ધારાસભ્ય રહે કે ન રહે, પરંતુ જ્યારે ધર્મની વાત આવે છે તો તેઓ ચૂપ બેસવાના નથી.

    વાયરલ થઈ રહેલા વીડિયોમાં રાકેશ પ્રતાપ સિંહે કહ્યું, “જ્યારે તે નેતાના મોઢામાંથી નીકળેલા શબ્દો મારા દિલને ઠેસ પહોંચાડવા લાગ્યા, ત્યારે સૌથી પહેલા ઉત્તર પ્રદેશમાં ઉભા રહીને મેં મીડિયાના માધ્યમથી કહેવાની હિંમત કરી કે રાજકારણ ભલે હોય. હું રહું કે ના રહું, તે ધારાસભ્ય પદ રહે કે ન રહે, ટિકિટ મળે કે ન મળે, પરંતુ તમારો ભાઈ, તમારો પુત્ર, તમારો સેવક ધર્મ બચાવવા ઊભા રહેશે.”

    - Advertisement -

    સપાના ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહે આ જ નિવેદનમાં આગળ કહ્યું, “મેં અગાઉ કહ્યું હતું કે જેઓ આવા નિવેદનો આપે છે તે સનાતની કે સમાજવાદી ન હોઈ શકે. કદાચ માત્ર એક વિકૃત પ્રાણી હોઈ શકે છે.”

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાકેશ પ્રતાપ સિંહે જાહેરાત કરી હતી કે ભગવાન રામ કે કૃષ્ણ વિરુદ્ધ જે પણ ટિપ્પણી કરશે તેનો તેઓ વિરોધ કરશે. અંતમાં, તેમણે સ્વામી પ્રસાદ મૌર્ય માટે બુદ્ધિ માટે દેવતાઓને પ્રાર્થના પણ કરી.

    ઉલ્લેખનીય છે કે, રામચરિતમાનસ વિરુદ્ધ સ્વામી પ્રસાદ મૌર્યની ટિપ્પણી બાદ અખિલેશ યાદવે તેમને સમાજવાદી પાર્ટીના મહાસચિવ બનાવ્યા હતા. દરમિયાન, મૌર્યના સમર્થકો દ્વારા લખનૌમાં રામચરિતમાનસને સળગાવવાના આરોપમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી, જેમાં સલીમ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

    સ્વામી પ્રસાદના આ નિવેદન બાદ સપામાં સતત વિરોધના અવાજો ઉઠી રહ્યા છે. જ્યાં સપા નેતા નવીન દુબેએ નોઈડામાં પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. તે જ સમયે, અન્ય મહિલા નેતા રોલી તિવારીએ સ્વામી પ્રસાદની ખુલ્લેઆમ ટીકા કરી છે.

    મૌર્યે રામચરિતમાનસને ગણાવ્યો હતો બકવાસ ગ્રંથ

    સ્વામી પ્રસાદ મૌર્યે રામચરિતમાનસ અંગે ટિપ્પણી કરીને તેને બકવાસ ગ્રંથ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, “રામચરિતમાનસ તુલસીદાસે પોતાના આનંદ માટે લખ્યું હતું. સરકારે તેનું સંજ્ઞાન લઈને જે વાંધાજનક હિસ્સો છે તેને દૂર કરવો જોઈએ અથવા તો આખું પુસ્તક જ પ્રતિબંધિત કરી દેવું જોઈએ.”

    સમાજવાદી પાર્ટી નેતાએ આગળ કહ્યું હતું કે, “બ્રાહ્મણ ભલે ખરાબ હોય પણ તે બ્રાહ્મણ છે તો તેને પૂજનીય ગણવવામાં આવશે અને શુદ્ર કેટલો પણ જ્ઞાની અને વિદ્વાન હોય તો તેનું સન્માન નહીં થાય.” તેઓ આગળ કહે છે કે, જો આ જ ધર્મ છે તો હું આવા ધર્મને નમસ્કાર કરું છું. એવા ધર્મનો સત્યનાશ થાય જે આપણો સત્યનાશ ઇચ્છતા હોય.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં