Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટAAPના હિંદુ વિરોધી વલણથી સિસોદિયા અને ગઢવીએ આપ્યું રાજીનામું, દિલ્હીના નેતા શિવ...

    AAPના હિંદુ વિરોધી વલણથી સિસોદિયા અને ગઢવીએ આપ્યું રાજીનામું, દિલ્હીના નેતા શિવ કુમારે ‘જય શ્રી રામ’ બોલવાની ના પાડતાં લીધો નિર્ણય

    જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાની જગ્યાએ વધી રહી છે.

    - Advertisement -

    ગુજરાતમાં આપની પરિસ્થિતિ એક સાંધતા તેર તુટવા જેવી થઇ રહી છે. આપ ઉમેદવાર કલ્પેશ પટેલના દારૂ પાર્ટીના વાયરલ ફોટા અને નાંદોદના ઉમેદવાર પ્રફુલ વસાવાનો પાર્ટી કાર્યકર્તા દ્વારા વિરોધ હજુ શમ્યો નથી ત્યાં આપમાં વળી એક વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. AAPના હિંદુ વિરોધી વલણથી ત્રાસીને સિસોદિયા અને ગઢવીએ આપ્યું રાજીનામું આપી દીધું છે.

    મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટી (AAP) ખેડાના કિસાનસંઘના પ્રમુખે રાજીનામું આપી દીધુ છે. એક અહેવાલ અનુસાર રાજીનામું આપવા અંગે સોશિયલ મિડીયામાં વિડીયો મુકી પાંચુભાએ જણાવ્યું હતું કે “અમે બધા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ પાર્ટીની હિન્દુવિરોધી નીતિથી અમે કંટાળી ગયા છીએ. આમ આદમી પાર્ટીના નેતા શીવકુમારે અમને જય શ્રી રામ બોલવું નહીં તેમ કહ્યું હતું”

    આપ ના હિન્દુત્વ વિરોધી હોવાના પુરાવા છે: પાંચુભા સિસોદિયા

    - Advertisement -

    એક સમાચાર પત્રએ જ્યારે તેમને આ અંગે પુરાવા અંગે પુછ્યું તો તેમણે કહ્યું હતું કે, આ અંગેના રેકોર્ડિંગ મારી પાસે છે. યોગ્ય સમય આવ્યે અમે તેની પણ જાહેરાત કરીશું. આ અંગે પાંચુભા ઉપરાંત દિલીપ ગઢવીએ પણ આમ આદમી પાર્ટી પર પોતાનો રોષ ઠાલવ્યો હતો. અને આપ પર હિન્દુ વિરોધી પાર્ટી હોવાનો આરોપ લગાવ્યો હતો. દિલીપ ગઢવીએ આપને જિલ્લામાં શૂન્ય કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. આમ આદમી પાર્ટી (AAP)નો પણ તેમા સમાવેશ થાય છે તેમ કહીને આપના તમામ ઉમેદવારો સમક્ષ રાજીનામાં ધરી દીધા હતા.

    આપ સુપ્રીમો કેજરીવાલનું હિંદુ વિરોધી વલણ

    આમ આદમી પાર્ટી કે તેના નેતાઓ હિંદુ વિરોધી વલણ રાખીને કોઈ નિવેદન આપે તે નવી વાત નથી. પાર્ટી સુપ્રીમો કેજરીવાલે માર્ચ 2014માં નિવેદન આપ્યું હતું કે ‘મસ્જિદ તોડીને બનેલા મંદિરમાં રામ નહીં રહી શકે’ આ ઉપરાંત અનેકો વખત તેમણે રામ મંદિરને લઈને વિવાદિત નિવેદનો આપ્યા હોવાના વિડીયોની સોશિયલ મીડિયામાં ભરમાર છે.

    ગુજરાત આપ નેતાઓનો હિંદુ દ્વેષ

    માત્ર દિલ્હીના સીએમ અને આપ સુપ્રીમો કેજરીવાલજ હિંદુ વિરોધી વલણ ધરાવે છે તેવું નથી. પરંતુ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા પણ આમાંથી બાકાત નથી. ગોપાલ ઈટાલીયા પણ મોકો મળ્યે પોતાનું હિંદુ વિરોધી ઝેર છલકાવતા રહે છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાની બે દિવસીય ગુજરાત મુલાકાતમાં દ્વારકાની મુલાકાત લીધી હતી. તે સમયે ગોપાલ ઇટાલીયાએ ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કર્યું હતું. ગોપાલ ઇટાલીયાએ તેમના સંબોધન દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણને રાક્ષસ સાથે સરખાવ્યા હતા. જે પછી ગુજરાતમાં અનેક જગ્યાએ ઈટાલીયાનો વિરોધ થયો હતો અને કેટલીક જગ્યાએ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

    આપના વિખવાદે કેજરીવાલને ગુજરાત આવવા મજબુર કર્યા?

    નોંધનીય છે કે AAPમાં અત્યારે નર્મદા બેઠક પરથી પ્રફુલ વસાવાને ટિકિટ મળી એનો હોબાળો એક બાજુ ચાલુ છે તો બીજી બાજુ સ્થાનિક કાર્યકર્તાઓએ કામ કરવાનું પણ બંધ કરી દીધું છે. કલ્પેશ પટેલના વાયરલ થયેલા પાર્ટીઓના ફોટાઓ બાદ પણ આપ પર લોકો માછલા ધોઈ રહ્યા છે, આ વચ્ચે અરવિંદ કેજરીવાલ અગામી 12 અને 13 સપ્ટેમ્બરના દિવસે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

    આપ ઉમેદવાર કલ્પેશ પટેલનો પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા વિરોધ અને ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ લાગેલા નારાઓ છેક દિલ્હી સુધી ગાજ્યા હોય તેવું લાગી રહ્યું છે તેવાજ આપ નેતાઓના રાજીનામાંઓ પણ ચર્ચાનો વિષય બની રહ્યા છે. બની શકે આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અગામી ચૂંટણી પહેલા ગુજરાતમાં વણસતી પરિસ્થિતિને સંભાળવા માટે ફરી ગુજરાત ધક્કો ખાઈ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં