Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅગાઉ પણ શ્રદ્ધા સાથે મારપીટ કરી ચૂક્યો હતો આફતાબ, તેના માતા-પિતાને પણ...

    અગાઉ પણ શ્રદ્ધા સાથે મારપીટ કરી ચૂક્યો હતો આફતાબ, તેના માતા-પિતાને પણ હત્યાની ખબર હતી: મિત્રનો કેમેરા સામે ખુલાસો, અન્ય પણ મોટા ખુલાસા કર્યા  

    આફતાબ અને શ્રદ્ધાએ મુંબઈમાં લીધેલા ફ્લેટના એગ્રીમેન્ટમાં પોતાને પતિ-પત્ની ગણાવ્યાં હોવાનો પણ ખુલાસો.

    - Advertisement -

    દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડ મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થવાનો સિલસિલો હજુ ચાલુ જ છે. હવે સામે આવ્યું છે કે આફતાબ શ્રદ્ધા સાથે અગાઉ પણ મારપીટ કરી ચૂક્યો હતો અને તેણે શ્રદ્ધાના ચહેરા પર સળગતી સિગરેટ પણ મૂકતો હતો. આ ખુલાસો એક મેડિકલ રિપોર્ટ અને શ્રદ્ધાના મિત્રના નિવેદનથી થયો છે. 

    શ્રદ્ધા વૉકરના મિત્ર રજત શુક્લાએ મીડિયા ચેનલ આજતક સાથે વાત કરતાં આ ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું કે, આફતાબ અગાઉ પણ શ્રદ્ધા સાથે હેવાનિયતપૂર્વક મારપીટ કરતો હતો તેમજ તેણે યુવતીની હત્યા કરી નાંખી હોવાની તેના માતા-પિતાને પણ જાણ હતી તેવી પણ આશંકા તેણે વ્યક્ત કરી હતી. 

    રજતે કહ્યું કે, બંને વસઈમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતાં હતાં અને એગ્રીમેન્ટમાં એકબીજાને પતિ-પત્ની બતાવ્યાં હતાં. તેણે એમ પણ કહ્યું કે, આ એગ્રીમેન્ટમાં આફતાબના માતાપિતાની પણ સહી અને ફોટોગ્રાફ્સ સામેલ હતા. 

    - Advertisement -

    રજતે આફતાબના માતા-પિતા પર શંકા વ્યક્ત કરતાં કહ્યું કે, તેઓ જે વસઈના ઘરમાં 23 વર્ષથી રહેતાં હતાં તેને ખાલી કરીને 15 દિવસ પહેલાં જ ક્યાંક જઈ ચૂક્યાં હતાં. જેથી એ સ્પષ્ટ છે કે તેઓ એ જાણતા હતા હતા કે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી નાંખી છે. 

    શ્રદ્ધા વિશે દેશભરમાં ચાલતી ચર્ચાઓને લઈને તેના મિત્ર રજત શુક્લાએ કહ્યું કે, તે બિચારી કે પ્રેમમાં પાગલ થઇ ગઈ હોય તેવી છોકરી ન હતી. તેને કોઈ વાતનો ડર ન હતો. પરંતુ આ સબંધમાં તે કંઈક છુપાવી રહી હતી. 

    શ્રદ્ધાનું બ્લેકમેલિંગ થઇ શક્યું હોય તે બાબતે આશંકા વ્યક્ત કરતાં તેના મિત્રે કહ્યું કે, હોય શકે કે કોઈ અંગત પળોને લઈને કે પરિવારને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપીને બ્લેકમેલિંગ કરવામાં આવ્યું હોય શકે. તેણે એમ પણ કહ્યું કે, શ્રદ્ધા આ સબંધોમાંથી બહાર નીકળવા માંગતી હતી, પરંતુ તેમ છતાં કેમ આફતાબ સાથે રહેવું પડ્યું તે બાબતે તપાસ થાય તો ઘણું ખૂલી શકે તેમ છે. 

    શ્રદ્ધાના મિત્રે એમ પણ કહ્યું કે, આફતાબે તેની જિંદગી મર્યાદિત કરી દીધી હતી અને કોઈ સાથે તે વાતચીત કરી શકતી ન હતી. 

    શ્રદ્ધા અને આફતાબે પોતાને પતિ-પત્ની ગણાવ્યાં હોવાની બાબતની પુષ્ટિ મુંબઈમાં તેમણે જે ફ્લેટ ભાડે રાખ્યો હતો તેના માલિકે પણ કરી છે. બંનેએ ગત વર્ષે 10 મહિના માટે મુંબઈ નજીક એક ફ્લેટ ભાડે રાખ્યો હતો. જેના માલિકે જણાવ્યું કે, તેમણે તેમના એજન્ટને એમ પણ કહ્યું હતું કે તેઓ અહીં તેમના પરિજનો સાથે રહેશે. 

    સોસાયટીના સેક્રેટરીએ કહ્યું કે, તેમને જણાવામાં આવ્યું હતું કે આ દંપતી પરણિત છે અને ફ્લેટને ઓક્ટોબર 2020થી સપ્ટેમ્બર 2021 સુધીના કરારમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં