ઝારખંડના હજારીબાગમાંથી શાહિદ અંસારીએ અપહરણ કરેલી હિંદુ સગીરા બેંગલુરુથી મળી આવી છે. યુવતીની માતાએ આરોપી શાહિદ અંસારી અને તેના મિત્રો પર બળજબરીથી નિકાહ અને ધર્મ પરિવર્તનના ઈરાદે પુત્રીનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પીડિતાની માતાએ પોલીસને કરેલી ફરિયાદમાં શાહિદ અંસારી, અરબાઝ અંસારી અને મુસ્લિમ અંજુમન કમિટીના સભ્યોનું નામ લખાવ્યું હતું. પીડિત મહિલાએ જણાવ્યું હતું કે 6 મહિના પહેલા તેની પુત્રીને અપહરણની ધમકી આપવામાં આવી હતી. પીડિતાની માતાના જણાવ્યા અનુસાર, “4 નવેમ્બર, 2022ના રોજ, શાહિદ અંસારી તેના મિત્રો સાથે આવ્યો અને અમને ધમકાવવા અને ડરાવવા લાગ્યો. ત્યાર બાદ અરબાઝ અને શાહિદ અન્સારી મારી પુત્રીને બળજબરીથી મોટરસાઇકલ પર લઈ ગયા હતા. અહેવાલો અનુસાર પીડિત મહિલાએ કહ્યું હતું કે આરોપી અમને પાછલા 6 મહિનાથી અમારી દીકરીનું અપહરણ કરવાની ધમકીઓ આપી રહ્યો હતો.
झारखंड: हजारीबाग ज़िले में कथित तौर पर नाबालिग लड़की के अपहरण और जबरन शादी करवाने का मामला आया।
— ANI_HindiNews (@AHindinews) November 15, 2022
लड़की की मां ने बताया, “शाहिद अंसारी 4 तारीख को अपने दोस्तों के साथ आया और हमको डराने, धमकाने लगा। अरबाज और शाहिद अंसारी जबरन हमारी बेटी को मोटरसाइकिल पर बैठाकर ले गए।”(14.11) pic.twitter.com/6ep127siOE
આ બાબતે હજારીબાગના પોલીસ અધિક્ષક મનોજ રતન ચોથાએ માહિતી આપી આપી હતી કે શાહિદ અંસારીએ અપહરણ કરેલી હિંદુ સગીરા પોલીસે બેંગલુરુમાંથી શોધી કાઢી છે. પોલીસ અધિક્ષકે કહ્યું હતું કે સગીરા હજારીબાગ પહોંચશે અને કોર્ટમાં તેનું નિવેદન નોંધાયા બાદ કેસ સાથે સંબંધિત અન્ય માહિતી શેર કરવામાં આવશે . તેમણે જણાવ્યું હતું કે સગીરા 6 મહિના પહેલા ઘર છોડીને ચાલી ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ સગીરાને પરત લાવવામાં આવી હતી. આ સમય દરમિયાન સગીરાએ જણાવ્યું ન હતું કે તે કોની સાથે ગઈ હતી.
બીજી તરફ હજારીબાગ સદરના બીજેપી ધારાસભ્ય મનીષ જયસ્વાલે રાજ્ય સરકાર પર ધાર્મિક તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે હિંદુ સમુદાયની બહેનો અને દીકરીઓ સાથે આવી લવ જેહાદની ઘટનાઓ સતત સામે આવી રહી છે. પરંતુ સરકાર કાર્યવાહીના નામે માત્ર દેખાડો કરી રહી છે. હિન્દુ સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી સગીરાને તેના પરિવારજનોને સોંપવામાં નહીં આવે ત્યાં સુધી તેમના આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે .