સોની ટીવીની સિરિયલ ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ’ ને લઈને હંગામો શરૂ થઈ ગયો છે. વાસ્તવમાં, આ સીરિયલની વાર્તા મહારાણી અહલ્યાબાઈના જીવન પર આધારિત છે, જેમાં મહારાજા સૂરજમલનો પણ ઉલ્લેખ છે. પરંતુ, તેના એક એપિસોડમાં મહારાજા સૂરજમલને કાયર તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ એપિસોડના કારણે સીરિયલનો માત્ર વિરોધ જ નથી થઈ રહ્યો, પરંતુ સંખ્યાબંધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 17 નવેમ્બરે સોની ટીવી પર પ્રસારિત ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ’ ના એપિસોડમાં મહારાજા સૂરજમલને ખંડેરાવ હોલકર સામે હારતા બતાવવામાં આવ્યા છે. સિરિયલના આ વિવાદાસ્પદ એપિસોડનો માત્ર વિરોધ નથી થઈ રહ્યો, પરંતુ તેના નિર્માતા દ્વારા માફી માંગવા માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
गलत तथ्य दिखाने की वजह से सोनी टीवी का सीरियल 'अहिल्याबाई' विवादों में आ गया है. @satpals22712346 #Rajasthan #Bharatpur #PunyashlokAhilyaBai https://t.co/cyIdi7QTAd
— ABP News (@ABPNews) November 27, 2022
વાસ્તવમાં, મહારાજ સૂરજમલની બહાદુરી વિશે કહેવામાં આવે છે કે તેમણે તેમના જીવનકાળમાં લગભગ 80 યુદ્ધો લડ્યા હતા. આ તમામ યુદ્ધોમાં તેઓ વિરોધીઓને હરાવીને જીત્યા હતા. આટલું જ નહીં, જ્યારે પેશવા ખંડેરાવ પાણીપતનું યુદ્ધ હારી ગયા, ત્યારે મહારાજા સૂરજમલે તેમની સેના અને પરિવારની સુરક્ષા કરીને તેમના રાજ્યમાં આશ્રય આપ્યો.
આ સિરિયલને લઈને હરિયાણા અને રાજસ્થાનમાં ઘણી જગ્યાએ ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ’ સિરિયલના નિર્માતા જેક્સન સેઠી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. તેમજ શોના નિર્માતા સામે કડક કાર્યવાહી કરવા સંસદસભ્ય હનુમાન બેનીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માહિતી અને પ્રસારણ મંત્રીને પત્ર લખીને તેની ફરિયાદ કરી છે. આ સિવાય અનેક સંગઠનોએ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાને એક મેમોરેન્ડમ આપીને ‘પુણ્યશ્લોક અહિલ્યાબાઈ’ના નિર્માતા જેક્સન સેઠીનો વિરોધ પણ કર્યો છે.
एक किसान पुत्र @hanumanbeniwal एक सामंत @ianuragthakur को जयपुर रियासत के सामंत सुरजमल (तथाकथित महाराज अजेय यौद्धा बला बला) से तथाकथित मनघड़ंत इतिहास बचाने की गुहार लगाते हुए। pic.twitter.com/y4Pd2ORmi4
— ओंकार सिंह सिंधल पांचौटा (@OnkarSinghRat13) November 27, 2022
નોંધનીય છે કે મહારાજા કે મહારાણીની કથાને લઈને આવો વિવાદ પહેલીવાર નથી થયો. આ પહેલા મહારાણી પદ્મિનીના જીવન પર આધારિત ફિલ્મ પદ્માવતીને લઈને વિવાદ શરૂ થયો હતો, ત્યારબાદ ફિલ્મનું નામ બદલીને પદ્માવત કરવું પડ્યું હતું. સાથે જ પાણીપત અને પૃથ્વીરાજ જેવી ફિલ્મોને પણ ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.