Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસિમરનજીત માનનું ખાલિસ્તાનને સમર્થન, કહ્યું: '15 ઓગસ્ટે ત્રિરંગાને બદલે નિશાન સાહિબ ફરકાવો',...

    સિમરનજીત માનનું ખાલિસ્તાનને સમર્થન, કહ્યું: ’15 ઓગસ્ટે ત્રિરંગાને બદલે નિશાન સાહિબ ફરકાવો’, આતંકવાદી ભિંડરાવાલેને શહીદ કહ્યો

    ઉલ્લેખનીય છે કે પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો સંદેશમાં પંજાબના લોકોને સ્વતંત્રતા દિવસ પર ત્રિરંગો સળગાવવા અને ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની અપીલ કરી હતી.

    - Advertisement -

    સિમરનજીત માનનું ખાલિસ્તાનને સમર્થન આપતું નિવેદન સામે આવ્યું છે, અટારી બોર્ડર પર ખાલિસ્તાની ધ્વજ લહેરાવવાની અપીલ કરતી બુરખો પહેરેલી મહિલાનો વીડિયો વાયરલ થયા બાદ શિરોમણી અકાલી દળના સાંસદે હવે સિમરનજીત માનનું ખાલિસ્તાનને સમર્થન આપતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પંજાબના સંગરુરથી અકાલી સાંસદ સિમરનજીત સિંહ માને લોકોને સ્વતંત્રતા દિવસ પર તિરંગાની જગ્યાએ શીખ ધ્વજ નિશાન સાહિબ ફરકાવવાની અપીલ કરી છે.

    માનના આ નિવેદન બાદ હોબાળો મચી ગયો છે. તિરંગાનો બહિષ્કાર કરવાનું કહેતાં માનએ કહ્યું, “હું તમને 14-15 ઓગસ્ટના રોજ ઘરો અને ઓફિસોમાં નિશાન સાહિબ ફરકાવવા વિનંતી કરું છું. દીપ સિદ્ધુ, જેઓ હવે આપણી વચ્ચે હયાત નથી, તેમણે કહ્યું હતું કે શીખ સ્વતંત્ર અને એક અલગ સમુદાય છે.”

    ભારતીય સુરક્ષા દળોને ‘દુશ્મન’ ગણાવતા તેમણે કહ્યું, “જરનૈલ સિંહ ભિંડરાવાલે (માર્યા ગયેલ ખાલિસ્તાની આતંકવાદી) દુશ્મન દળો સામે લડતા લડતા શહીદ થયા હતા.” તેમણે કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાનની પણ ટીકા કરી હતી.

    - Advertisement -

    જો કે, શિરોમણી અકાલી દળના નેતાઓએ ‘હર ઘર તિરંગા’ અભિયાન પર સિમરનજીત સિંહ માનના વલણની ટીકા કરી છે. અકાલી નેતા ડૉ.દલજીત ચીમાએ કહ્યું કે ભારતીય ધ્વજ બધાનો છે અને પંજાબના લોકોને તેના પર ગર્વ છે.

    ડૉ. ચીમાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “તિરંગો બધાનો છે અને પંજાબના લોકોને તિરંગા પર ગર્વ છે, કારણ કે દેશ માટે સૌથી વધુ બલિદાન પંજાબના લોકોએ આપ્યા છે. મોટાભાગના બલિદાન શીખ પરિવારોના હતા .” સાથે જ બીજેપી અને આમ આદમી પાર્ટીએ સિમરનજીત સિંહના આ નિવેદનની નિંદા કરી છે.

    ઉલ્લેખનીય છે કે પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો સંદેશમાં પંજાબના લોકોને સ્વતંત્રતા દિવસ પર ત્રિરંગો સળગાવવા અને ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની અપીલ કરી હતી.

    તે જ સમયે, સોશિયલ મીડિયા પર એક શંકાસ્પદ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બુરખો પહેરેલી એક મહિલા કહી રહી છે કે પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસને કાશ્મીરી અલગતાવાદીઓનું સંપૂર્ણ સમર્થન છે .

    વીડિયોમાં એક બુરખાધારી મહિલા કહેતી જોવા મળી રહી છે કે ગુરુઓની પવિત્ર ભૂમિ પર ‘ખૂની’ ત્રિરંગો ફરકાવવાની મંજૂરી આપી શકાય નહીં. તેણે ઉમેર્યું હતું કે, “અટારી અમૃતસર ગુરુઓની ભૂમિ છે, પરંતુ ભારતનો ખૂની ત્રિરંગો ધ્વજ ત્યાં લહેરાતો રહે છે. શીખ ભૂમિ પર ભારતના કબજાનું આ 75મું વર્ષ છે . અટારી બોર્ડર પર તિરંગાને બદલે ખાલિસ્તાનનો ધ્વજ ફરકાવવાનો અમારો ઉદ્દેશ્ય છે. આ એક નિર્ણાયક સમય છે. અમે કાશ્મીરી મુજાહિદ્દીન ખાલિસ્તાનની લડાઈમાં દરેક પગલા પર અમારા શીખ ભાઈ-બહેનોની સાથે છીએ. અલ્લાહ હુ અકબર.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં