Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસ્વામી પ્રસાદ મૌર્યના નિવેદનથી દુઃખી, SP નેતા નવીન દુબેએ સમાજવાદી પાર્ટીમાંથી રાજીનામું...

    સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદનથી દુઃખી, SP નેતા નવીન દુબેએ સમાજવાદી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું: રામચરિતમાનસને કહ્યો હતો બકવાસ ગ્રંથ, પ્રતિબંધની કરી હતી માંગ

    સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા રામચરિતમાનસ પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ સપા નેતા નવીન દુબેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે પાર્ટીમાં સમાજવાદ નથી પરંતુ જાતિવાદી વ્યવસ્થા છે.

    - Advertisement -

    સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદનથી દુઃખી થઈને સપા નેતા નવીન દુબેએ રવિવારે અમાજવાળી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સુપરટેક કેપ ટાઉન, સેક્ટર 74 ના રહેવાસી નવીન દુબેએ પાર્ટીને પોતાનું રાજીનામું મોકલતી વખતે લખ્યું કે 3 ડિસેમ્બર 2020ના રોજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલે તેમને પાર્ટીમાં સામેલ કર્યા હતા.

    અખિલેશ યાદવને મોકલવામાં આવેલા રાજીનામામાં સપા નેતા નવીન દુબેએ કહ્યું કે પાર્ટીમાં સમાજવાદ નથી. તેમજ જ્ઞાતિવાદનો આરોપ લગાવ્યો છે. દુબેએ લખ્યું કે, તેઓએ તેમની ટીમ સાથે પાર્ટીમાં દરેક મોરચે નિષ્ઠાપૂર્વક કામ કર્યું. તમામ સ્થળોએ સમાજવાદનો અવાજ લોકો સમક્ષ ઉચ્ચારવામાં આવ્યો હતો. જોકે તે સ્વામી પ્રસાદ મૌર્યની ટિપ્પણીથી દુખી છે.

    નેતાઓની નારાજગી ખુલ્લેઆમ બહાર આવવા લાગી

    સપા નેતા નવીન દુબેએ લખ્યું કે રામચરિતમાનસ અને ભગવાન શ્રીરામ પર સ્વામી પ્રસાદ મૌર્યની ટિપ્પણી બાદ પણ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા નથી. તેના બદલે તેમને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. તેમને અહેસાસ થઈ રહ્યો છે કે તેઓ પાર્ટીમાં જે સમાજવાદને સમજતા હતા તે નથી. પાર્ટીમાં જાતિ પ્રથા છે અને તેના કારણે તેઓ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યા છે.

    - Advertisement -

    બીજી તરફ, સપા ગ્રામીણના નિવર્તમાન ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ મહેન્દ્ર યાદવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવીન દુબે રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટીની નીતિઓ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. જેના કારણે તેમને પાર્ટીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ અંગે રાષ્ટ્રીય અધ્યક્ષને પણ જાણ કરવામાં આવી છે. પાર્ટી વિરુદ્ધ આ પ્રકારની બયાનબાજી સાંખી લેવામાં આવશે નહીં.

    રામચરિતમાનસને લઈને વિવાદાસ્પદ ટીપ્પણીઓ

    નોંધનીય છે કે ભૂતકાળમાં સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા રામચરિતમાનસને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી. જેના કારણે તમામ પક્ષોના નેતાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. કેટલાક નેતાઓ દ્વારા સ્વામી પ્રસાદનો પણ ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં નવીન દુબેએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

    સ્વામી પ્રસાદ મૌર્યે રામચરિતમાનસ અંગે ટિપ્પણી કરીને તેને બકવાસ ગ્રંથ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, “રામચરિતમાનસ તુલસીદાસે પોતાના આનંદ માટે લખ્યું હતું. સરકારે તેનું સંજ્ઞાન લઈને જે વાંધાજનક હિસ્સો છે તેને દૂર કરવો જોઈએ અથવા તો આખું પુસ્તક જ પ્રતિબંધિત કરી દેવું જોઈએ.”

    જે બાદ હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 295A, 298, 504, 505(2), 153a હેઠળ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆર આઈશબાગના શિવેન્દ્ર મિશ્રાએ નોંધાવી છે.

    એફઆઈઆર પછી તરત જ યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પ્રેસ કોન્ફરન્સ કરી અને અખિલેશ યાદવને પ્રશ્ન કર્યો કે વિવાદાસ્પદ નિવેદન આપ્યાના આટલા લાંબા સમય પછી પણ તેમણે ન તો તેની નિંદા કરી કે ન તો કંઈ કહ્યું છે. તો શું એમ સમજવું જોઈએ કે આ નિવેદન સ્વામી પ્રસાદ મૌર્યનું નથી પણ અખિલેશનું પોતાનું છે? કેશવ પ્રસાદ મૌર્યએ અખિલેશ પાસે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવાની માંગ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં