શ્રીકાંત ત્યાગીની મેરઠમાંથી ધરપકડ કરવામાં આવી છે, નોઈડા મહિલા સાથે દુર્વ્યવહાર અને ઝપાઝપી કરનાર શ્રીકાંત ત્યાગીની પોલીસે ધરપકડ કરી છે. મેરઠમાં તેની સાથે અન્ય ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. વહીવટીતંત્રે અગાઉ તેમના ગેરકાયદેસર મકાન પર બુલડોઝરની કાર્યવાહી કરી હતી. તે જ સમયે, ભાજપે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેનો ભાજપ કિસાન મોરચા સાથે કોઈ સંબંધ નથી.
#ShrikantTyagi arrested by Police near Noida in Uttar Pradesh: Uttar Pradesh Police Sources
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 9, 2022
In a recent viral video, Tyagi was seen assaulting and abusing a woman at Grand Omaxe in Noida’s Sector 93 and was on a run ever since. pic.twitter.com/lVqeva3CGh
નોંધનીય છે કે શ્રીકાંત ત્યાગીની મેરઠમાંથી ધરપકડ થઇ એ પહેલા ગત 5 ઓગસ્ટ 2022ના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં શ્રીકાંત ત્યાગી એક મહિલા સાથે અભદ્ર વર્તન કરતા જોવા મળ્યો હતો. આ વીડિયોમાં તે ખુલ્લેઆમ મહિલા સાથે દુર્વ્યવહાર કરતો અને મારપીટ કરતો જોવા મળ્યો હતો જ્યારે ત્યાં ઉભેલા લોકો મૂક પ્રેક્ષક બનીને જોતા જોવા મળ્યા હતા, અને વીડિયો વાયરલ થયા બાદ પોલીસે જ્યારે તેની શોધ શરૂ કરી ત્યારે તે ફરાર હોવાનું જાણવા મળ્યું હતું.
આ પછી પોલીસે તેના પર 25 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. અને 8 ટીમ બનાવી 3 રાજ્યોમાં શોધખોળ ચાલુ રાખી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે શ્રીકાંત ત્યાગી સતત પોતાની પત્ની અને વકીલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેના કારણે તેનું લોકેશનની જાણ થઇ અને અંતે તે પકડાઈ ગયો. શ્રીકાંતની મેરઠમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની પત્નીને કસ્ટડીમાં લઈને 24 કલાક સુધી પૂછપરછ કરી હતી.
નોંધનીય છે કે શ્રીકાંતનો વીડિયો સામે આવ્યા બાદ પ્રશાસને નોઈડા સેક્ટર -93Bમાં તેના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરી હતી અને ત્યાં બુલડોઝર ફેરવી નાખ્યું હતું . સ્થાનિકોએ આ કાર્યવાહીની ખૂબ પ્રશંસા કરી હતી. આ દરમિયાન બીજેપી તરફથી પણ એક નિવેદન સામે આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું છે કે શ્રીકાંત કે જે પોતાને બીજેપી કિસાન મોરચા સાથે જોડાયેલા હોવાનું કહી રહ્યો છે, વાસ્તવમાં તેને ભાજપ સાથે કોઈ લેવાદેવા નથી. આ સંદર્ભમાં બીજેપી કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ફતેહપુર સીકરીના સાંસદ રાજકુમાર ચાહરે પણ નિવેદન જાહેર કર્યું છે.
આરોપીઓ ભાજપ સાથે જોડાયેલા હોવાના આરોપો પર પાર્ટીના કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષે વીડિયો જાહેર કરીને ખુલાસો કર્યો હતો. સાંસદ રાજકુમાર ચાહરે કહ્યું હતું કે, “હું તમને બધાને જણાવવા માંગુ છું કે શ્રીકાંત ત્યાગી નામની વ્યક્તિ ભાજપ કિસાન મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં કોઈજ નથી. આરોપીને ખેડૂત મોરચા સાથે કોઈ લેવાદેવા નથી. સરકાર અને કાયદાએ તેની સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.”